'પુષ્પા 2'એ બનાવ્યો નવો રેકોર્ડ, Book My Show પર અલ્લૂ અર્જુનની ફિલ્મની કરોડોમાં ટિકિટ થઈ બુક
'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ બુક માય શોની 1.5 કરોડ ટિકિટ બુક કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ભારે ઉત્સાહ દર્શાવે છે. જો કે હજુ પણ ફિલ્મનો ઉત્સાહ ઓછો થયો નથી. ઓક્યુપન્સીના સંદર્ભમા ફિલ્મ હજી પણ 40-50 ટકાનો સ્ટ્રાઈક રેટ જાળવી રહી છે.
ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ની વાર્તાને આગળ ધપાવતા આ સિક્વલ ફરી એકવાર પુષ્પા રાજની રોમાંચક અને બળવાખોર ગાથા રજૂ કરશે. ફિલ્મના પહેલા ભાગે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાની કમાણી કરીને હલચલ મચાવી દીધી હતી. ટીઝર અને ફિલ્મની મજબૂત સ્ટારકાસ્ટને કારણે તેની સિક્વલ પ્રત્યે ચાહકોનો ઉત્સાહ વધુ વધ્યો છે.

'પુષ્પા 2: ધ રૂલ' એ ભારતમાં બોક્સ ઓફિસ પર લગભગ 800 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તે જ સમયે ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. આમાં અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પા રાજના રોલમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન, રશ્મિકા મંદન્ના ફરીથી શ્રીવલ્લીની ભૂમિકામાં જોવા મળી રહી છે અને ફહદ ફાસિલ પોલીસ અધિકારી ભંવર સિંહ શેખાવત - પુષ્પાના દુશ્મનની ભૂમિકામાં જોવા મળી રહી છે.
પુષ્પા-3 પર ટૂંક સમયમાં કામ શરૂ થશે
સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને મૈત્રી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સ દ્વારા નિર્મિત ફિલ્મનું સંગીત ટી-સિરીઝ પર રિલીઝ કરવામાં આવ્યું હતુ. ફિલ્મના એડવાન્સ બુકિંગે તેને તાજેતરના ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક બનાવી હતી. 'પુષ્પા 2: ધ રૂલ' હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ સિવાય એવા અહેવાલો છે કે પુષ્પા 3 પર પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે.












Click it and Unblock the Notifications
