21 જાન્યુઆરી 2017 : આજનું રાશિફળ

જ્યોતિષ મુજબ આજનો તમારો દિવસ કેવો રહેશે, તે જાણવા વાંચો તમારું દૈનિક રાશિફળ અહીં.

By:
Subscribe to Oneindia News

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી આપીશું. તો જો તમે પણ જાણવા માંગતા હોવ, કે જ્યોતિષ મુજબ આજનો તમારો દિવસ કેવો જશે તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું.

મેષ

મહત્વના નિર્ણયો લેવા માટે આજે સમય સારો છે. જે પણ નિર્ણય લેશો, તેનો તમને લાભ મળશે. પ્રેમ જીવનમાં કેટલાક ફેરફારો આવી શકે છે. નજીકની કોઈ વ્યકિત તમને ગિફ્ટ આપશે, જેનાથી તમે ખુશ થશો. મિત્રો તરફથી મળેલી પાર્ટીમાં હાજરી આપશો.

વૃષભ

કંઈક નવું કરવા માટે પૂરા જોશમાં રહેશો. સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે, કારણ કે અનેક પ્રશ્નોનું આજે નિરાકરણ લાવવું પડશે. પૈસાના અભાવને કારણે તમારા કામ અટકેલા રહેશે. ચિંતા કરશો નહિં, ધૈર્ય રાખો, જલ્દી જ બધુ બરાબર થઈ જશે.

મિથુન

વડીલો આજે તમને નરમ બનવા સલાહ આપશે. તમે તમારા લક્ષ્ય માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન પરોવી શકશે. માનસિક અશાંતિને કારણે સારા વિચારોનો અભાવ રહેશે. મિત્રો અને પ્રિયજનોની અવગણના કરશો નહિં.

કર્ક

તમારા પ્રેમ અને સામાજીક જીવનમાં એક નવા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. યુવાઓને મળવા માટે, લોકો સાથે વાર્તાલાપ માટે અને પ્રવાસ કરવા માટે સમય સારો છે. ફેરફારો કરવા માટે તત્પર રહેશો. નવો બિઝનસ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય સારો છે.

 

 

સિંહ

કોઈ નવું રોકાણ આજે કરવું નહિં. ઉતાવળા થશો નહિં. કાયદાકીય કામોમાં મુશ્કેલી આવી શકે છે. કોઈ મહેમાન આજે ઘરે પધારશે. પ્રેમ જીવનથી ઉત્તમ આનંદની અનુભૂતિ થશે. ગેરકાયદેસર કામ કરવાથી બચજો.

કન્યા

સામાજીક જીવનને લગતા તમારા ગ્રહો સારા છે. તમારા પ્લાનિંગમાં ફેરફારો થશે. મિત્રો સાથે હરવા-ફરવા જશો. કામની આગળ તમારી તબિયતની અવગણના કરશો. આરામ કરવાનું રાખજો, તમારી તબિયત બગડી શકે છે.

તુલા

લાંબા સમયથી જે કૌટુંબિક પ્રશ્નોથી હેરાન થઈ રહ્યા છો તેને ઉકેલવાનો આજે સમય આવી ગયો છે. નાની યાત્રા કરશો જેમાં ઘણી સારી રાશિ પણ ખર્ચ થશે. ખર્ચા પર નિયંત્રણ રાખજો. તમારી કિમતી વસ્તુઓ સાચવજો, કારણ કે આજે તમારો ફોન ખોવાઈ શકે છે.

વૃશ્ચિક

આજે કંઈક નવું કરવાની ઈચ્છા જાગશે. બૌધ્ધિક કામો માટે સમય સારો છે. સામાજીક કામોથી પોતાની જાતને દૂર રાખજો. વિરુધ્ધ લિંગની વ્યકિત તરફ આકર્ષણ જાગશે. સાવધાન રહેજો, સંયમથી કામ લેજો.

ધન

વધુ મિલનસાર રહેશો. નવા સંબંધોમાં જોડાઈ શકો છો. જે ટૂંક સમયમાં જ લગ્નસંબંધમાં પરિણમી શકે છે. આરોગ્યને લગતી મુશ્કેલી આવી રહ્યા કરશે. અનેક પ્રશ્નોને કારણે ચિંતામાં રહેશો, જે બીજા દિવસે પણ તમને હેરાન કરશે.

મકર

માનસિક અશાંતિ રહેશે. ખાસ કરીને બિઝનસને લગતા મહત્વના નિર્ણયો લેવાથી બચજો. કંઈ પણ નવું કરવાથી બચજો. તમારી વ્હાલી વ્યકિતને મળવા જશો. તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે અડીખમ રહેશો.

કુંભ

નજીકની કોઈ વ્યકિત કે બિઝનસમાં નાણાકીય લાભ થઈ શકે છે. કોઈ પ્રવાસ કે રોકાણ કરવાથી બચજો. દિવસના અંતે તમારા પ્રેમી સાથે રોમેટિંક સાંજ વિતાવશો. નવા વિચારો સુઝશે. શરીરને આરામ આપજો, નહિંતર તમારી તબિયત બગડી શકે છે.

મીન

કામનો બોજો વધુ રહેશે, તેમ છતાં ભરપૂર ઉત્સાહથી આગળ વધતા જશો. દ્રઢસંકલ્પને કારણે તમે કોઈ પણ મોટી મુશ્કેલી પાર કરી લેશો. નાણાકીય પ્રશ્નોને કારણે હેરાન રહેશો. સંયમ રાખજો, અને ધીરજથી કામ લેજો. પ્રેમી સાથે સમય વિતાવી રાહત મેળવશો.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
Please Wait while comments are loading...