For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મજબૂત ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ મેળવવા કરો આ ઉપાય

જ્યોતિષ પમાણે જાણો ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ વધારવાનો ઉપાય

By Super Admin
|
Google Oneindia Gujarati News

આવક માટેનું યોગ્ય સાધન, ઉત્તમ નોકરી, મોટો બિઝનેસ, મોટો બંગલો, લક્ઝરી કાર, સુખી કુટુંબ આ બધુ જ સફળતાની વ્યાખ્યામાં આવે. જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રયત્નો કરે છે. સફળતા વ્યક્તિની મહેનત પર આધાર રાખે છે, તેની સાથે જ ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે.

જો ભાગ્યનો સાથ ન મળે તો ગમે તેટલું કરશો તો પણ સફળતા મળશે નહિં. સ્પિરિચ્યુઅલ ગુરુઓ પ્રમાણે ઈચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ આ ત્રણ બાબતો તમારી સફળતા નક્કી કરે છે.

નબળી ઈચ્છાશક્તિ

નબળી ઈચ્છાશક્તિ

જો વ્યક્તિની ઈચ્છાશક્તિ નબળી હોય તો તે કોઈ પણ કામમાં સફળ થઈ શકતી નથી. વૈદિક જ્યોતિષ પ્રમાણે વ્યક્તિની ઈચ્છાશક્તિની જાણકારી તેના લગ્નથી જાણી શકાય છે. વ્યક્તિના લગ્નનો સ્વામી નબળો છે તો તેનામાં સાહસ અને ઈચ્છાશક્તિ નબળા હોય છે. આવા લોકો સપના તો મોટા મોટા જોવે છે પણ કરતા કશું જ નથી. લગ્નનો સ્વામી કમજોર છે તો વ્યક્તિમાં ઘોર નિરાશા છવાઈ જાય છે.

નબળો ચંદ્ર

નબળો ચંદ્ર

જો જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ કમજોર છે. ચંદ્ર નીચનો છે, શત્રુ રાશિમાં સ્થિત હોય તો, પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો વ્યક્તિ આળસુ હોય છે. જ્યારે આવા લોકોને કોઈ કામ કરવાનું કહેવામાં આવે તે તેમને ગમતુ નથી. આવી સ્થિતિમાં તેમના લોકો તેમનાથી દૂર થઈ જાય છે.

આત્મ-વિશ્વાસ માટે જવાબદાર મંગળ

આત્મ-વિશ્વાસ માટે જવાબદાર મંગળ

જ્યોતિષ પ્રમાણે મંગળ ઉર્જાનો કારક ગ્રહ છે. જેની કુંડળીમાં મંગળ કમજોર છે અથવા નીચ ગ્રહોની સાથે બેઠો છે તો વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો ઘટાડો થાય છે. આવા લોકો જલદીજ નિરાશ થઈ જાય છે. તેની વિરુધ્ધ જે લોકોનો મંગળ મજબૂત હોય તેવા લોકો ગમે તેટલા અસફળ થાય તો પણ તેઓ ફરી તેટલીજ ઉર્જા સાથે ઉભા થાય છે. મંગળ ઠીક ન હોય તો આત્મ-વિશ્વાસ ઓછો રહે છે.

મજબૂત ઈચ્છાશક્તિ માટે શું કરશો?

મજબૂત ઈચ્છાશક્તિ માટે શું કરશો?

  • સૌ પહેલા તમારે ધૈર્યથી કામ લેવું જોઈએ. અસફળતા હાથ લાગે તો નિરાશ થવું નહિં.
  • કોઈ આધ્યાત્મિક ગુરુ બનાવો અને તેમનું માર્ગદર્શન લો.
  • સકારાત્મક ઉર્જા ધરાવતા લોકો સાથે બેસો અને નકારાત્મક લોકોથી દૂર રહો.
  • એવા લોકોથી દૂર બેસો જે હંમેશા બીજાની ખોદણી જ કરતા હોય, બીજાના દોષો જ જોતા હોય.
  • શનિવારના દિવસે તાંબા કે સોનાની વિંટીમાં એમેથિસ્ટ મધ્યમાં આંગળીમાં ધારણ કરો. પણ કોઈ જ્યોતિષને કુંડળી બતાવી લો જો તમારો શનિ મારકેશ હોય તો એમિથિસ્ટ ધારણ ન કરો.
  • સોમવારના દિવસે ચાંદી કે સોનામાં રોઝ ક્વાર્ટસ અથવા પિંક સ્ફટિકને અનામિક આંગળીમાં ધારણ કરો. તેને ગળામાં પણ પહેરી શકાય છે.
  • બ્રેસલેટ કે માળાના રૂપે સ્ફટિક પહેરી શકો છો. ઈચ્છાશક્તિ તેનાથી મજબૂત થાય છે.
  • અસલી એક મુખી રુદ્રાક્ષને સોના કે ચાંદીના પેંડન્ટમાં પહેરો.
  • આત્મવિશ્વાસ કેવી રીતે વધારશો?

    આત્મવિશ્વાસ કેવી રીતે વધારશો?

    • આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન લો.
    • ऊं नमः शिवाय મંત્રનો જાપ કરતા રહો.
    • એકાગ્રતા વધારવા માટે લાલબિંદુ પર ધ્યાન લગાવી મેડિટેશન કરો.
    • એકમુખી કે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરો.
    • કુંડળીમાં રાહુ જો ઠીક છે તો ગોમેદ પહેરો.

English summary
If you are a student, a working wo/men, a house wife; you surely want your life to be successful. In astrology it is possible to avoid misfortune and bring all luck in your life. you just need to follow some simple tips in day to day life and wait for the lady luck smile at you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X