For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંતાન વિહોણા રહેવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે

જ્યોતિષ પ્રમાણે વ્યક્તિને સંતાને લગતી મુશ્કેલીઓ આવે તો સમજી લેવું કે વ્યક્તિની જન્મ કુંડળીમાં પિતૃદોષ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દરેક દંપતિ એક ઉત્તમ સંતાન ઈચ્છે છે. દાંપત્ય જીવન ત્યારે જ સફળ ગણાય કે જ્યારે તેમને ત્યાં બાળકનો જન્મ થાય. વડિલો પણ હંમેશા તેમને એવા જ આશિર્વાદ આપતા હોય છે. જો કે ઘણી વાર એવું જોવા મળે છે કે કેટલાક દંપતિઓ સંતાનવિહોણા રહી જાય છે. પત્નીને વાંરવાર ગર્ભપાત થતો રહે અથવા સંતાન થતું જ ન હોય કે પછી જન્મ થયા બાદ તે બિમારીઓથી ઘેરાયેલું રહેતું હોય, ઘણા દંપતિને ત્યાં સંતાન થઈને મૃત્યુ પામતુ હોય છે. આ તેમના માટે સૌથી દુખદ ઘટના છે. પણ શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે ? શા માટે દંપતિઓ સંતાન વિહોણા રહી જતા હોય છે અથવા શા માટે બાળક હંમેશા બિમાર રહે છે અથવા શા માટે સંતાન જન્મ્યાબાદ મૃત્યુ પામે છે. જ્યોતિષ શાસ્ત્ર તેનું કારણ અને તેનું નિવારણ બંને જણાવે છે.

કુંડળીમાં પિતૃદોષ

કુંડળીમાં પિતૃદોષ

જ્યોતિષ પ્રમાણે વ્યક્તિને સંતાને લગતી મુશ્કેલીઓ આવે તો તો વ્યક્તિની જન્મ કુંડળીમાં પિતૃદોષ હોય છે. સંતાન સિવાય પણ ઘણી વાર જોવા મળે છે કે વ્યક્તિના લગ્નમાં પણ મુશ્કેલી આવે છે. તે પોતાના જીવનમાં કોઈ કામ સરખી રીતે કરી શકતો નથી, હંમેશા આર્થિક તંગી રહ્યા કરે છે. આ તમામ ઘટનાઓ પાછળ જવાબદાર છે પિતૃદોષ.

પિતૃદોષનું કારણ

પિતૃદોષનું કારણ

  • જન્મકુંડળીમાં પિતૃદોષ છે કે નહિં, તે ગ્રહોની સ્થિતિ જોઈને જાણી શકાય છે.
  • પિતૃદોષ સૂર્ય અને રાહુની યુતિને કારણે બને છે. કુંડળીમાં પંચમ સ્થાન સંતાનનું હોય છે. જ્યારે પંચમ સ્થાનમાં સૂર્ય અને રાહુ સાથે બેઠા હોય.
  • નવમ સ્થાન ધર્મ સ્થાન હોય છે. જ્યારે આ સ્થાનમાં સૂર્ય અને રાહુ સાથે બેઠા હોય.
  • એકલો રાહુ પંચમ અને નવમમાં હોય અને સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો પિતૃદોષ મનાય છે.
  • રાહુ લગ્ન કે દ્રિતિય સ્થાનમાં હોય અને તેની સાથે કોઈ શુભ ગ્રહ ન હોય તો કે શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો.
  • નવમ સ્થાન પિતૃઓનું હોય છે. જો એ સ્થાન પાપ ગ્રહોથી દૂષિત હોય તો પિતૃદોષ બને છે.
  • નવમ સ્થાનનો માલિક રાહુ અને કેતુથી ગ્રસ્ત હોય તો પણ પિતૃદોષનું કારણ બને છે.
  • કેવી રીતે જાણશો પિતૃદોષ છે?

    કેવી રીતે જાણશો પિતૃદોષ છે?

    પિતૃદોષ સૌથી વધારે સંતાનને લગતી સમસ્યાઓ પેદા કરે છે. દંપતિને સંતાન ન થતું હોય, સ્ત્રીનો વાંરવાર ગર્ભપાત થઈ જતો હોય, સંતાન જન્મ્યાબાદ વારંવાર બિમાર પડતુ હોય, સંતાનનું મૃત્યુ થઈ જતુ હોય, લગ્ન ન થતા હોય, સગાઈ વારંવાર તૂટી જતી હોય, દાપત્યજીવનમાં હંમેશા તનાવ રહેતો હોય, છુટાછેટા સુધીની નોબત આવી જતી હોય, કુટુંબ હંમેશા મુશકેલીઓથી ઘેરાયેલું રહેતું હોય, કોર્ટને લગતા મુદ્દાઓ ચાલ્યા કરતા હોય તો સમજી જવું કે પ્રતૃદોષ છે.

    પિતૃદોષને નિવારવા શું કરશો ?

    પિતૃદોષને નિવારવા શું કરશો ?

    કુંડળીમાં પિતૃદોષ ત્યારે થાય છે કે જ્યારે કુટુંબની કોઈ મૃત વ્યક્તિની ઈચ્છા અધુરી રહી ગઈ હોય અથવા વાયદો કરવા છતાં તે પૂરોં ન કર્યો હોય. મૃત્યુ થયા બાદ પરિજનોનું ક્રિયાકામ સરખી રીતે ન કરવામાં આવ્યુ હોય, કે શ્રાધ્ધ ન કરવામાં આવતું હોય તો પિતૃદોષથી હેરાન થવાય છે.

    પિતૃદોષમાંથી મુક્તિ

    પિતૃદોષમાંથી મુક્તિ

    • સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડની થડમાં એક જનેઉ રાખો અને જનેઉને ભગવાન વિષ્ણુંનું નામ આપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા 108 પરિક્રમા કરો અને દરેક પરિક્રમા વખતે એક એક મિઠાઈ જરૂર મુકો. પરિક્રમા પૂરીં થતા પીપળના વૃક્ષ અને વિષ્ણુ ભગવાનથી ક્ષમા પ્રાર્થના કરો. તેનાથી પિતૃદોષ શાંત થશે.
    • શ્રાવણ મહિનામાં વડનું વૃક્ષ વાવો અને તેને નિયમિત પાણી ચઢાવો.
    • શિવલિંગ પર નિયમિત જળ અને બિલિપત્ર અર્પણ કરો.
    • જરૂરિયાત હોય તેવા લોકોને અન્ન અને વસ્ત્ર દાન કરો. +
    • કુટુંબના વડિલોની સેવા કરો. વૃધ્ધાશ્રમમાં દાન કરો.
    • સોમવારનું વ્રત કરો.
    • રુદ્રાઅષ્ટકનો નિયમિત પાઠ કરો.
    • પિતૃઓને યાદ કરી બ્રાહ્ણણને દાન કરો.
    • શ્રાધ્ધ પક્ષમાં નિમિત તર્પણ અને પિંડદાન કરો.
    • દુર્ગા સપ્તશતીમાં બતાવેલ દેવી કાળકા સ્ત્રોતનો પાઠ કરો.
    • ત્ર્યંબકેશ્વર, નાસિકમાં નારાયણબલિ પૂજા કરાવવામાં આવે છે.

English summary
Child conception is one of the most beautiful things to happen for a woman, here is Astrology Tips to get Pregnant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X