Red lipstick banned : આ દેશમાં લાલ લિપસ્ટિક લગાવી તો જવુ પડી શકે છે જેલ, જાણો કેમ?

Red lipstick banned : દુનિયાભરની મહિલાઓ માટે લાલ લિપસ્ટિક તેમની ખૂબસૂરતીમાં ચાર લગાવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં રેડ લિપસ્ટિક બેન છે.

ઉત્તર કોરિયામાં મહિલાઓ માટે લાલ રંગની લિપસ્ટિક લગાવવી પ્રતિબંધિત છે. શાસક કિમ જોંગ ઉનના આદેશ અનુસાર, લાલ લિપસ્ટિકને મૂડીવાદ અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જે દેશની કોમ્યુનિસ્ટ વિચારધારાને વિરુદ્ધ છે.

Red lipstick banned

ઉત્તર કોરિયાની સરકાર માને છે કે લાલ લિપસ્ટિક મહિલાઓને વધુ આકર્ષક બનાવે છે, જે સરકારની નમ્રતા અને સાદગીની નીતિ સાથે મેળ ખાતું નથી. આ કારણે મહિલાઓને માત્ર ન્યૂનતમ મેકઅપ કરવાની મંજૂરી છે.​

અન્ય ફેશન પર પણ પ્રતિબંધ

  • લાલ લિપસ્ટિક સિવાય ઉત્તર કોરિયામાં અન્ય ઘણી ફેશન આઇટમ્સ પર પણ પ્રતિબંધ છે.​
  • ભારે મેકઅપ અને લાલ રંગના વાળ પર પ્રતિબંધ.
  • મુલેટ જેવી હેરસ્ટાઇલ્સ અને લાંબા વાળ પર પ્રતિબંધ.
  • સ્કિની જીન્સ, બ્લુ જીન્સ અને બોડી પિયરિંગ્સ પર પ્રતિબંધ.
  • કિમ જોંગ ઉન જેવી હેરસ્ટાઇલ્સ નકલ કરવી પણ મનાઈ છે .​

ઉત્તર કોરિયામાં ફેશન પોલીસ તરીકે ઓળખાતા ગ્યુચાલડે નામના અધિકારીઓ લોકોના દેખાવ પર નજર રાખે છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને દંડ અથવા કડક સજા થઈ શકે છે.

આ રીતે ઉત્તર કોરિયામાં મહિલાઓના ફેશન અને વ્યક્તિત્વ પર કડક નિયંત્રણ રાખવામાં આવે છે, જે દેશની શાસન વ્યવસ્થાની જોહુકમી દર્શાવે છે.

જણાવી દઈએ કે, કિમ જોંગ ઉન તેની તાનાશાહી સાથે સાથે તેના અજીબોગરીબ ફતવાઓ માટે પણ કુખ્યાત છે. આ જ કારણ છે કે ત્યાંના લોકો પણ તેની સામે બોલવાની હિંમત કરી શકતા નથી અને દબાઈને રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X