કુંડળીના સાત અશુભ યોગ, જે બરબાદ કરી શકે છે તમારુ જીવન!

કુંડળીમાં શુભ ગ્રહો પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ કે શુભ ગ્રહોથી વધારે પ્રબળ અશુભ ગ્રહોના રહેવાને કારણે દુર્યોગોનું નિર્માણ થાય છે.

By:
Subscribe to Oneindia News

કુંડળીમાં શુભ અને અશુભ એવા બંને યોગ હોય છે. જો શુભ યોગોની સંખ્યા વધારે હોય તો સાધારણ પરિસ્થિતિમાં જન્મ લેનારી વ્યક્તિ પણ ધની, સુખી અને પરાક્રમી બની જાય છે, પણ જો અશુભ યોગ વધારે પ્રબળ હોય તો વ્યક્તિ લાખો પ્રયત્નો કરવા છતાં હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. કુંડળીમાં શુભ ગ્રહો પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ કે શુભ ગ્રહોથી વધારે પ્રબળ અશુભ ગ્રહોના રહેવાને કારણે દુર્યોગોનું નિર્માણ થાય છે. આપણી કુંડળીમાં આવા સાત અશુભ યોગો છે જેની અસર અને ઉપાય વિશે આજે જાણીએ.

કેમદ્રુમ યોગ

આ યોગનું નિર્માણ ચંદ્રને કારણે થાય છે. કુંડળીમાં જ્યારે ચંદ્ર દ્રિતિય કે દ્વાદશ ભાવમાં હોય અને ચંદ્રની આગળ અને પાછળના ભાવોમાં કોઈ અપયશ ગ્રહ ન હોય તો કેમદ્રુમ યોગ સર્જાય છે. જે કુંડળીમાં આ યોગ હોય, તેને આખી જીંદગી પૈસાની ખોટ વર્તાય છે. તેના જીવનમાં દરેક પળે મુશ્કેલીઓ આવ્યા કરે છે. પણ વ્યક્તિ પોતાની હિંમતથી તેનો સામનો કરી લે છે. આ યોગની અસર ઘટાડવા માટે ગણપતિ અને લક્ષ્મીની સાધના કરવી. શુક્રવારે લાલ ગુલાબના ફુલથી મહાલક્ષ્મીનું પૂજન કરવું. મિશ્રીનો ભોગ લગાવવો. ચંદ્ર સાથે જોડાયેલ વસ્તુઓ દૂઘ-દહીંનું દાન કરવું.

ગ્રહણ યોગ

કુંડળીના કોઈ પણ ભાવમાં ચંદ્રની સાથે રાહુ કે કેતુ બેઠો હોય તો ગ્રહણ યોગ બને છે. જો આ ગ્રહ સ્થિતિમાં સૂર્ય પણ જોડાઈ જાય તો વ્યક્તિની માનસિક સ્થિતિ બગડી જાય છે. તેનું મગજ અસ્થિર થઈ જાય છે. તે કોઈ એક કામ ટકીને કરી શકતો નથી. નોકરી માટે વારંવાર શહેર બદલ્યા કરે છે. ઘણીવાર જોવા મળે છે કે આવી વ્યક્તિને પાગલપનના દોરા પડે છે. ગ્રહણ યોગની અસર ઓછી કરવા માટે સૂર્ય અને ચંદ્રની આરાધના કરવી જોઈએ. આદિત્ય હદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. સૂર્યને જળ ચઢાવવું જોઈએ. શુક્લ પક્ષમાં ચંદ્રના નિયમિત દર્શન કરવા.

ચાંડાલ યોગ

કુંડળીમાં કોઈ પણ ભાવમાં ગુરુની સાથે રાહુની હાજરી હોવું ચાંડાલ યોગનું નિર્માણ કરે છે. તેને ગુરુ ચાંડાલ યોગ પણ કહે છે. આ યોગની સૌથી વધુ અસર શિક્ષણ અને ધન પર પડે છે. જે વ્યક્તિની કુંડળીમાં ચાંડાલ યોગ હોય છે તે શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ થાય છે અને દેવામાં ડૂબી જાય છે. ચાંડાલ યોગની અસર પ્રકૃતિ અને પર્યાવરણ પર પડે છે. ચાંડાલ યોગમાં રાહત મેળવવા ગુરુવારે પીળી દાળનું દાન કરવું, પીળી મીઠાઈ ગણપતિને ધરાવવી અને પોતે પણ ગુરુવારનું વ્રત કરવું, એક ટાણું ભોજન કરવું અને જમવામાં બેસનની વસ્તુઓનો ઉપયોગ કરવો.

માંગલિક દોષ

મંગળ જ્યારે લગ્ન, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ કે દ્વાદશ ભાવમાં હોય તો કુજ યોગ બને છે. તેને માંગલિક દોષ પણ કહે છે. જે સ્ત્રી કે પુરુષની કુંડળીમાં માંગલિક દોષ હોય તેનું લગ્નજીવન મુશ્કેલી ભર્યુ રહે છે. પરિણામે લગ્ન પહેલા વર-વધુની કુંડળી મેળવવી જરૂરી છે. જો બંનેની કુંડળીમાં માંગલિક દોષ છે તો જ લગ્ન કરી શકાય છે. મંગળદોષને ખતમ કરવા માટે પીપળ અને વડને નિયમિત પાણી ચઢાવવું. લાલ ત્રિકોણ મુંગા તાંબામાં ધારણ કરવું. મંગળના જાપ કરાવા કે મંગળ દોષના નિવારણની પૂજા કરાવવી.

ષડયંત્ર યોગ

જો લગ્નેશ આંઠમાં ઘરમાં બેઠો હોય અને તેની સાથે કોઈ શુભ ગ્રહ ન હોય તો ષડયંત્ર યોગનું નિર્માણ થાય છે. આ યોગ અત્યંત ખરાબ ગણાય છે. જે સ્ત્રી-પુરુષની કુંડળીમાં આ યોગ છે તે પોતાના કોઈ નજીકની વ્યક્તિના ષડયંત્રનો શિકાર થાય છે. દગાથી તેની સંપતિ છીનવી લેવામાં આવે છે. વિપરિત લિંગની વ્યક્તિ તેને ફસાવી શકે છે. આ દોષના નિવારણ માટે શિવ પરિવારનું પૂજન કરવું. સોમવારે શિવલિંગ પર સફેદ આકડાનું ફુલ અને સાત બિલી પત્ર ચઢાવવા.
ભોળાને દૂધથી બનેલી મિઠાઈ ધરાવવી.

ભાવનાશ યોગ

જન્મકુંડળીમાં જ્યારે કોઈ ભાવનો સ્વામી છઠ્ઠા, આઠમાં અને બારમાં ભાવમાં બેઠો હોય તો તે ભાવની દરેક અસર ખતમ થઈ જાય છે. જેમકે, જો ધન સ્થાનની રાશિ મેષ છે અને તેનો સ્વામી મંગળ છઠ્ઠા, આઠમાં કે બારમાં ભાવમાં હોય તો ધન સ્થાનનો પ્રભાવ ખતમ થઈ જાય છે. જે ગ્રહને લઈ ભાવનાશક યોગ બની રહ્યો છે તેને લગતા વારે હનુમાનની પૂજા કરવી. આ ગ્રહને લગતો રત્ન ધારણ કરવો, જેથી ભાવનો પ્રભાવ વધારી શકાય છે.

અલ્પાયુ યોગ

કુંડળીમાં ચંદ્ર પાપ ગ્રહોથી યુક્ત થઈ છઠ્ઠા સ્થાનમાં બેઠો હોય કે લગ્નેશ પર પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય અને તે શક્તિહિન હોય તો અલ્પાયુ યોગનું નિર્માણ થાય છે. જે કુંડળીમાં આ યોગ હોય છે તે વ્યક્તિના જીવનમાં હંમેશા મુશ્કેલી રહે છે. તેની ઉંમર ઘટી જાય છે. કુંડળીમાં બનેલા અલ્પાયુ યોગને ખતમ કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. ખોટા કામોથી દૂર રહેવું. દાન-પુણ્ય કરવું.

WHAT OTHERS ARE READING
English summary
Here is Good and Bad effects in kundali, please have a look. Read here more.
Please Wait while comments are loading...