Train Accident : અકસ્માત બાદ કેવી રીતે કામ કરે છે રેલવે રેસ્ક્યુ સિસ્ટમ?
Pushpak Express Train Accident : મહારાષ્ટ્રના જલગાવમાં એક મોટો રેલ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘટના બાદ રેલવે દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને પીડિતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, રેલ્વે નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. ભારતીય રેલ્વેમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે અને આ મુસાફરોની સલામતી રેલ્વેની એક મોટી જવાબદારી છે. આ માટે રેલવેએ અકસ્માત સમયે રાહત પૂરી પાડવા માટે ઝડપી રિસ્પોન્સ સિસ્ટમ તૈયાર કરી છે.
આ સિસ્ટમથી તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચીને અસરગ્રસ્ત મુસાફરોને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આવા અકસ્માતો દરમિયાન તબીબી સુવિધાઓ પૂરી પાડવા રેલ્વે પાસે અકસ્માત રાહત મેડિકલ ટ્રેન છે જે તાત્કાલિક અકસ્માત સ્થળે મોકલવામાં આવે છે.
જ્યારે પણ અકસ્માત રાહત મેડિકલ ટ્રેન ઘટના સ્થળે રવાના કરાય છે ત્યારે તે રૂટ પર ચાલતી બધી ટ્રેનોને રોકવામાં આવે છે જેથી અકસ્માત રાહત ટ્રેન શક્ય તેટલી વહેલા ઘટના સ્થળે પહોંચી શકે.
રેલવેની SOP અનુસાર, રાજધાની, શતાબ્દી અને વંદે ભારત ટ્રેનો જેવી VIP અને VVIP ટ્રેનોને પણ રસ્તો આપવા માટે રોકવી પડે છે. આ ટ્રેન ઘટનાસ્થળે પહોંચે છે અને ઘાયલ મુસાફરોને તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત તે રૂટ રિસ્ટોરેશનથી લઈને બચાવ સુધીના કામ પણ કરે છે.
રેલ અકસ્માત દરમિયાન ટ્રેનમાં હાજર ગાર્ડ, લોકો પાઇલટ અને સહાયક લોકો પાઇલટ નજીકના સ્ટેશન માસ્ટરને અકસ્માત વિશે જાણ કરે છે. અકસ્માતની ગંભીરતા, જાનહાનિ, રેલ્વે મિલકતને નુકસાન અને રેલ્વે ટ્રેક પર ટ્રાફિક વિક્ષેપ વિશે પણ માહિતી આપવામાં આવે છે.
આ પછી આ માહિતી સેક્શન કંટ્રોલને આપવામાં આવે છે. સેક્શન કંટ્રોલ ઓફિસર, ડેપ્યુટી ચીફ કંટ્રોલર અથવા ચીફ કંટ્રોલર આ માહિતી DRM અથવા ADRM ને મોકલે છે, ત્યારબાદ માહિતી મીડિયા સુધી પહોંચે છે અને વિભાગ સ્તરે વધુ પ્રસારિત થાય છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના જલગાંવમાં પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા બાદ ભાગદોડ મચી ગઈ, જેના પગલે મુસાફરોએ ચાલતી ટ્રેનમાંથી કૂદ્યા અને બીજા ટ્રેક પરથી પસાર થતી કર્ણાટક એક્સપ્રેસની ઝપટે આવી જતા મોટી જાનહાની સર્જાઈ.












Click it and Unblock the Notifications
