For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો સપનામાં દેખાય આ સંકતો જો સમજી લેજો મૃત્યુનો છે સંકેત!

વ્યક્તિને આવનારા સ્વપ્ન તેના મૃત્યુનો સંકેત પહેલેથી આપી દે છે, આવો જાણીએ આ સ્વપ્નો કયા કયા હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઉંઘમાં આવનારા સપના શુભ અને અશુભ સંકેતો આપે છે. કોઈ વ્યક્તિ જલ્દી મરવા નથી ઈચ્છતી. મૃત્યુ એક સાર્વભૌમિક સત્ય છે અને સત્યથી ડરવું જોઈએ નહિં. આ મૃત્યુ વિશેની જાણકારી કેટલીક વાર વ્યક્તિને અગાઉથી મળી જાય છે. કેટલાક સ્વપ્ન વ્યક્તિને તેના મૃત્યુના સમાચાર પહેલેથી આપી દે છે. આવો જાણીએ આ સપના કયા કયા છે.

dream
  • જો તમે સ્વપ્નમાં તમારા ઈષ્ટદેવની પ્રતિમાને તૂટતી કે બળતી જોવો છો તો થોડા સમય બાદ મૃત્યુ થવાની શક્યતા છે.
  • જો કોઈ સ્ત્રી સ્વપ્નમાં પોતાના વાળ સફેદ થતા જોએ તો તેનો પતિ સાથે તનાવ કે વિચ્છેદ થઈ શકે છે.
  • સપનામાં તમે પોતાને કાળા ઘોડા પર કાળા કપડા પહેરેલ નિહાળો તો તે એક અશુભ સંકેત છે. આવી સ્થિતિમાં સ્વપ્ન જોનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે.
  • સપનામાં તમે પોતાને ઝાડ પરથી પડતા જુઓ છો તો રોગથી તમારુ મૃત્યુ થવાની આશંકા હોય છે.
  • જો તમે સપનામાં પોતાના આખા શરીર પર સ્યાહી કે તેલ ચોપડી ગઘેડાની સવારી કરતા જુઓ તો ચોક્કસ તમારુ મૃત્યુ થવાનું છે.
  • જો વ્યક્તિ સપનામાં કોઈ સ્ત્રીનું સ્તનપાન કરે છે, તો તેને કોઈ ગંભીર બિમારી કે મૃત્યુ તુલ્ય કષ્ટ આવી શકે છે.
  • સપનામાં પોતાનું કપાયેલુ અંગ જોવાથી તમારા કોઈ પરિજનના મૃત્યુના સમાચાર મળે છે.
  • જો વ્યક્તિ સપનામાં પોતાને નગારું વગાડતા પોતાનું મુંડન કરાવે, તો તેના કુટુંબમાં કોઈ વૃધ્ધ વ્યક્તિનું મૃત્યુ થાય છે.
  • સપનામાં જો તમે કોઈ યાત્રા કરી રહ્યા હોય તો યાત્રા ટાળી દેવી જોઈએ, કારણ કે આવા સમયે દુર્ઘટના થવાની શક્યતા રહે છે.
  • જો વ્યક્તિ સપનામાં પોતાને હંસતા-નાચતા જુએ, તો તેના પર કોઈ હમલો થવાની આશંકા રહે છે.
  • સપનામાં કોઈ લાલ રંગની સાડી પહેરેલી વ્યક્તિ આલિંગન કરે અને સુકા ફૂલોનો હાર પહેરાવે જો સમજી લેવું કે તે વ્યક્તિના મૃત્યુનો સંકેત છે.
  • જો સપનામાં લાંબા વાળ, લાંબા નખ વાળી નગ્ન સ્ત્રી આવી આલિંગન કરે તો માની લેવું કે તમારી ઉપર મુશ્કેલીઓનો પહાડ તૂટવાનો છે.
  • વ્યક્તિ સપનામાં પોતાને શ્મશાન કે પર્વતના શિખર પર બેસી મદિરાપાન કરતા જુએ તો સમજી લેવું કે આ મૃત્યુનો સંકેત છે અથવા દુર્ઘટનાનો સંકેત છે.
English summary
Dream Interpretation: These signs can tell about your death.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X