For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્માષ્ટમીનો આવો મહાયોગ 8 વર્ષ બાદ આવશે

|
Google Oneindia Gujarati News

આ વર્ષે આજે શનિવારે ભાદ્રપદ કૃષ્ણપક્ષ આઠમને દેશભરમાં મનાવવામાં આવશે. આજના દિવસે એવા ત્રણ યોગ છે જે વર્ષો પછી બન્યા છે. 26 વર્ષ બાદ જન્માષ્ટમી ગુરૂ, સૂર્ય સિંહ સંક્રાતિમાં આવી છે. 20 વર્ષ બાદ સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાયની જન્માષ્ટમી એક સાથે આવી છે. 2 વર્ષ પછી આઠમ, રોહિણી નક્ષત્રમાં આખો દિવસ રહેશે અને ફરી આવો મહાયોગ 8 વર્ષ બાદ 6-9-2023માં આવશે.

જન્માષ્ટમીને તંત્રની ચાર મહારાત્રિઓમાંથી એક માનવામાં આવી છે. આ રાત્રે આઠમ અને રોહિણી નક્ષત્રનું આવવું અતિશુભ માનવામાં આવી રહ્યું છે. આ વખતે આ મહારાત્રિ આવા યોગોને કારણે અતિ શુભ તેમજ સિદ્ધી દાયક હશે. આ યોગોમાં વિશેષરૂપે પૂજાનું અનેરૂ મહત્વ છે.

ઉપવાસનો સંકલ્પ

ઉપવાસનો સંકલ્પ

કોઈ સંકલ્પને લઈને ઉપવાસ રાખો, રાત્રે પણ ભોજન ન કરો. આપનો સંકલ્પ જરૂરથી પૂરો થશે.

સંતાન પ્રાપ્તિ માટે

સંતાન પ્રાપ્તિ માટે

કૃષ્ણ પૂજન અને અભિષેક કરીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવી. ગોપાલ, કૃષ્ણ, રાધા કે વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ અને તુલસી અર્ચન પણ કરવું.

ઘરમાંથી પીડા દૂર કરવા માટે

ઘરમાંથી પીડા દૂર કરવા માટે

ધાણાની પંજરીનો ભોગ લગાવી તેને પ્રસાદ તરીકે વહેચવો. ઈષ્ટ મૂર્તિ, મંત્ર, યંત્રની વિશેષ પૂજા અને સાધના કરવી પણ વિશેષ ફળ આપે છે.

પતિ-પત્નીના પ્રેમમાં વધારો કરવા માટે

પતિ-પત્નીના પ્રેમમાં વધારો કરવા માટે

શ્રી રાધા-કૃષ્ણ બીજ મંત્રનો જપ કરો. કાળા તલ અને ઔષધિયુક્ત પાણીથી સ્નાન કરવું.

ભૂત-પ્રેત અને સંકટો દૂર કરવા

ભૂત-પ્રેત અને સંકટો દૂર કરવા

ભૂત-પ્રેત અને અને ખરાબ શક્તિઓથી ઘરની રક્ષા માટે સુદર્શન પ્રયોગ, રામરક્ષા, અને દેવી કવચનો પાઠ કરો.

English summary
People are celebrating Sri Krishna Janmashtami on Saturday. Here is the detail information of Muhurt and auspicious yog.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X