કરવા ચોથના વ્રતની સંપૂર્ણ વિધિ અને મુહૂર્ત

By:
Subscribe to Oneindia News

પતિના લાંબા આયુષ્ય માટે કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે કરવામાં આવતો વ્રત કરવા ચોથના નામથી ઓળખાય છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખે છે. જે તેમની સહનશક્તિ અને ત્યાગનો પરિચય કરાવે છે. ચાંદમાં પુરુષ રૂપી બ્રહ્માની ઉપાસના કરવાથી તમારા પાપ ખતમ થઈ જાય છે.

આટલું કરો, માં લક્ષ્મી તમારા પર જરૂર પ્રસન્ન થશે!

શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશ, તથા ચંદ્રનુ પુજન

કરવાચોથ વ્રતમાં શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને ચંદ્રમાંની પૂજા કરવામાં આવે છે. ચંદ્રોદય બાદ ચંદ્રને અર્ધ્ય આપી તેની પુજા કરવામાં આવે છે. કરવાચોથના દિવસે ચંદ્રની પુજાનુ ધાર્મિક અને જ્યોતિષ બંને રીતે મહત્વ છે. પુજા પત્યા બાદ માટીના કરવામાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્રી મુકી તમારી સાસુ કે સાસુના ઉંમરના હોય તેમના ચરણ સ્પર્શ કરી તે સામગ્રી તેમને ભેટમા આપવી.

શિવ-પાર્વતીની પૂજા પાછળનુ કારણ

વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી, નવા કપડા પહેરી શૃંગાર કરી તૈયાર થવુ. આ દિવસે કરવામાં આવતી પૂજા-આરાધના સાથે શિવ-પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે. કારણકે, માતા પાર્વતીએ અખંડ તપસ્યા દ્વારા મહાદેવને પ્રાપ્ત કરી અખંડ સૌભાગ્ય મેળવ્યુ હતુ. માટે આ સમયે શિવ-પાર્વતીની પૂજાનુ વિધાન છે.

કરવા ચોથ વ્રતની પૂજન સામગ્રી

કંકુ, મધ, અગરબત્તી, કાચુ દૂધ, ખાંડ, ચોખ્ખુ ઘી, દહીં, મેંદી, મિઠાઈ, ગંગાજળ, ચંદન, ચોખા, સિંદૂર, ચાંદલો, ચૂંદડી, બંગડી, માટી, ચાંદી-સોના કે પિત્તળની ધાતુનો ટોટીદાર કરવો ઢાંકણ સાથેનો, દિવો, રૂ, કપૂર, ઘંઉ, શાકર, હળદર, પાણીનો લોટો, ગૌરી બનાવવા માટે પીળી માટી, લાકડાનુ આસન, ચારણી, આઠ પૂરી, હલવો, દક્ષિણામાં મુકવા માટે પૈસા.

કરવા ચોથ પૂજન વિધિ

નારણ પુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન ગણેશની પુજા કરવી જોઈએ. કરવા ચોથની પુજા કરવા માટે માટી કે સફેદ માટીની લાદી લઈ ભગવાન શિવ, પાર્વતી, સ્વામી કાર્તિકેય, ચંદ્ર અને ગણેશની સ્થાપના કરી તેમની વિધિવત પૂજા કરવી. સાંજના સમયે માતા પાર્વતીની પ્રતિમાના ખોળામાં ગણપતિને બેસાડી તેને લાકડાના આસન પર બેસાડો. માતા પાર્વતીનો સુહાગ સામગ્રીથી શરગાણ કરો. ભગવાન શીવ અને માતા પાર્વતીની આરાધના કરો અને કરવામાં પાણી ભરી પુજા કરો. સૌભાગ્યવતી સ્ત્રિઓએ આખો દિવસ નિર્જળા વ્રત કરી કથા સાંભળવી ત્યારબાદ ચંદ્રના દર્શન કરી પતિ દ્વારા અન્ન અને પાણી ગ્રહણ કરવુ.

કરવા ચોથ સંકલ્પ મંત્ર

વ્રતના દિવસે સવારે વહેલા સ્નાન પતાવી સંકલ્પ લઈ વ્રતની શરૂઆત કરવી. તે માટે ''मम सुखसौभाग्य पुत्रपौत्रादि सुस्थिर श्री प्राप्तये चतुर्थी व्रतमहं करिष्ये। મંત્રનુ ઉચ્ચારણ કરવુ.

પુજા અને ચંદ્રને અર્ધ આપવાનુ મુહુર્ત

પ્રાચીન માન્યતાઓ પ્રમાણે કરવા ચોથના દિવસે સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ જ વ્રત ખોલવામાં આવે છે. વર્ષ-2016 માં કરવા ચોથ 19 ઓક્ટોબરે આવે છે. પુજા માટે શુભ મહુર્ત સાંજે 05 વાગ્યાને 46 મિનિટ થી લઈ 06 વાગ્યાને 50 મિનિટ સુધી. કરવાચોથના દિવસે ચંદ્રને અર્ધ્ય આપવાનો શુભ સમય રાત્રે 08:50 વાગે.

English summary
Karwa Chauth or Karva Chauth Vrat: Muhurut and Pooja Time.
Please Wait while comments are loading...