પુરુષોનું લલાટ છતું કરે છે તેમનું વ્યક્તિત્વ

Subscribe to Oneindia News

એવું કહેવાય છે કે જે મનુષ્યનું માથુ મોટુ હોય છે, તે હોંશિયાર હોય છે. તમે ઘણી કહેવતો સાંભળી હશે કે વ્યક્તિનું લલાટ જોઈ તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે. વ્યક્તિનું લલાટ જોઈ તે તેના જીવનમાં કેટલો સુખી છે કે, કેટલું જીવશે એ તમામ બાબતોની જાણકારી મેળવી શકાય છે. આજે અમે તેમને કેટલીક આવી જ વાતો જાણાવીશું કે જેના પરથી તમે પણ કોઈનું પણ લલાટ જોઈ વ્યક્તિ વિશેની કેટલીક ખાસ વાતો વિશે અનુમાન લગાવી શકશો.

astrology
  • જે વ્યક્તિનું લલાટમાં સ્વચ્છ, સરળ, ગંભીર, પૂર્ણ તથા સ્પષ્ટ રેખા દેખાય તો તે વ્યક્તિ સુખી અને દિર્ઘાયું હોય છે. છિન્ન-ભિન્ન રેખા દુઃખી અને અલ્પાયુ હોવાનું દર્શાવે છે. લલાટમાં ઉધ્વ રેખા, ત્રિશૂલ અને સાથિયો જણાતો હોય તેને પૈસા, પુત્ર અને સ્ત્રી બધાનું સુખ મળે છે. જેના મસ્તિષ્ક પર રેખા નથી હોતી, તે પુરુષ પૈસાદાર અને દીર્ઘાયુ હોય છે. જેનું લલાટ ઉંડુ હોય તે વ્યક્તિ હત્યા અને જેલનું જીવન જીવે છે. માથાની એક રેખાનું પૂર્ણમાન લગભગ 20 વર્ષ મનાય છે. તેના પરથી જ વ્યક્તિની ઉંમરનો પણ નિર્ણય લઈ શકાય છે. 
  • જે વ્યક્તિનું માથુ ઉપરથી ઉંચુ હોય અને નીચેથી ઝુકેલું હોય તે વ્યક્તિ તેના જીવનમાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. આવા પુરુષો વધુ શિક્ષણ મેળવી ઉચ્ચ મુકામ હાંસલ કરે છે. તેમનું આરોગ્ય સારુ રહેતું નથી. 
  • પહોળુ કપાળ ધરાવનાર પુરુષ વધુ પુત્રોને પ્રાપ્ત કરે છે. જો કે તે કામ-ધંધાને લઈ હંમેશા હેરાન રહે છે. તેમની સંતાન ભાગ્યશાળી મનાય છે. 
  • જે પુરુષનું કપાળ નાનું હોય તે વધુ પુત્રીઓ મેળવે છે. આવા લોકો સખત મહેનત કરીને જ જીવન નિર્વાહ કરી શકે છે.
  • પુરુષના કપાળ પર જેટલી રેખાઓ હોય તેના તેટલા જ ભાઈ-બહેન થવાની શક્યતા છે. જાડી રેખાઓ ભાઈ અને પાતળી રેખાઓ બહેન હોવાનું દર્શાવે છે. 
  • જે વ્યક્તિનું મસ્તક નીચેથી ઉપરની તરફ ઉંચું હોય તે ધૈર્યશીલ, ધનવાન અને બુધ્ધિમાન હોય છે. તે પ્રેમ બાબતે આગળ પડતા હોય છે. તેમનું લગ્નજીવન સરળ અને સુખમય રહે છે. 
  • જે વ્યક્તિના માથે નાનો ચાંદો બનેલો હોય તેવી વ્યક્તિ પર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે. આવા પુરુષો ઉચ્ચ સ્તરના સન્યાસી, ઉપદેશક અને યોગી હોય છે. 
  • જે પુરુષના કપાળની રેખાઓ સ્પષ્ટ ન હોય અને કપાયેલી રેખાઓ જાણાતી હોય તેમનું જીવન સંઘર્ષભર્યુ રહે છે. તેને પોતાનું નહિં પણ તેના દ્વારા બીજાને સુખ મળે છે.
English summary
male face reading forehead reading
Please Wait while comments are loading...