For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો રક્ષાબંધન પર કેવી રીતે બાંધશો રાખડી

|
Google Oneindia Gujarati News

આજે ભાઈ બહેનનો પિવત્ર તહેવાર એટલે રક્ષાબંધન છે. બહેન ભાઈને રક્ષાના તાંતણા રૂપે ભાઈની રક્ષાની કામના કરતા રાખડી બાંધે છે. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની રાખડી મળે છે. બજારમાં દરેક વસ્તુનું આધુનિકરણ થઈ રહ્યું છે. ભૌતિકવાદી આજના સમયમાં લોકો પરંપરાઓ તો નિભાવે છે, પરંતુ અનેક વૈદિક વિધિઓને નજર અંદાજ કરે છે.

દુર્વા

દુર્વા

દુર્વા ગણેશજીને પ્રિય છે. આપણે જેને રાખડી બાંધીએ છીએ તેના સર્વ વિઘ્નોનો નાશ થાય તેમજ ઘરમાં બરકત થાય. જેવી રીતે દુર્વાના એક બીજમાંથી અનેક દુર્વા ઉગી નીકળે છે. તેવી જ રીતે ભાઈના વંશની પણ વૃદ્ધિ થાય.

અક્ષત

અક્ષત

ચોખામાં હળદર ભેળવીને અક્ષત તૈયાર કરવામાં આવે છે. હળદર દેવગુરૂ બૃહસ્પતિથી સંબંધિત છે. એનો અર્થ થાય છે ગુરૂઓ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય ક્ષત વિક્ષત ન થાય પરંતુ તે હંમેશા અક્ષત રહે.

કેસર

કેસર

કેસરમાં ઉર્જા અને શક્તિ ભરપૂર માત્રામાં હોય છે. કેસરનો સંબંધ પણ બૃહસ્પતિ સાથે છે. કેસરના પ્રયોગથી વ્યક્તિના વ્યક્તિત્વમાં નિખાર આવે છે. અને આખુય વર્ષ બૃહસ્પતિ રક્ષા કરે છે.

ચંદન

ચંદન

ચંદન ઠંડક આપે છે. ચંદનના પ્રયોગથી જીવનમાં સદાચાર અને સંયમની સુગંધ ફેલાય છે. ચંદન તન અને મન બંનેને કાંતિવાન બનાવે છે.

સરસોના દાણા

સરસોના દાણા

સરસોની પ્રકૃત્તિ તીક્ષ્ણ હોય છે. જેનાથી એ સંકેત મળે છે કે સમાજના દુર્ગુણો અને દુષ્ટોથી પાર પડવા માટે આપણે તીક્ષ્ણ બનવું પડશે.

Raksha Bandhan

Raksha Bandhan

આ પ્રકારે આ પાંચ વસ્તુઓથી બનેલી રાખડીને સૌ પ્રથમ પોતાના ઈષ્ટ દેવને સમર્પિત કરો. આ પાંચ વસ્તુઓને રેશમના કપડામાં બાંધીને સિલાઈ કરી લો અને ત્યારબાદ તેને એક દોરામાં બાંધી લો. આ પ્રકારે વૈદિક રાખડી તૈયાર થાય છે. આ પ્રકારે તૈયાર થયેલી રાખડીને શાસ્ત્રોક્ત વિધિથી બાંધવાથી આખુય વર્ષ ભાઈની રક્ષા થાય છે.

બહેનો રાખડી બાંધતી વખતે આ મંત્ર અવશ્ય બોલે

બહેનો રાખડી બાંધતી વખતે આ મંત્ર અવશ્ય બોલે

યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વાં અભિબન્ધામિ રક્ષે મા ચલ મા ચલ.

English summary
The festival of Raksha Bandhan is celebrated on full moon day (Purnima) of Shravan Maas. While tying Rakhi, sister should chant the following mantra for the longevity of her brother.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X