આટલું કરો, માં લક્ષ્મી તમારા પર જરૂર પ્રસન્ન થશે!

દિવાળીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોના મનમાં કુતુહલ વધતુ જઈ રહ્યુ છે કે, એવુ તો શુ કરીએ કે લક્ષ્મી આપણા ઘરમા સ્થાયી રીતે વિરાજમાન રહે.

By:
Subscribe to Oneindia News

દિવાળીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોના મનમાં કુતુહલ વધતુ જઈ રહ્યુ છે કે, એવુ તો શુ કરીએ કે લક્ષ્મી આપણા ઘરમા સ્થાયી રીતે વિરાજમાન રહે. સોપારીમાં નાળાછડી લપેટી માતા લક્ષ્મીની પૂજા કરો. ત્યારબાદ ચોખા, ફુલો, રોલી, હળદરની પુજા કરો ત્યારબાદ તેને ધનના સ્થાને મુકી દો. લક્ષ્મી પુજામાં શ્રી યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નારિયળ વગેરે મુકી વિધિ-વિધાનથી પુજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે છે.

ગંગામાં વિસર્જિત કરેલી અસ્થિઓ આખરે જાય છે ક્યાં?

શ્વેતાર્ક ગણેશની પ્રતિમા ઘરે લાવી માતા લક્ષ્મી સાથે વિધિવત તેનુ પુજન કરવાથી અનેક લાભ થાય છે. માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ અતિપ્રિય છે, પરિણામે દિવાળીના દિવસે દક્ષિણાવર્તી શંખની પુજા કરી તેને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે. વધુ જાણકારી મેળવો નીચેની તસ્વીરોમાં....

હળદરની ગાંઠ

દિવાળીના દિવસે પુજા સમયે એક આખી હળદરની ગાંઠ મુકી પૂજન કરવાથી હંમેશા ઘરમાં ધન વર્ષા થતી રહે છે. ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ રોલી, ચંદન, કેસર, હળદર અને ગંગાજળ મિક્સ કરી 9 ઈંચનો સ્વસ્તિક બનાવવાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખદ વાતાવરણ જળવાઈ રહે છે.

સ્વસ્તિકનુ નિશાન

લક્ષ્મી પુજામાં એક નારિયળને લાલ કપડામાં લપેટી તેના પર સ્વસ્તિક બનાવો અને કળશ પર રાખી તેનુ પુજન કરો. આમ કરવાથી લક્ષ્મીની કૃપા સદૈવ તમારા પર રહેશે. ઉપરાંત દિવાળીના દિવસે તમારા ઘરના દ્વાર, વાહનો, પુજા થાળી ઉપરાંત પુજા સમયે મુકાયેલા નાણા અને ચોપડા પર પણ સ્વસ્તિકનુ નિશાન બનાવવુ જોઈએ.

પીળી કોડી

દિવાળીની રાત્રે સાત પીળી કોડી, રોલી, કંકુ, ચોખા અને ફુલ થી પુજા કરવાથી પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. કોડીની પુજા કર્યા બાદ તેને એક લાલ કપડામાં બાંધી ધંધાના ગલ્લામાં રાખવાથી તમારા વેપારમાં હંમેશા પ્રગતિ થતી રહે છે.

કમળનુ ફુલ

માતા લક્ષ્મી કમળના પુષ્પ પર વિરાજેલા છે. પરિણામે જ્યારે પણ લક્ષ્મીની પુજા કરવામાં આવે ત્યારે-ત્યારે કમળનુ પુષ્પ અતિ આવશ્યક છે. દિવાળીના દિવસે ઘરની સ્ત્રીઓને ગિફ્ટ આપી ખુશ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે.

English summary
How to do Lakshmi Puja on Diwali festival for wealth, money and prosperity. This is easy method of Laxmi Pujan so that everybody can do it very easily in home or office.
Please Wait while comments are loading...