For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ, અમરનાથ યાત્રા વિશેની અમરકથાઓ....

અમરનાથની યાત્રા અને આ આ તીર્થ સ્થાન અંગેની પ્રચલિત અમરકથાઓ જાણો અહીં..

By Desk
|
Google Oneindia Gujarati News

કાશ્મીરમાં અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરના હિમાલાયવર્તી ક્ષેત્રમાં છે. જે શ્રીનગરથી લગભગ 141 કિમી દૂર અને 3,888 મીટર(12, 756 ફુટ)ની ઊંચાએ આવેલું છે. આ તીર્થ સ્થળે પહેલગામ અને બાલટામ માર્ગેથી પહોંચી શકાય છે. આજે અમે તમને આ પવિત્ર તીર્થ સ્થળનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલ અમરકથા અંગે જાણકારી આપીશું.

amarnath yatra

અમરનાથ ધામનો ઈતિહાસ

એવું મનાય છે કે, મધ્યકાળ બાદ લોકોએ ગુફાઓને ભુલાવી દીધી હતી. 15મી શતાબ્દીમાં એક ગાડરિયા, બુટ્ટા મલિકે તેની શોધ કરી હતી. એવું કહેવાય છે કે, એક મહાત્માએ બુટ્ટા મલિકને કોલસાથી ભરેલો થેલો આપ્યો હતો. ઘરે પહોંચી જ્યારે તેણે આ થેલો જોયો તો તેમાં સોનાના સિક્કા ભરેલા હતા, તેથી તેના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ખુશ થઈ તે મહાત્માનો આભાર માનવા ગયો, પરંતુ તેને મહાત્મા ક્યાંય મળ્યા નહિં. મહાત્માની જગ્યાએ તેણે એક પવિત્ર ગુફા જોઈ અને તેમાં તેને શિવલિંગના દર્શન થયા. તેણે ગ્રામવાસીઓને આ વિશે જણાવ્યું. ત્યારથી આ ગુફા તીર્થયાત્રાનું એક પવિત્ર સ્થળ બની ગયું.

બીજી કથા

એવું પણ કહેવાય છે કે, ઘણા સમય પહેલાં કશ્મીર ઘાટી જલમગ્ન થઈ ગઈ હતી. કશ્યપ મુનિએ અનેક નદીઓ અને નાળા દ્વારા તેનું પાણી કાઢ્યું હતું. જ્યારે પાણી ઉતરી ગયું, તો ભૃગુ મુનિએ ભગવાન અમરનાથના સૌથી પહેલાં દર્શન કર્યા. ત્યાર બાદ લોકોએ લિંગ વિશે સાંભળ્યુ, તો તેમણે તેને ભગવાન ભોળાનાથનું સ્થાન બનાવી દીધું અને ત્યારથી દર વર્ષે લાખો લોકો આ સ્થાને તીર્થ યાત્રા કરવા લાગ્યા.

અમરનાથ યાત્રાની સુરક્ષા

આ યાત્રા કુશળ-મંગળ પાર પડે એ માટે ઘણી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે આ યાત્રા ઘણી અઘરી છે. તીર્થ સ્થાન સુધી પહોંચવા માટે યાત્રીઓને અનેક દુર્લભ રસ્તાઓ પરથી પસાર થવાનું રહે છે. આ યાત્રા દરમિયાન રાજ્યના મોટી સંખ્યાના કર્મચારીઓને કામે લગાડવામાં આવે છે, જેથી તેઓ આ નાગરિકો માટે આ ધાર્મિક યાત્રા અને ચિકિત્સા સુવિધાઓની વ્યવસ્થા કરી શકે.

English summary
Militants are planning to target 100 policemen and as many pilgrims participating in the Amarnath Yatra which will begin from Jammu on Wednesday amid the highest-ever multi-tier security setup, according to intelligence reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X