Waqf amendment bill 2025 : દુનિયાના અન્ય દેશોમાં પણ હોય છે વકફ બોર્ડ? જાણો કેવી રીતે કામ કરે છે?
Waqf amendment bill 2025 : લોકસભામાં વક્ફ સંશોધન બિલને લઈને ભારે હંગામાનો માહોલ છે. એક તરફ મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી દળો આ બિલનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ હિન્દુવાદી સંગઠનો તેના પક્ષમાં માહોલ બનાવી રહ્યાં છે.
આ બિલ દ્વારા મુસ્લિમ સમુદાયના અધિકારો પર હક્ક જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આરોપ લાગી રહ્યાં છે. વિપક્ષી નેતાઓ અને સમર્થકોનો દાવો છે કે આ સંશોધનના કારણે મુસ્લિમોની ધાર્મિક સંપત્તિઓ પર પ્રભાવ પડી શકે છે.

અહીં એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વક્ફ જેવી વ્યવસ્થા માત્ર ભારતમાં જ છે કે અન્ય દેશોમાં પણ આવી જ સંસ્થા છે? નિષ્ણાતોના મતે, વકફની પરંપરા શરૂઆતથી જ વ્યક્તિગત સ્તરે ચાલી આવી છે અને તે કોઈ શાસક અથવા બાદશાહ દ્વારા સંગઠિત સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી નહોતી. ઇસ્લામના બંધારણમાં વકફ માટે એક અલગ મંત્રાલય હોય છે, જે કેટલીક મુસ્લિમ પ્રભાવિત દેશોમાં જોવા મળે છે.
સાઉદી અરેબિયામાં વક્ફ મંત્રાલય કાર્યરત છે. UAE, કતાર અને ઈરાકમાં પણ વકફ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ધાર્મિક આધારો પર આધાર રાખે છે.
વિશ્વના વિવિધ ઇસ્લામિક દેશોમાં વકફની વ્યવસ્થા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેનો મૂળ હેતુ મિલકતનો ધાર્મિક હેતુઓ માટે ઉપયોગ કરવાનો છે.
અન્ય દેશોમાં વકફ જેવી જ સમાન સંસ્થાઓ અલગ-અલગ નામોથી હાજર છે. સીરિયા અને ઇજિપ્તમાં વકફ જેવી સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે, જો કે તેના ચોક્કસ નામ અલગ હોય છે.
તુર્કીમાં વકફને ફાઉન્ડેશન કહેવામાં આવે છે અને ત્યાં ફાઉન્ડેશન ડિરેક્ટોરેટ નામનો વિભાગ છે. ઇજિપ્તમાં મિનિસ્ટ્રી ઓફ એન્ડોમેન્ટ્સ મસ્જિદોની જાળવણી માટે જવાબદાર છે.
બાંગ્લાદેશમાં વક્ફ મિલકતોની દેખરેખ ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનમાં વકફ મિલકતોની જાળવણી અને કામગીરી ઈસ્લામાબાદ અને પ્રાંતીય સરકારો સંભાળે છે. ઈન્ડોનેશિયામાં બદન વકફ ઈન્ડોનેશિયા (BWI) નામની સંસ્થા વકફ સંપત્તિ માટે આયોજન કરે છે.
વર્લ્ડવાઈડ 90%થી વધુ વકફ મિલકતો મસ્જિદો, દરગાહ, કબ્રસ્તાન અને ઈમામબાડા માટે અનામત છે. મોટાભાગના દેશોમાં વકફની જાળવણી અને નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે રહે છે, જે તેને સુરક્ષિત રાખવા માટે વિવિધ નીતિઓ અમલમાં મૂકે છે.












Click it and Unblock the Notifications
