For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: તમારી રાશિ મુજબ કોણ છે તમારા ઇષ્ટદેવ

|
Google Oneindia Gujarati News

જ્યોતિષમાં ગ્રહ અને નક્ષત્રનું અનોખું મહત્ન છે. બ્રહ્માંડમાં આ ગ્રહ, નક્ષત્રની ચાલ આપણા ભૂત, ભવિષ્ય અને વર્તમાન પર અસર કરે છે તેવું જ્યોતિષશાસ્ત્રનું માનવું છે.

આપણા જન્મ સાથે જે આપણા જન્મની તારીખ અને ગ્રહની દશા જોઇને આપણો જન્મ કંઇ રાશિમાં થયો છે તે નક્કી કરવામાં આવે છે. અને આપણી રાશિ મુજબ આપણું નામ પાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે પ્રત્યેક રાશિનો એક સ્વામી એક ઇષ્ટદેવ હોય છે. અને આ ઇષ્ટદેવનું પૂજન કરવાની જ્યોતિષ મુજબ તમારા ભાગ્યોદય થાય છે.

ત્યારે તમારી રાશિ મુજબ કોણ છે તમારા ઇષ્ટદેવ તે જાણો આ ફોટાસ્લાઇડરમાં.

મેષ

મેષ

આ રાશિના જાતકોએ સૂર્ય દેવનું પૂજા કરવી જોઇએ. રોજ સવારે સૂર્યદેવને એક લોટો પાણી ચઢાવી નમન કરવું જોઇએ.

વૃષ

વૃષ

આ રાશિના જાતકોના ઇષ્ટદેવ છે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની તમને મળશે સફળતા.

મિથુન

મિથુન

આ રાશિના જાતકોએ લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. રોજ સવારે લક્ષ્મીના દર્શન કરી દિવસની શરૂઆત કરવી જોઇએ.

કર્ક

કર્ક

આ રાશિના જાતકોએ હનુમાનજીની પૂજા કરવી જોઇએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો તેમના માટે ફાયદાકારક છે.

સિંહ

સિંહ

આ રાશિના જાતકોના ઇષ્ટદેવ છે તમામ વિધ્નોને હરનારા ગણપતિ. તેમણે સવારે ઘરથી નીકળતા પહેલા કોઇ પણ ગણપતિ શ્લોક બોલીને દિવસનું કામ શરૂ કરવું જોઇએ.

કન્યા

કન્યા

આ રાશિના જાતિકાને કાલી માતાની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.

તુલા

તુલા

આ રાશિના જાતકોનો સ્વામી છે શનિદેવ. શનિદેવ કે કાલભૈરવના દર્શન શનિવારે કરવાથી આ જાતકોને લાભ થાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ કાર્તિકેય ભગવાનની પૂજા કરવાથી લાભ થઇ શકે છે.

ધનુ

ધનુ

આ રાશિના સ્ત્રી-પુરુષો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. હનુમાનજીનું પૂજન કરવાથી તેમને લાભ રહે છે.

મકર

મકર

આ રાશિના જાતકોએ માં દુર્ગાની આરાધના કરવી જોઇએ. માતાને પુષ્પ ચડાવીને તેમની પૂજા કરવી આ જાતકો માટે શુભ રહે છે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકોના ઇષ્ટદેવ છે વિષ્ણુજી અન સરસ્વતી માતા. ત્યારે સરસ્વતીમાં કે શ્રીહરીનું પૂજન તેમના માટે લાભદાયી છે.

મીન

મીન

આ રાશિના જાતકોના ઇષ્ટદેવ છે શંકર ભગવાન. પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્ધ દેવું આ રાશિના જાતકો માટે રહે છે શુભ.

English summary
According to Zodiac Sign see which god you have to pray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X