For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો બજરંગ બલીને પ્રસન્ન કરવાના ઉપાય

શાસ્ત્રો પ્રમાણે માન્યતા છે કે હનુમાનનો જન્મ મંગળવારે થયો હતો, જેને કારણે મંગળવારના દિવસે હનુમાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે

By Desk
|
Google Oneindia Gujarati News

મંગળવારે જન્મેલા મંગળમય ભગવાન મંગળ જ કરે છે. શાસ્ત્રો પ્રમાણે માન્યતા છે કે પવન પુત્ર હનુમાનનો જન્મ મંગળવારે થયો હતો, જેને કારણે મંગળવારના દિવસે હનુમાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વખતે 11 એપ્રિલે મંગળવારે હનુમાન જયંતિ આવી રહી છે અને સાથે જ આ દિવસે ચિત્રા નક્ષણ પણ છે. ચિત્રા નક્ષણ મંગળ ગ્રહના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પરિણામે હનુમાન જયંતિના દિવસે મંગળવાર અને ચિત્રા નક્ષત્રને કારણે શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો જાણીએ આ શુભ દિવસે બજરંગ બલીને ખુશ કરવા કેવા કેવા ઉપાયો કરવા જોઈએ.

hanuman

ચિત્રા નક્ષત્ર

હનુમાન જયંતિના દિવસે ક્ષિતિજ પર ચિત્રા નક્ષત્રનો પ્રભાવ રહેશે. ચિત્રા નક્ષત્રનો સ્વામી મંગળ હોય છે. આ દિવસે મંગળ ગ્રહની ખાસ અસર રહેશે. આ દિવસે હનુમાનનું અનુષ્ઠાન અને પૂજન કરવાથી સાહસ, આત્મબળ, આત્મચિંતન, બલ-બુધ્ધિ અને વિરતામાં વધારો થાય છે. અને તમારા કુટુંબમાં મંગળ જ મંગળ થાય છે.

મંગળવાર

આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. પોલિસ, આર્મી, પીએસી કે અન્ય કોઈ ફોર્સ કે સાહસિક કામોમાં જોડાયેલા લોકોએ હનુમાન જયંતિ પર વિધિ મુજબ પૂજા કરવાથી સાહસ, પરાક્રમ અને બૌધ્ધિક બળમાં વધારો થાય છે. આજના દિવસે જન્મેલ બાળક અત્યંત પરાક્રમી, સાહસી રહેશે. જે કુટુંબનું નામ રોશન કરશે.

Read also : જાણો આખરે શું છે કાલ સર્પ યોગ ? Read also : જાણો આખરે શું છે કાલ સર્પ યોગ ?

હનુમાનને પ્રસન્ન કરવાના ઉપાય

  • આજના દિવસે હનુમાન મંદિર જવું અને પોતાની સાથે એક નારિયેળ લઈને જવું. આ નારિયેળને મંદિરમાં પોતાના માથાથી 7 વખત ઉતારી લેવું અને ત્યારબાદ તે નારિયેળ હનુમાનજીની સામે ફોડી દેવું. આમ કરવાથી તમારા પર આવનારી દરેક તકલિફો દૂર થાય છે.
  • હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પણ કરવું, જે રીતે લગ્ન કરેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે માથામાં સિંદૂર ભરે છે, તે જ રીતે હનુમાનજીને પોતાના સ્વામી શ્રી રામ માટે સિંદૂર લગાવતા હતા. જે ભક્તો હનુમાનજીને સિંદૂર અર્પણ કરે છે, તેમની દરેક ઈચ્છાઓ પૂરીં થાય છે.
  • હનુમાન જયંતિના દિવસે મંદિરમાં એક નારિયેળ પર સ્વસ્તિક બનાવી હનુમાનને અર્પિત કરવું, આમ કરવાથી રોગોનું શમન થાય છે.
  • સવારે કેટલાક પીપળાના પાન તોડી લો અને તે પાન પર લાલ ચંદન અને કુમકુમથી શ્રી રામ લખવું. ત્યારબાદ આ પાનની માળા બનાવી હનુમાનને અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શત્રુઓનું શમન થાય છે અને કેરિયર અને વેપારમાં પ્રગતિ આવે છે.
  • હનુમાનજીની સામે રાત્રે ચારમુખી દિપક પ્રગટાવો આમ કરવાથી તમારા કુટુંબમાં આવનારી દરેક બાધાઓ ખતમ થઈ જાય છે.
  • પીપળાના ઝાડ નીચે બેસીને 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત મનોકામના પૂરી થાય છે.
  • આજના દિવસે વિધિ અનુસાર બજરંગબલીનો શ્રૃંગાર કરી ચોલા ચઢાવવાથી હનુમાનજીની તમારા પર આખા વર્ષ દરમિયાન કૃપા રહે છે.
  • હનુમાન જયંતિના દિવસે મંદિરમાં શ્રી રામચરિત માનસની ચોપાઈનો પાઠ કરવાથી હનુમાન જલ્દી પ્રસન્ન થાય છે.
  • હનુમાન મંદિરમાં પૂરી શ્રધ્ધા સાથે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી ઘર-પરિવાર પર આવનારી મુશ્કેલીમાંથી બચી શકાય છે. દુર્ઘટનામાં હનુમાન તમારી રક્ષા કરે છે.
  • હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને ગુલાબની માળા ચઢાવી પુજારીથી નિવેદન કરવું કે એક ગુલાબ પ્રસાદ રૂપે આપે. તેને લાલ કપડામાં બાંધી પોતાની તિજોરીમાં રાખજો, આમ કરવાથી ઘરમાં હંમેશા ધનની વૃધ્ધિ થાય છે.
English summary
Hanuman Jayanti Special: How to worship lord Hanuman.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X