For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિવારે થશે ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ

11 ફેબ્રુઆરીએ થનારું ગ્રહણ ભારત સહિત એશિયા, યુરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકામાં દેખાશે. જેનો સમય ગાળો કુલ મેળવી 4 કલાક અને 16 મિનિટ 27 સેકન્ડ રહેશે. ત્યારે તમામ રાશિ પર ચંદ્રગ્રહણનો શું પ્રભાવ રહેશે વાંચો.

By Desk
|
Google Oneindia Gujarati News

સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ, ખગોળ શાસ્ત્રીઓ માટે આ બંને આકર્ષણનું કેન્દ્ર હોય છે. જ્યારે સામાન્ય લોકોની વાત કરીએ તો તેઓ આ ઘટનાને ભૌગોલિક ઘટના સાથે જોડે છે, જ્યારે ધાર્મિક લોકો તેને ઘર્મ-કર્મ સાથે જોડે છે. વર્ષ 2017માં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થશે. જેમાંનું પહેલું ચંદ્ર ગ્રહણ 11 ફેબ્રુઆરીને થશે. આ એક ઉપચ્છાયા ગ્રહણ છે. ધર્મ શાસ્ત્રોમાં છાયા ગ્રહણ પર સૂતકનો પ્રભાવ નથી હોતો. આ ગ્રહણ હિંદુઓ દ્વારા કરવામાં આવતા કોઈ પણ ધાર્મિક સંસ્કાર માટે માન્ય નથી. ગ્રહણ નીહાળનારા ખગોળ-શાસ્ત્રીઓ માટે આ મહત્વનું નથી. કારણ કે આ એક ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ છે, જે પૂર્ણ ન રહી આંશિક હોય છે.

Read also: વર્ષ 2017માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, કેવી રીતે બચશો દોષથી, જાણોRead also: વર્ષ 2017માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, કેવી રીતે બચશો દોષથી, જાણો

ગ્રહણનો સમય
ગ્રહણનો સમય : 11 ફેબ્રુઆરી 04:04:14 સવારે
અધિકતમ ગ્રહણ : 11 ફેબ્રુઆરી 06:13:49 સવારે
ખંડચ્છાયાયુક્ત ગ્રહણ સમાપ્તિ : 11 ફેબ્રુઆરી, 08:23:25 સવારે
કુલ મેળવી 4 કલાક અને 16 મિનિટ 27 સેકન્ડ સુધી રહેશે.

ગ્રહણ દરમિયાન આ ન કરવું

ગ્રહણ દરમિયાન આ ન કરવું

ક્યાં ક્યાં દેખાશે આ ગ્રહણ
ભારત, યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિક, હિંદ મહાસાગર, આર્કટિક, એન્ટાર્કટિકાના મોટા ભાગના વિસ્તારોમાં દેખાશે.

ગ્રહણ દરમિયાન આ ન કરવું
ચંદ્ર કે સૂર્યગ્રહણ કાળમાં કાતરનો ઉપયોગ ન કરવો, ફૂલો ન તોડવા, વાળ અને કપડા સાફ ન કરવા, બ્રશ ન કરવું, ગાય, ભેંસ અને બકરીનું દૂધ ન કાઢવુ. ભોજન ન કરવું, અપશબ્દોનો ઉપયોગ ન કરવો, યાત્રા ન કરવી, અથવા શયન કરવું વર્જીત ગણાય છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે કાળજી

ગર્ભવતી સ્ત્રીઓ માટે કાળજી

આ ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ પોતાની પાસે નારિયળ રાખે, જેને કારણે વાયુમંડળમાંથી નીકળનારી નકારાત્મક ઉર્જાની અસર તેમના પર ન પડે.ત્યારે આગળ વાંચો 12 રાશિઓ પર આ ચંદ્ર ગ્રહણની શું અસર રહેશે.

મેષ

મેષ

આ રાશિના જાતકોને શારીરિક અને આર્થિક દ્રષ્ટિએ નુકસાન થવાની શક્યતા છે. જોખમ ભરેલા કામો કરવા નહિં. વાહનની ગતિ પર નિયંત્રણ રાખવું.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોને માનસિક રીતે ચિંતા વધશે, જેના ફળસ્વરૂપે તેમનું કોઈ કામમાં મન લાગશે નહિં. જીવનસાથીને શારીરિક પીડા થઈ શકે છે. આવેગો પર નિયંત્રણ રાખવુ.

મિથુન

મિથુન

વધુ ખર્ચા થવાને કારણે કુટુંબમાં તાણ ઉત્પન્ન થઈ શકે છે. સંબંધોને લઈ મન ઉદાસ રહેશે. રોકાયેલા નાણા મળવામાં મુશ્કેલી આવશે.

કર્ક

કર્ક

ધારેલા કામ પૂરા થતા મન પ્રસન્ન રહેશે. ધનલાભ થવાની શક્યતા છે. સમયનું પ્લાનિંગ કરવાનું રાખજો. પ્રિયજનને મળવાનો મોકો મળશે.

સિંહ

સિંહ

કુટુંબનું વાતાવરણ ઉલ્લાસ ભર્યું રહેશે. કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે. નકામી ચર્ચાઓ કરી ઉર્જા વેડફશો નહિં.

કન્યા

કન્યા

કામમાં સતર્ક રહેવાની જરૂર છે. વિના કારણે અપયશ મળશે, પરિણામે સાવધાન રહેજો. નકામી વાતોને વિચારી મન ચિંતામાં રહેશે.

તુલા

તુલા

કૌટુંબિક કલેશને કારણે હેરાન રહેશો. આવકની સરખામણીએ ખર્ચા વધુ થશે. જીવનસાથીના આરોગ્યને લઈ હેરાન રહેશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

કુટુંબમાં કોઈની સાથે બોલા-ચાલી થશે, પરિણામે વાણી પર નિયંત્રણ રાખજો. સાસરી પક્ષની તરફથી મદદ મળવાની શક્યતા છે.

ધન

ધન

જીવનસાથી સાથે મધુર પળો વિતાવશો. આવકમાં વૃધ્ધિ થશે. કૌટુંબિક સુખ-સમૃધ્ધિ વધશે. મન શાંત રહેશે.

મકર

મકર

સંતાનને લઈ ચિંતામાં રહેશો. કોઈ કિંમતી વસ્તુ ચોરાઈ શકે છે. સંબંધોમાં તાણ પેદા થશે.

કુંભ

કુંભ

રોજગારમાં વધુ રોકાણ કરવું નહિ, નહિંતર નુકસાન તમને જ થશે. પિતાને શારીરિક કષ્ટ પહોંચી શકે છે. ઓફિસના કામ પ્રત્યે મન ઉદાસ રહેશે.

મીન

મીન

આર્થિક કામો સફળ રહેશે. જેને કારણે મનમાં સકારાત્મક વિચારો ઉત્પન્ન થશે. મિત્રો તરફથી મદદ અને સુખ મળશે. સંતાનો માટેની ચિંતા ઓછી થશે.

વાંચો

વાંચો

ચંદ્રના જન્મ વિશેની આ પૌરાણિક વાર્તાઓ, તમે નથી જાણતા!ચંદ્રના જન્મ વિશેની આ પૌરાણિક વાર્તાઓ, તમે નથી જાણતા!

English summary
Important facts about Lunar Eclipse of (February 10/11) 2017. Read here its effect on all the sun sing. 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X