For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આખરે શું છે કાલ સર્પ યોગ ?

જો તમારી જન્મ કુંડળીમાં દરેક ગ્રહો રાહુ અને કેતુની મધ્યે આવી જાય છે તો તે કાલસર્પ યોગ બને છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જ્યારે કોઈ જન્મ કુંડળીમાં દરેક ગ્રહો રાહુ અને કેતુની મધ્યે આવી જાય છે, તો તે કાલસર્પ યોગ બને છે. રાહુ કુંડળીમાં ગમે ત્યાં હોય, કેતુ હંમેશા તેના સાતમા ભાવમાં રહે છે. આવું થવાને કારણે કેટલાક વ્યક્તિઓને જીવનમાં અશુભ અસરોનો સામનો કરવો પડે છે. ક્યારે ક્યારે આ યોગ વ્યક્તિને જીવનમાં અસાધારણ સફળતા પણ અપાવે છે.

astology

જીવનમાં રાહુનો પ્રભાવ

રાહુનો પ્રભાવ આપણા જીવનમાં ઘણો મહત્વનો છે. અન્ય ગ્રહોની સાથે ખાસ કરીને ચંદ્ર, સૂર્ય, ગુરુ, શનિ અને મંગળની સાથે મળી આ તે ગ્રહના પ્રભાવને ખતમ કરી નાખે છે. રાહુ ચંદ્રનો યોગ કે રાહુ સૂર્યનો યોગ માનસિક તકલિફ અપાવે છે. ગુરુ-રાહુનો યોગ પૈસાને લગતો અથવા સંતાનને લગતી ચિંતા ઉભી કરે છે. શનિ-રાહુનો યોગ જીવનમાં દુઃખ કે રોગો લાવે છે. જો આ યોગ લગ્નમાં હોય તો વ્યક્તિ માદક પદાર્થોનું સેવન કરવાનો શોખ ધરાવે છે.

કાલસર્પ યોગની જીવન પર અસર

રાહુ અને શુક્ર એક સાથે હોય તો ધન સુખ પ્રદાન કરે છે, પણ કૌટુંબિક જીવનમાં અશાંતિ રહે છે. ઉપર જોયું તે પ્રમાણે રાહુ અન્ય ગ્રહો સાથે બેસી જીવનમાં શું પ્રભાવ પાડે છે. જન્મ કુંડળીમાં રાહુ બીજા, છઠ્ઠા આઠમાં અને બારમાં ભાવમાં હોય તો કેતુ ક્રમશઃ આઠમાં, બારમાં, બીજા કે છઠ્ઠા ભાવમાં રહેશે. આ સ્થિતિમાં દરેક ગ્રહ જો બીજા-આઠમાં ભાવના મધ્યમાં હોય કે છઠ્ઠા-બારમાં ભાવ હોય, કે આઠમા-બીજા ભાવના મધ્યમાં હોય અથવા બારમાં અને છઠ્ઠા ભાવના મધ્યમાં હોય તો તેનાથી બનનારો કાલસર્પ યોગ જીવનમાં અશુભ પ્રભાવ પેદા કરે છે.

કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે ?

આવા સમયે સુખી જીવન જીવવા માટે તમારા બ્રાહ્મણથી તેની શાંતી કરાવી લેવી જોઈએ.
આ યોગનો દુષ્પ્રભાવ રાહુની વિંશોત્તરી મહાદશા કે અન્તર્દશા દરમિયાન સામે આવે છે. ક્યારેક આ દુષ્પ્રભાવ ગોચરમાં રાહુના અશુભ સ્થાનોમાં આવવાથી પણ સામે આવે છે. તેની જાણકારી જન્મ કુંડળીમાં આપેલી ગણનાઓથી સરળતાથી કરી શકાય છે. કાલસર્પ યોગ હોવાને કારણે શારીરિક મુશ્કેલી, આર્થિક હાની, અભ્યાસમાં મુશ્કેલી, સંબંધીઓ અને કુટુંબમાં વિરોધ, નકામા કેસોમાં પૈસાનો બગાડ જેવું ફળ મળે છે. ક્યારેક લગ્ન થવામાં અડચણો આવે છે, સંતાન સુખ મળતું નથી, પત્ની કે પતિ સુખથી વંચિત કે તેની સાથે કોઈ દુર્ઘટના પણ થાય છે.

ઉપાય માટે શું કરશો?

જો કુંડળીમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર કે શનિ પોતાની રાશિ કે પોતાની ઉચ્ચ રાશિમાં થઈ લગ્ન કે ચંદ્ર થી કેન્દ્ર સ્થાને હોય તો કાલસર્પ યોગ ખતમ થઈ જાય છે. કાલસર્પ યોગ હોય તો ડરવું જોઈએ નહિં. કોઈ એક યોગના રહેવાને કારણે અનિષ્ટ થતું નથી. જો સમય પ્રતિકૂળ હોય તો આખી કુંડળીનું અધ્યયન કરીને જ કોઈ તારણ પર પહોંચવું જોઈએ. સામાન્ય રીતે ભગવાન શિવની આરાધના અને તાંબાનો સર્પ ચઢાવવાથી લાભ થાય છે.

English summary
Read about the Kalasarpa Yoga in Hindi. Kar Sarp Yoga is the combination of signs in janam kundali. read all about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X