Dire wolf resurrection : Dire Wolves ની જેમ જ ધરતી પર પાછા ફરી રહ્યાં છે ડાઈનાસોર? જાણો શું કહે છે જાણકારો?

Dire wolf resurrection : હાલમાં જ વૈજ્ઞાનિકોની એક સિદ્ધીએ દુનિયાને ચૌકાવી દીધી છે. હજારો વર્ષ પહેલા ધરતી પરથી નષ્ટ થઈ ચુકેલા ડાયર વુલ્ફને જીવતા કરીને વૈજ્ઞાનિકોએ મોટી ચર્ચા છેડી છે.

ડાયર વુલ્ફને ફરીથી ધરતી પર જીવતા કર્યા બાદ હવે ઘણા લોકો દાવો કરી રહ્યાં છે કે જલ્દી ધરતી પર ફરીથી ડાયનાસોર જીવતા જોવા મળી શકે છે. અહીં સવાલ થાય કે આ દાવો કેટલો સાચો છે?

Dire Wolf Resurrection

અમેરિકાના ડલાસ શહેરમાં આવેલી કંપની Colossal Biosciences એ એવી શોધ કરી છે તેને વૈજ્ઞાનિક ચમત્કાર કહેવામાં આવી રહ્યો છે. કંપનીએ 12,000 વર્ષ પહેલા વિલુપ્ત થયેલી ડાયર વુલ્ફની પ્રજાતિને ફરીથી જીવંત કરી છે.

આ કામને અંજામ આપવા માટે કંપનીએ જીન એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ખાસ CRISPR ટેક્નોલોજી દ્વારા વૈજ્ઞાનિકોએ આ અશક્ય લાગતા કામને હકિકત બનાવ્યુ છે.

Colossal Biosciences કંપનીએ ડાયર વુલ્ફના પ્રાચીન દાંત અને ખોપડીમાંથી મળેલા DNA નો ઉપયોગ કર્યો અને આ કમાલ કરી છે. કંપનીએ 14 જુદા જુદા જીન્સમાં 20 પ્રકારની ફેરફાર (એડિટિંગ) કરી અને ત્યારબાદ એડિટ કરાયેલા સેલ્સને ક્લોન કર્યા. પછી આ ક્લોનને ઘરેલૂ માદા શ્વાનમાં ઇમ્પ્લાન્ટ કરીને નવા ડાયર વુલ્ફના બચ્ચાને જન્મ અપાવ્યો.

કંપનીએ આ નવા ડાયર વુલ્ફને 2,000 એકર વિસ્તારમાં રાખ્યા છે જ્યાં 10 ફૂટ ઊંચી દીવાલ, ડ્રોન દેખરેખ અને સીસીટીવી કેમેરા દ્વારા તેમની સુરક્ષા અને દેખરેખ કરવામાં આવે છે. આ વુલ્ફને ખાસ તૈયાર કરેલો ખોરાક આપવામાં આવે છે. નર વુલ્ફો તેમના નજીકના સગા ગ્રે વુલ્ફ કરતા 20-25% મોટા છે. તેમનું વધતું વજન 140 પાઉન્ડ સુધી પહોંચી શકે છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ડાયનાસોર પણ આ ટેક્નોલોજીથી પાછા લાવી શકાય? હાલમાં એ સંભવ ન લાગી શકે કારણ કે ડાયનાસોર 66 મિલિયન વર્ષ પહેલા વિલુપ્ત થઈ ગયા હતા અને તેમનો DNA આજે જીવંત રહેવો લગભગ અશક્ય છે. તેમ છતાં ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આ પણ શક્ય બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X