Digital Rape : ડિજિટલ રેપ શું છે? જાણો તેની સજા અને કાયદાકીય જોગવાઈઓ

Digital Rape : ડિજિટલ રેપ એ એક એવો ગુનો છે જેમાં આરોપી શારીરિક બળપ્રયોગ વિના આંગળીઓ કે હાથનો ઉપયોગ કરીને પીડિતાના શરીરના ખાનગી ભાગો સાથે અનૈતિક હરકત કરે છે.

આ પ્રકારનો ગુનો ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ગંભીર ગુનો ગણાય છે અને તેની સામે કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં છે.

Digital Rape

ભારતીય કાયદા હેઠળ ડિજિટલ રેપને IPCની કલમ 376 અને 354 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ગુનામાં પીડિતાની સંમતિ વિના કરવામાં આવેલી કોઈપણ અનૈતિક શારીરિક હરકતનો સમાવેશ થાય છે.

આવા કેસોમાં પીડિતાની ઉંમર, સંજોગો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સજાનું નિર્ધારણ થાય છે.

સજાની જોગવાઈ

  • પુખ્ત પીડિતા માટે : ડિજિટલ રેપના કેસમાં આરોપીને 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે, સાથે દંડ પણ ફટકારી શકાય છે.
  • નાબાલિક પીડિતા માટે : જો પીડિતા 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ કેસ નોંધાય છે. આવા કેસમાં સજા વધુ કડક હોય છે અને આજીવન કારાવાસ કે લાંબા સમયની જેલની સજા થઈ શકે છે.

આ ઉપરાંત આરોપીને આર્થિક દંડ પણ ભરવો પડે છે, જે પીડિતાને વળતર તરીકે આપવામાં આવે છે.

ડિજિટલ રેપના કેસમાં પોલીસ તાત્કાલિક FIR નોંધે છે અને તપાસ શરૂ કરે છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે કેસ કોર્ટમાં રજૂ થાય છે. કોર્ટ આરોપીની સજા નક્કી કરે છે અને પીડિતાને ન્યાય આપવા પ્રયાસ કરે છે.

ડિજિટલ રેપ જેવા ગુનાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સમાજે સાથે મળીને કામ કરવું પડશે. આવા ગુનાઓની ફરિયાદ કરવા માટે પીડિતાઓને ડરવાની જરૂર નથી, કારણ કે કાયદો તેમની સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X