વર્ષ 2023માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મોના એવોર્ડ જાહેર: 'કર્મ', 'શુભયાત્રા', 'કચ્છ એક્સપ્રેસ' જેવી ફિલ્મોએ બાજી
Gujarati film awards for 2023: ગુજરાતી ફિલ્મો માટે રાજ્ય સરકારે પારિતોષિક જાહેર કર્યા છે. 40 કેટેગરી માટે પારિતોષિક અને પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2023માં આવેલી ગુજરાતી ફિલ્મો માટે પારિતોષિક જાહેર કરવામાં આવ્યાં છે.

ગુજરાતી ફિલ્મો માટે જાહેર કરવામાં આવેલા પારિતોષિકમાં કર્મ ફિલ્મમાં અભિનય કરનાર ચેતન ધાનાનીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જાહેર કરાયો છે. જ્યારે બ્રિન્દા ત્રિવેદીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જાહેર કરાયો છે. વિશાલ ઠક્કરને શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમેશ બારોટને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક અને મધુબંતી બાગચીને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો એવોર્ડ જાહેર કરાયો છે. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સંબંધોમાં ખાલી જગ્યા નામની ફિલ્મ માટે જયેશ ત્રિવેદીને એવોર્ડ જાહેર કરાયો છે.
કઈ ફિલ્મને કેટલા એવોર્ડ મળ્યા?
કર્મ: 6
શુભયાત્રા: 6
નિક્કી: 6
કચ્છ એક્સપ્રેસ: 4
માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ: 5
ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસો પહેલા 71માં નેશનલ એવોર્ડ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જાનકી બોડીવાલા સ્ટારર 'વશ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અને એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે અને વિક્રાંત મેસીને '12th ફેલ' માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાની મુખર્જીને ફિલ્મ 'મિસેઝ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે શ્રેષ્ઠ એક્ટ્રેસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર આગામી સમયમાં કાર્યક્રમ યોજશે
આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે શુભયાત્રા ફિલ્મ માટે હેમિન ત્રિવેદીને એવોર્ડ જાહેર કરાયો છે. શ્રેષ્ઠ પટકથા માટે જસવંત ગાંગાણી, સુબ્રમણ્યમ ઐયર અને રામમોરીને એવોર્ડ જાહેર કરાયો છે. આલાપ દેસાઈને શ્રેષ્ઠ સંગીત, ગીતકાર તરીકે અશોક ચાવડાને એવોર્ડ જાહેર કરાયો છે. વર્ષ 2023ના સમયગાળા દરમિયાન પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે સરકારે પારિતોષિક જાહેર કર્યા છે. પારિતોષિક આપવા માટે રાજ્ય સરકાર આગામી સમયમાં કાર્યક્રમ યોજશે.












Click it and Unblock the Notifications
