For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇચ્છો છો કે તમારું પણ પોતાનું ઘર હોય? અજમાવો જ્યોતિષ ટિપ્સ

By Desk
|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ નોકરી, ધંધા પાછળ આટલી ભાગદોડ કેમ કરી છે? કે જેથી કરીને તેના અને તેના પરિવારના માથે એક છત મળે. તેની પાસે પોતાનું કહી શકાય તેવું એક ઘર હોય. જ્યાં તે જીવનભર કામ કરીને શાંતિથી તેની છેલ્લી જીંદગી પસાર કરી શકે.

જો કે આ મોંધવારીના સમયમાં પોતાનું ઘર ખરીદવું કે મેળવવું બન્ને વાત મુશ્કેલીઓથી ભરેલી લાગે છે. કારણ કે ખરીદવા માટે પણ મોટી રકમ હાથમાં હોવી જરૂરી છે. અને કદાચ આ બધુ આવી પણ જાય તો યોગ્ય જગ્યા, વિસ્તાર તે બધુ મળવું મુશ્કેલ બની જાય છે. ત્યારે જ્યોતિષ મુજબ જે લોકો પોતાનું ઘર વસાવવાના સપના જોતા હોય છે તે આ જ્યોતિષ ટિપ્સ અપવાની શકે છે. જેથી કરીને તેના પોતાના ઘર બનાવાની તકો ઉજ્જવળ થઇ શકે.

શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર?

શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર?

જો લોકોને પોતાનું ઘર બનાવવું હોય તેમને સવારે નાહીને ગણેશજીની મૂર્તિને લાલ રંગના ફૂલ ચઢાવવા જોઇએ. જેથી પોતાના ઘર બનવાની સંભાવના વધી શકે છે.

મંગળવાર

મંગળવાર

વધુમાં મંગળવારે ગણેશજીની મૂતિ પર ધઉં તથા ગોળ ચઢાવવો જોઇએ.

ગાય કે ગરીબોને ભોજન

ગાય કે ગરીબોને ભોજન

મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ ખવડાવાથી કે પછી કોઇ ગરીબને અન્ન દાન કરવાથી પણ લાભ મળી શકે છે.

ઘરનું મંદિર

ઘરનું મંદિર

ઘરના મંદિરમાં એક માટીનું નાનું ઘર લાવીને રાખો અને તેની પૂજા કરો. વધુમાં રવિવારે સરસોના તેલનો દિપક પ્રગટાવો. જેથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય.

દાન કરો

દાન કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમને જો તમારું પોતાનું ઘર જોયતું હોય તો લીમડાની લાકડીથી એક સુંદર ઘર બનાવીને તેને મંદિરમાં દાન કરવાથી પણ તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

English summary
According to the Astrology if you are fallowing some steps you can buy or build your own house soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X