For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વિભિન્ન પ્રકારના અર્ધ્ય અને તેના લાભ

તમે સૂર્ય, ચંદ્ર કે પિપળાને અર્ધ્ય અવશ્ય આપતા હશો, પણ શું તમે જાણો છો કે, અર્ધ્ય આપવાની સાચી રીત કઈ છે અને વિભિન્ન પ્રકારના અર્ધ્યથી કેવા પ્રકારના લાભ થાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

તમે સૂર્ય, ચંદ્ર કે પિપળાને અર્ધ્ય અવશ્ય આપતા હશો, પણ શું તમે જાણો છો કે, અર્ધ્ય આપવાની સાચી રીત કઈ છે અને વિભિન્ન પ્રકારના અર્ધ્યથી કેવા પ્રકારના લાભ થાય છે. આજે અમે તમને જણાવીશું વિવિધ પ્રકારના અર્ધ્ય અને તેનાથી મળતા લાભ.

જાણો સાત મુખી રુદ્રાક્ષની અસરકારકતાજાણો સાત મુખી રુદ્રાક્ષની અસરકારકતા

Importance and Procedure of Giving Water to SUN or Surya ko Arghya Dene ka Mahatva

ગણેશજીને અર્ધ્ય આપવાથી થતા લાભ

જ્યારે પણ તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરો અથવા કોઈ મહત્વનુ કામ કરવા જઈ રહ્યા હોય તેવા સમયે ગણપતિને માટી કે ધાતુ જેવા કે, તાંબા, પીતળના લોટામાં જળ, ચોખા, રોલી, હળદર, ઈત્ર, કંકુ, ચંદન, આખી સોપારી અને રૂપિયાનો સિક્કો નાખી અર્ધ્ય આપવાથી તમારા કામમાં આવનારી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. તમારુ કામ સફળ થાય છે.

પીપળાને અર્ધ્ય આપવાથી થતા લાભ

શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રહો આધારિત પિડામાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત સ્નાન પતાવી પીપળાના વૃક્ષને અર્ધ્ય આપવુ જોઈએ. જેનાથી આવનારી મુશ્કેલીઓમાં રાહત મળે છે.

સૂર્યને અર્ધ્ય આપવાથી થતા લાભ

તાંબાના લોટામાં એક ચપટી કુમકુમ, ચંદન, હળદર, ચોખા અને લાલ ફુલ નાખી ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સૂર્ય દેવને નિયમિત 12 લોટા જળ ચઢાવો. સૂર્યને નિયમિત જળ ચઢાવવાથી પ્રતિષ્ઠા, મન-સન્માન, સરકારી પદ, સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. હાડકાથી જોડાયેલા રોગો, આંખના રોગ, હર્દયના રોગમાં ફાયદો થાય છે.

ચંદ્રને અર્ધ્ય આપવાથી થતા લાભ

પૂર્ણિમાંના દિવસે સંધ્યા કાળે ચંદ્ર ઉદય થયા પછી ચાંદીના પાત્રમાં થોડુ દુધ ભેળવી ચંદ્રને અર્ધ્ય આપવુ. ચંદ્રને અર્ધ્ય આપવાથી મનમાં આવતા તમામ ખોટા વિચારો, ખોટી ભાવનાઓ, અસુરક્ષાની લાગણી ઉપરાંત માતાના સ્વાસ્થ્યને લાભ મળે છે. ચંદ્રને અર્ધ્ય આપવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબુત બને છે.

સંકટા માતાને અર્ધ્ય આપવાથી થતા લાભ

માતા સંકટા લીમડાના વૃક્ષમાં વસે છે. લીમડાના ઝાડમાં સંકટા દેવીનુ ધ્યાન કરી અર્ધ્ય આપવુ અને દીપ પ્રગટાવી મિઠાઈનો ભોગ લગાવવો. ઓછામાં ઓછા 3 મહિના સુધી આ ઉપાય કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારનો દૈવિય પ્રકોપ, ભૂત-પિશાચનો પ્રકોપ સમાપ્ત થાય છે. ઘરનુ કોઈ સભ્ય બિમારીથી પિડિત હોય તો તેમાંથી છુટકારો મળે છે.

તુલસીને અર્ધ્ય આપવાથી થતા લાભ

તુલસી આંગણાની શોભા ગણાય છે. જે ભગવાન વિષ્ણુની પ્રિય પણ છે. તુલસીને નિયમિત જળ ચઢાવવાથી ઘરની દરિદ્રતા નાશ પામે છે અને ભગવાન વિષ્ણુની તમારા ઘર પર કૃપા દૅષ્ટિ રહે છે. જે લોકોના વિવાહમાં મુશ્કેલી આવતી હોય, તે જાતકો નિયમિત તુલસીને જળ ચઢાવી દીવો કરે તો સફળતા મળે છે.

English summary
Sun is the source of energy for the whole universe. We can not imagine even a day without sun. Here is Importance and Procedure of Giving Water to Sun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X