For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ ટિપ્સ: રાશિ મુજબ જાણો ગુસ્સા પર કાબુ કેમ મેળવશો?

|
Google Oneindia Gujarati News

આજકાલની ભાગદોડ અને સ્ટ્રેસથી ભરેલી જિંદગીમાં આપણે ગુસ્સાને નાક પર લઇને જ ફરતા હોઇએ છીએ. કંઇ નાનકડી વાત થઇ અને આપણું મગજ છટકી જાય છે.

એટલું જ નહીં ધણીવાર અમુક લોકો ગુસ્સા પર કાબુ મેળવા માટે યોગ, થેરપી જેવી અનેક પદ્ધતિઓ પણ અપનાવતા હોય છે. વધુમાં કેટલાક લોકોને એટલો બધો ગુસ્સો આવે છે કે તેમને તે સમયે સંભાળવા આસપાસના લોકો માટે અશક્ય બની જતું હોય છે.

તો જો તમને કે તમારા પરિવારના કોઇ વ્યક્તિને અતિશય ગુસ્સો આવતો હોય અને અનેક પ્રયત્ન કરવા છતાં કોઇ નિરાકણ આ મળતું હોય તો તમે આ જ્યોતિષ ટિપ્સ પણ ટ્રાય કરી શકો છો. આજે અમે તમને રાશિ મુજબ ગુસ્સો આવે તો શું કરવું તે જણાવીશું. જુઓ આ ફોટોસ્લાઇડર...

મેષ

મેષ

તમે મંગળ પ્રધાન જાતક છો. માટે તમે સામાન્ય પણે ગુસ્સો નથી જ કરતા. પણ જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે પ્રચંડ આવે છે. જો તમે મંગળવારના વ્રત કરીને હનુમાનજીની અર્ચના કરો તો તમને અનેક ફાયદા થઇ શકે છે.

વૃષભ

વૃષભ

આ રાશિના લોકોએ પોતાના ગુસ્સાને કાબુ કરવા માટે અંકુરિત લીલા મગ અને વરિયાણીનું સેવન રોજ કરવું જોઇએ. વધુમાં તેમણે ગણેશજીની આરાધના કરવી જોઇએ.

મિથુન

મિથુન

આ રાશિના જાતિકોએ સફેદ વસ્તુઓનું વધારે સેવન કરવું જોઇએ. જેનાથી તેમનું મન શાંત રહેશે. વધુમાં તમારે માં દુર્ગાની ઉપાસના કરવી જોઇએ.

કર્ક

કર્ક

આ રાશિના લોકોએ ધ્રુમ-પાનનું સેવન ના કરવું જોઇએ. વધુમાં મંગળવારે તો બિકલુક પણ ધ્રુમપાન ના કરવું જોઇએ. મીઠી વરિયાણીનું સેવન કરો. અને કાર્તિકેય સ્વામીની સ્તૃતિ કરો.

સિંહ

સિંહ

તમારો પંચમેશ ગુરુ છે. માટે ગુરુવાળે પીળી વસ્તુઓનું સેવન કરો. કેસરનું તિલક રોજ લલાટ પર કરો. ગર્મ વસ્તુઓ ઓછી ખાવ. અને વિષ્ણુજીની સ્તૃતિ કરો.

કન્યા

કન્યા

તમારો પંચમેશ શનિ ગ્રહ છે. શનિવારે તમારે કાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ અને કાળા કપડા ન પહેરવા જોઇએ. વધુમાં હનુમાન ચાલીસા કરવાથી લાભ થશે.

તુલા

તુલા

ચંદનનું તિલક કરો. શિવાષ્ઠકના પાઠ કરો. જેથી ગુસ્સા પર નિયંત્રણ આવશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ કાચા દૂધમાં થોડું દહીં અને કેસર મેળવી તેનું તિલક કરવું જોઇએ. સરસ્વતી દેવીની પૂજા અર્ચના કરવાથી પણ લાભ થશે.

ધનુર

ધનુર

આ જાતિના જાતકો સવારે પ્રાણાયમ કરવું જોઇએ. વધુમાં તીખુ તળેલું ઓછું ખાવું જોઇએ. સુવા પહેલા ડોલમાં પાણી ભરીને તેમાં 30 મિનિટ સુધી પગ રાખો. કુષ્ણજીની આરાધના કરો.

મકર

મકર

આ રાશિ વાળા લોકોએ ફાસ્ટ ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઇએ. વધુમાં લીલા શાકભાજી વધુ ખાવા જોઇએ. લક્ષ્મીજીની આરાધના કરો.

કુંભ

કુંભ

જો તમે ગુસ્સાનો શિકાર હોવ તો પહેલા તો વાસી ખોરાક ખાવાનું ટાળો. વધુમાં કોળું, અરબી, મેદા, ડાલડા, ઉડદની દાળ, રાજમા અને છોલે જેવી વસ્તુઓ ખાવાનું બંધ કરો. દરરોજ એક લીલી ઇલાયચી ખાવ.

મીન

મીન

સોમવારનું વ્રત કરો. અને ગજેન્દ્ર મોક્ષના પાઠ કરો. મીઠાઇ અને મીઠાનું સેવન ઓછું કરો. લસણ અને ડુંગળીનું પણ સેવન ઓછું કરો.

English summary
A person who have pride, ego they easily become angry. Also children who are more emotional they also become angry. Here are some astrology Tips To Control Anger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X