જીવનમાં સમુદ્ધિ જોઇએ છે તો પ્રવેશ દ્વાર પર લગાવો આ વસ્તુઓ!

ઘરમાં પ્રવેશ કરતી વખતે તમારી સામે કઈ વસ્તુ નજરે પડે છે તેને જ્યોતિષ શાસ્ત્રમાં અનેકગણું મહત્વ અપાયુ છે.

By:
Subscribe to Oneindia News

વાસ્તુ શાસ્ત્રમાં જેટલું મહત્વ દિશાઓને આપવામાં આવ્યુ છે તેટલું અન્ય વસ્તુઓને પણ આપવામાં આવ્યુ છે. આ બધામાં ઘરનો પ્રવેશ દ્વાર સૌથી મહત્વનું છે. મુખ્ય દ્વાર કઈ દિશામાં હોવું જોઈએ, તેનો આકાર કેટલો હોવો જોઈએ અને પ્રવેશ દરમિયાન સામે કઈ કઈ વસ્તુઓ નજરે પડે છે તે દરેક વસ્તુઓને મહત્વ અપાયું છે.

આજે અમે તમને જણાવિશું ઘરના પાંચ મુખ્ય દરવાજા વિષે જે ઘરના લોકોનું ભાગ્ય, સુખ-સમૃધ્ધિ, ધન, માન-પ્રતિષ્ઠા નક્કી કરે છે.

મુખ્ય દરવાજે શુભ પ્રતિક લગાવવું

ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાની સાથે દેવી-દેવતાઓના ફોટા, શુભ પ્રતિક ચિન્હ સ્વસ્તિક, ઓમ, લક્ષ્મી પગ ચિન્હ, તુલસીનો છોડ, સુંગંધિત ફુલો જોવા મળે તો તે શુભ છે. જેનાથી ઘરમાં પ્રવેશ કરનારના મનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે. કોઈ દુશ્મન પણ આવા ઘરમાં પ્રવેશે છે તો તે ઉદાર બની જાય છે.

 

 

શસ્ત્રો કે જનાવરના દ્રશ્યો અશુભ

સંબંધો, મિત્રતા, દાંપત્યજીવન, સંતાનો સાથે તાળમેળ માટે આ રીતના પ્રવેશ દ્વાર હોવા અત્યંત શુભ હોય છે. જો મુખ્ય પ્રવેશ દ્વારમાં અંદર આવતાની સાથે શસ્ત્રો, ડરામણા દ્રશ્યો, યુધ્ધના દ્રશ્યો, જંગલી પ્રાણીઓના ફોટા, સિંહ, સાપ જેવા હિંસક જનાવરોના ફોટા કે તેમના પુતળા જોવા મળે તો ઘરના લોકો સંદિગ્ધ હોય છે. એવા દ્રશ્યો ઘરમાં રાખવા અશુભ મનાય છે.

મુખ્ય દરવાજે આ વસ્તુઓ ન મુકવી

જે ઘરોમાં પ્રવેશ કરતા જ ડાબી કે જમણી બાજુ જૂતા ચંપલનું સ્થાન હોય, કોઈ ભારે વસ્તુ મુકેલી હોય અથવા અગ્નિ સ્થાન હોય તો આ દરવાજો શુભ ગણાતો નથી. આવા ઘરમાં રહેનારા લોકો ની વચ્ચે મતભેદ રહ્યા કરે છે અને આર્થિક મુશ્કેલી રહ્યા કરે છે. કુટુંબમાં ભાઈ-બહેનની પરસ્પર બનતી નથી અને તેઓ એકબીજા માટે ષડયંત્ર કરતા રહે છે. તેની વિરુધ્ધ પ્રવેશ દ્વારની અંદર બંને બાજુ ફુલદાની, જળ સ્થાન, મીઠી ઘંટડી હોય તો કુટુંબમાં સુખદ વાતાવરણ જળવાઈ રહે છે.

દરવાજાની સામે સીડીઓ

દરવાજો ખુલતાની સાથે સામે દાદરા હોય તો કુટુંબમાં રહેનારા લોકો ખૂબ ધન કમાવવાની લાલસા રાખે છે અને તે પોતાની મહેનત દ્વારા તેમાં સફળ પણ થઈ જાય છે. જો કે આવા લોકો રિસ્ક લેવામાં ગભરાય છે અને સુરક્ષિત રોકાણને જ પ્રાધાન્ય આપે છે. જે ઘરોમાં મુખ્ય દરવાજાની સામે સીડીઓ હોય અને આ સીડીઓની સંખ્યા ઓછામાં ઓછી હોય તો તેને શુભ માનવામાં આવે છે. વિષમ અંકોમાં સીડીઓ હોય તો વ્યકિત માનસિક રીતે પરેશાન રહે છે.

મુખ્ય દરવાજે કાળો કે લાલ રંગ ન કરવો

મુખ્ય પ્રવેશ દ્વાર લાકડાનો હોય અને તેની બહાર સુરક્ષા માટે એક જાળીવાળો લોખંડનો દરવાજો હોય તો ધ્યાન રાખજો કે તેના પર ક્યારેય કાળો કે લાલ રંગ કરવો નહિં. કાળા અને લાલ રંગથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રોકાઈ જાય છે. જો આમાંથી કોઈ એક રંગ કરી દેવામાં આવ્યો હોય તો તેની સામે એક અરીસો મુકી દેવો. તેનાથી નકારાત્મક ઉર્જા પરિવર્તિત થઈ જાય છે. કાળા કે લાલને બદલે ક્રિમ કે આછો લીલો રંગ કરવો જોઈએ. તેનાથી ઘરમાં રહેનારા લોકોના મન પ્રસન્ન રહે છે.

ઘરનું મુખ્ય દ્વાર હંમેશા બંધ ન રાખવું

જો તમે મુખ્ય દરવાજો હંમેશા બંધ રાખતા હોય તો તે ઠીક નથી. દરવાજો સવાર સાંજ ખોલવો જોઈએ. ખાસ કરીને સવાર સાંજ પૂજાના સમયે મુખ્ય દરવાજો જરૂર ખુલ્લો રાખવો. તેનાથી ઘરમાં શુભતા, સુખ, સમૃધ્ધિ પ્રવેશે છે. જો દરવાજો બંધ રહેતો હોય તો તમે રહસ્યમયી પ્રકૃતિના વ્યકિત છો. આવા ઘરમાં અશુભ ગ્રહોનો પ્રભાવ વધે છે અને વ્યકિતની
ઉન્નતિ અટકે છે.

WHAT OTHERS ARE READING
English summary
Vastu Shastra has great importance for entrance door in a home, as this is the place from where energies, either positive or negative, enter and exit a house
Please Wait while comments are loading...