For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશિ પ્રમાણે જાણો તમારે માટે કયું રત્ન ધારણ કરવું શુભ છે?

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક રાશિનો એક રત્ન હોય છે જેને ભાગ્ય રત્ન કહે છે. રાશિ પ્રમાણે રત્ન પહેરવાથી ભાગ્યમાં વૃધ્ધિ થાય છે અને જીવનમાં સફળતા મળે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રત્નોનો આપણા જીવન પર ભારે પ્રભાવ પડે છે. જ્યોતિષ પ્રમાણે આપણું ભાગ્ય રાશિ પર આધાર રાખે છે. ભવિષ્યમાં આપણું જીવન કેવું હશે, આપણું વર્તન, સ્વભાવ; આ તમામ બાબતો આપણી રાશિ પર આધાર રાખે છે. રત્નોની જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. જન્મ સમયે સૂર્ય જે રાશિમાં સ્થિત હોય છે તે જ તે વ્યકિતની રાશિ ગણાય છે.

જ્યોતિષ પ્રમાણે દરેક રાશિનો એક રત્ન હોય છે, જેને ભાગ્ય રત્ન કહે છે. રાશિ પ્રમાણે રત્ન પહેરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સફળતા મળે છે. તો તમે પણ જાણો તમારી રાશિ પ્રમાણે તમારે કયો રત્ન ધારણ કરવો જોઈએ.

sunsigns

રાશિ પ્રમાણે તમે તમારું ભાગ્ય રત્ન ધારણ કરી શકો છો પણ ધ્યાન રાખો કે દરેક વસ્તુ નકારાત્મક અને સકારાત્મક બંને પ્રભાવ આપે છે. પરિણામે કોઈ પણ રત્ન ધારણ કરતા પહેલાં કોઈ સારા જ્યોતિષાચાર્યને પોતાની કુંડળી જરૂર બતાવી લેજો.

મેષ : ડાયમંડ

જ્યોતિષ પ્રમાણે મેષ અગ્નિ તત્વની રાશિ છે અને તેનો રત્ન ડાયમંડ છે. મેષ રાશિના લોકોના નકારાત્મક અને સકારાત્મક સ્વભાવ પર આ રત્ન અસર કરે છે.

વૃષભ : પન્ના

આ રાશિનો સ્વામી શુક્ર છે અને તેનો ભાગ્ય રત્ન પન્ના છે. આ રાશિના જાતકો પર પન્ના રત્નનો શુભ પ્રભાવ પડે છે. વૃષભ પૃથ્વી તત્વની રાશિ છે અને પન્ના રત્ન તેમને સંતુલન પ્રદાન કરે છે.

મિથુન : મોતી

રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન છે અને તે દ્વિસ્વભાવ રાશિ છે. આ રાશિનો સ્વામી બુધ છે અને તેનો રાશિ રત્ન મોતી છે. મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને તેમના સંબંધો પર મોતી રત્નનો સકારાત્મક પ્રભાવ પડે છે.

કર્ક : માણેક

જ્યોતિષ ગણના પ્રમાણે માણેક રત્ન કર્ક રાશિના લોકોના સ્વભાવ, સંબંધો અને આર્થિક મુદ્દાઓ પર અસર કરે છે. માણેક કર્ક રાશિના લોકોને સફળતા અપાવે છે.

સિંહ : પેરીડૉટ

સિંહ રાશિના જાતકો ખૂબ જ ઓજસ્વી હોય છે. સિંહ રાશિનો સ્વામી શુક્ર છે, જે સફળતાનો કારક છે અને તે અગ્નિ તત્વ રાશિ છે. તેનો રાશિ રત્ન પેરીડૉટ છે. નરમ સ્વભાવ વાળા કર્ક રાશિના જાતકો ઈમાનદાર અને મદદગાર હોય છે. પેરીડૉટ રત્ન આ રાશિના સંબંધો પર શુભ અસર પાડે છે.

કન્યા : નીલમ

રાશિનો ભાગ્ય રત્ન નીલમ છે. ચળકદાર વાદળી રંગનો આ રત્ન જોવામાં એકદમ ચળકાટવાળો હોય છે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ રત્ન પોતાનો સકારાત્મક અને નકારાત્કમ પ્રભાવ પાડે છે. કન્યા રાશિના લોકોને જીવનમાં એક નવી દિશા આપવામાં નીલમ રત્ન મહત્વની ભૂમિકા ભજવે છે.

birthstones

તુલા : ઓપલ

તુલા રાશિના લોકો તુલનાત્મક સ્વભાવના હોય છે. આ રાશિનો સ્વામી શુક્ર છે અને તે વાયુ તત્વની રાશિ છે. તુલા રાશિના જાતકો આકર્ષક અને સંચારક હોય છે. આ રાશિનો ભાગ્ય રત્ન ઓપલ છે. રાશિ રત્નમાં જાતકનું વર્તન અનુકૂળ કરવાની શક્તિ હોય છે. ઓપલ રત્ન ધારણ કરવામાં તુલા રાશિના જાતકોને ઘણો ફાયદો થાય છે.

વૃશ્ચિક : ટોપાઝ

આ રાશિ જળ તત્વની રાશિ છે, પરિણામે તેમનો સ્વભાવ શાંત હોય છે. વૃશ્ચિક રાશિનો ભાગ્ય રત્ન ટોપાઝ છે. આ રાશિના જાતકોની પર્સનાલીટી આકર્ષક હોય છે અને તે મહેનત કરવામાં પાછા પડતા નથી. વૃશ્ચિક રાશિના લોકો સ્વભાવે લાગણીશીલ હોય છે અને તેમની આ ખામી પર નિયંત્રણ લાવવાનું કામ કરે છે ટોપાઝ. તેમાં ચિકિત્સાગુણ પણ છે, જેનાથી પહેરનારી વ્યકિતનું આરોગ્ય સારુ રહે છે.

ધન : ફિરોઝા

અગ્નિ તત્વ ધરાવતી રાશિ ધનનો રાશિ રત્ન ફિરોઝા છે. ફિરોઝામાં અનેક ચિકિત્સા ગુણો છે જે ધન રાશિના લોકોના આરોગ્યનું ધ્યાન રાખે છે. જો કોઈ ધન રાશિની વ્યક્તિનું આરોગ્ય ખરાબ રહેતું હોય તેમણે આ રત્ન ધારણ કરવો જોઈએ.

મકર : ગારનેટ

ગારનેટ, જેને રક્તમણી પણ કહેવાય છે. ક્રિસ્ટલ પ્રકૃતિના આ રત્નમાં વિવિધ ગુણો સમાયેલા છે. આ રત્ન ધારણકર્તા પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રભાવ પાડી શકે છે.

કુંભ : એમિથિસ્ટ

જળ તત્વની આ રાશિનો સ્વામી અરુણ ગ્રહ છે. આ રાશિનો ભાગ્ય રત્ન એમિથિસ્ટ છે. આ રત્ન કુંભ રાશિના જાતકોને સંતુલન પ્રદાન કરે છે. જળ તત્વની રાશિ હોવાને કારણે કુંભ રાશિના જાતકોને અગ્નિ રાશિના જાતકો સાથે સારું બને છે.

મીન : એક્વામરીન

આ રાશિ જળ તત્વની રાશિ છે. જેને કારણે આ રાશિનો સ્વામી ગ્રહ વરુણ છે. આ રાશિના લોકો અત્યંત લાગણીશીલ હોય છે, જેને કારણે તેમણે જીવનમાં ઘણું બધુ સહન કરવાનું આવે છે. એક્વામરીન સ્ટોન તેમના આ સ્વભાવને નિયંત્રણમાં રાખી સુખ પ્રદાન કરે છે. એક્વામરીન સ્ટોન પહેરવાથી વ્યકિતનું આરોગ્ય સારું રહે છે.

English summary
There is very eagerness regarding to know about your birthstones. The stones are generally related to our Zodiac Sign and there is a lot of benefits of wearing it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X