For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 'દેવઉઠી અગિયારસ', લગ્નની મૌસમ શરુ, જાણો લગ્ન મુહૂર્ત

દેવઉઠી અગિયારસથી લગ્નોની મૌસમ શરુ થઈ જાય છે. માંગલિક કામો કરવા માટેના શુભ મુહૂર્ત જાણો અહી...

By Desk
|
Google Oneindia Gujarati News

નવેમ્બર 2016 ના રોજ દેવઉઠી અગિયારસ છે. આ દિવસ તુલસી વિવાહના નામથી પણ ઓળખાય છે. 4 મહિનાથી બંધ પડેલી લગ્નની સીઝનઆજથી ફરી શરુ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ દિવસથી તમામ માંગલિક કામો ફરી શરુ થઈ જશે. દેવઉઠી અગિયારસ ઉત્તર ભારતમાં ઘણી ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ઘરોમાં શેરડીની પૂજા થાય છે. ઉપરાતં તુલસી-વિવાહ માટે મંડપ સજાવવામાં આવે છે.

marriage

આ દિવસે વહેલા સવારે ઉઠી સ્વચ્છ થઈ નિર્જળા વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ધ્ય આપવુ. સાંજના સમયે શાલિગ્રામ રૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવુ. બીજા દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી વ્રત ખોલવુ.

marriage

તુલસી-વિવાહ
આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુના રૂપ શાલીગ્રામ સાથે થયા હતા. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહે છે. જેને લગતી પુરાણોમાં એક કથા પણ છે. એવુ કહેવાય છે કે,આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના શયન બાદ ઉઠે છે. પરિણામે તેને 'દેવઉઠી અગિયારસ' ના નામથી ઓળખવામાં આવે છે.

marriage

માન્યતા છે કે, જ્યારે હરિ જાગે છે, તો તે પહેલીપ્રાર્થના તુલસીની જ સાંભળે છે. તુલસીના માધ્યમથી જ શ્રી હરિનુ આહવાન કરવામાં આવે છે. આપણા જીવનમાં હર્ષ-ઉલ્લાસ જળવાઈ રહે તે માટે તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવે છે. એવુ મનાય છે કે, જે દંપતિઓને સંતાન પ્રાપ્તિ નથી થતી તેમણે એક વાર તુલસી વિવાહ કરાવી કન્યાદાન જરૂર કરવુ જોઈએ.

marriage

અગિયારસ સહિત નવેમ્બર અને ડિસેમ્બરના લગ્ન મુહૂર્ત
2016 ના છેલ્લા બે મહિના નવેમ્બરમાં અગિયારસ સહિત 8 દિવસ અને ડિસેમ્બરમાં 9 દિવસ લગ્ન મુહૂર્ત છે.
લગ્ન મુહૂર્ત
નવેમ્બર-11, 16, 21, 23, 24, 25, 26 અને 30
ડિસેમ્બર-1, 3, 4, 5, 8, 9, 10, 12 અને 13

જ્યોતિષ પ્રમાણે 2016માં થનારા લગ્ન ઘણા સફળ રહેશે અને પતિ-પત્ની ઘણા ખુશ રહેશે. ઉપરાંત આ વર્ષે ખરીદેલી કોઈપણ મિલકત જાતકને નફો કરાવશે, ત્યાંજ આ શુભ સમયે થયેલુ કોઈપણ કામ સુખ અને શાંતિ લાવશે.

English summary
Prabodhini Ekadashi also known as Devotthan Ekadashi, is the 11th lunar day in the bright fortnight of the Hindu month of Kartik.The end of Chaturmas, when marriages are prohibited, signifies the beginning of the wedding seasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X