xecution protocol : કોઈનું ફાંસી દરમિયાન મોત ન થાય તો? જાણો શું થાય છે આવા ગુનેગારોનું?
Xecution protocol : દુનિયાના વિવિધ દેશોમાં મોતની સજા માટે અલગ અલગ કાયદા છે. ભારતમાં ગુનેગારોને મોતની સજા આપવા માટે ફાંસી આપવામાં આવે છે.
અહીં તમને સવાલ થાય કે જોઈ કોઈ ગુનેગારને ફાંસી થાય અને આ દરમિયાન તેનું મોત ન થાય તો શું? શું આવા ગુનેગારોને ફરીથી સજા આપવામાં આવે છે કે કેમ?

જણાવી દઈએ કે, ફાંસી પછી કેદીને થોડા સમય માટે લટકાવી રાખવામાં આવે છે. ફાંસી પરથી ઉતાર્યા બાદ આરોપીની ફરીથી મેડિકલ તપાસ કરવામાં આવે છે.
આ દરમિયાન તેના શ્વાસ ચાલી રહ્યા હોય તો તેને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે, જેથી તેને ઓછી તકલીફ થાય. સ્વસ્થ થયા પછી તેને તે જ સમયે ફરીથી ફાંસી આપવામાં આવતી નથી.
નિયમો અનુસાર, જેલ પ્રશાસન દ્વારા તે વ્યક્તિનો મેડિકલ રિપોર્ટ ન્યાયાધીશને મોકલવામાં આવે છે. જેલ મેન્યુઅલના નિયમોના આધારે તે વ્યક્તિના નવા ડેથ વોરંટ કાઢવામાં આવે છે. ડેથ વોરંટ ફાંસી માટે એક મહિનાનો સમય નક્કી કરવામાં આવે છે. આ દરમિયાન આરોપીના વજન બરાબરના પૂતળાને ફાંસી પર લટકાવવાની પ્રેક્ટિસ કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, ભારતમાં ફાંસી હંમેશા સવારે જ આપવામાં આવે છે. ફાંસી માટે આરોપીને આખો દિવસ રાહ જોવી પડતી નથી. જેલ મેન્યુઅલ હેઠળ જેલના તમામ કામ સૂર્યોદય બાદ શરૂ થાય છે.
ફાંસીના કારણે જેલના બાકીના કામ પ્રભાવિત ન થાય તેથી ગુનેગારને ફાંસી પર ચડાવવા માટે સમય પસંદ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
