For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આપનો પાર્ટનર કર્ક રાશિનો હશે, તો કેવું રહેશે આપનું લગ્નજીવન

|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે શુક્લ] વૈવાહિક જીવન વિશે ચર્ચા કરતાં અમારી આ સીરીજમાં અમે મિથુન રાશિવાળા જાતકો વિશે વાત કરીશું. જેમ કે મિથુન રાશિના ચિહ્નમાં તમે જોશો કે એક યુવાન દંપત્તિ જોવા મળે છે. જે દ્વિસ્વભાવનું પ્રતિક છે. મિથુન રાશિવાળાઓમાં માયા પાછળ ભાગવાની ભાવનાઓ જોવા મળવી સામાન્ય વાત છે. આ લોકો પોતાના જીવન સાથી અથવા સંગિની પ્રત્યે હંમેશા શક્તિ બનીને પ્રસ્તૃત થાય છે.

મિથુન રાશિવાળા પોતાની બનાવેલી સીમામાં રહીને કાર્ય કરે છે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તેમની રૂચી હંમેશા રહે છે. પરંતુ એક સમસ્યા એ છે કે તેઓ પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે. જો સામેવાળો કોઇ વાત કહે તો તે કલાકો સુધી વિચારે છે, તેમછતાં નિષ્કર્ષ નીકાળી શકતા નથી. સારી વાત એ છે કે આ લોકો ચંચળ સ્વભાવના હોય છે, જો કે તેમના જીવનસાથી સાથે ઝઘડો જલદી થયો નથી. આ લોકો સંશોધક મગજના હોય છે, ક્યારેક જીવનસાથી પર શક કરવા લાગે છે.

અહીં આપણે વાત કરીશું કર્ક રાશિના જાતકોની અને બતાવીશું કે યુવક કે યુવતીમાં જ્યારે કોઇ એક મેષ રાશિનું હોય તો તેના જીવનસાથી સાથે જીવન કેવું રહે છે.

મેષ | વૃષભ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધનુ | મકર | કુંભ | મીન

યુવક કર્ક અને યુવતી મેષ રાશિની

યુવક કર્ક અને યુવતી મેષ રાશિની

કર્ક રાશિના પુરુષ સૌમ્ય સ્વભાવના હોય છે અને તેમને શાંતિથી રહેવું પસંદ હોય છે. મેષની મહિલાઓ ઉગ્ર સ્વભાવની હોય છે. તાત્વિક વિરોધાભાસ હોવાના કારણે સંબંધો સારા નહીં રહે. વિવાહ સંબંધ કરવો યોગ્ય નથી.

યુવક કર્ક રાશિનો અને યુવતી વષભની

યુવક કર્ક રાશિનો અને યુવતી વષભની

આ બન્નેમાં સારી બનશે કારણ કે બંનેમાં તાત્વિક સામ્યતા છે. કર્કનો પુરુષ અને વૃષભની સ્ત્રી પર સમર્પિત રહેશે તો સંબંધ વધુ સારો ચાલશે. વૃષભની સ્ત્રી થોડું ગુસ્સેલ વલણ અપનાવશે. આમની જોડી યોગ્ય રહેશે.

યુવક કર્ક રાશિ અને યુવતી મિથુન

યુવક કર્ક રાશિ અને યુવતી મિથુન

મિથુનની તીવ્ર બુદ્ધિ હંમેશા કર્કના પુરુષના કાર્યોમાં હસ્તક્ષેપ કરશે જેનાથી તકરાર થશે. મિથુનની સ્ત્રીના બેવડા ચરિત્ર્યથી કર્કનો પુરુષ ચિંતિત રહેશે. આ બંનેમાં સારી એવી બની શકે છે, તેમની જોડી ઠીક-ઠીક રહેશે.

યુવક અને યુવતી બંને કર્ક રાશિના

યુવક અને યુવતી બંને કર્ક રાશિના

આ બંનેમાં રાશિઓની તાત્વિક સામ્યતા છે છતાં પણ અંદરોઅંદર મનભેદ બની રહેશે. કર્કની સ્ત્રીઓમાં ચંચળતા વધારે રહેશે અને પુરુષ પરિસ્થિતિઓ અનુસાર પોત પોતાના ઢાલ લેય છે. તેમનો વિવાહ સંબંધ મધ્યમ કહેવામાં આવશે.

યુવક કર્ક અને યુવતી સિંહ રાશિની

યુવક કર્ક અને યુવતી સિંહ રાશિની

કર્કનું જળ તત્વ છે અને સિંહનું અગ્નિ તત્વ છે. આ બંને તત્વ એકબીજાના વિરોધી છે. જેના કારણે બંનેના સ્વભાવમાં જમીન-આસમાનો ફેર રહેશે. કર્ક શાંત તો સિંહની સ્ત્રી ગુસ્સાવાળી હશે. માટે તેમનો એકબીજા સાથે વિવાહ સંબંધ કરવો હિતકર નથી.

યુવક કર્ક અને યુવતી કન્યા રાશિની

યુવક કર્ક અને યુવતી કન્યા રાશિની

કન્યાની સ્ત્રીની સૂઝબૂઝ કર્કના પુરુષને હદશે નહીં. કર્કનો પુરુષ ભાવનાઓમાં વહી જઇને કન્યાને અધીન થઇ જશે. ક્યારેક ક્યારે કર્કની અતિભાવુકતાના કારણે કન્યાની સ્ત્રી નારાજ થઇ શકે છે. કુલ મળીને જોડી ઠીક ઠીક સાબિત થશે.

યુવક કર્ક અને યુવતી તુલાની

યુવક કર્ક અને યુવતી તુલાની

કર્કનો પુરુષ પોતાના વિચારોને યોગ્ય રીતે તુલાની સ્ત્રીને સમજાવી નહીં શકે જે કારણે તુલા નારાજ થશે. તુલા પોતાના સૌંદર્યના લટકા-ઝટકા પણ દેખાડશે જે કર્કને હદશે નહીં. તેમના લગ્ન એવરેજ બની રહેશે.

યુવક કર્ક અને યુવતી વૃશ્ચિક રાશિની

યુવક કર્ક અને યુવતી વૃશ્ચિક રાશિની

આ બંનેનો સંબંધ એક આદર્શ જોડી તરીકે જાણવામાં આવશે. તેમની વિચાર ધારા એક સમાન હશે જેના કારણે સંબંધોમાં મધુરતા બની રહેશે. બંને એકબીજાના પ્રત્યે સમર્પણનો ભાવ રાખશે. ક્યારેક ક્યારેક તેઓ કોઇ ત્રીજી વ્યક્તિને લઇને લડી શકે છે.

યુવક કર્ક રાશિનો અને યુવતી ધનુ

યુવક કર્ક રાશિનો અને યુવતી ધનુ

કર્કનો પુરુષ ધનુની સ્ત્રી પર હાવી થવાની કોશીશ કરશે પરંતુ એ સંભવ નથી. ધનુની સ્ત્રી દરેક કાર્ય પોતાના અનુસાર કરવા ઇચ્છે છે. તેમનો સ્વભાવ હંમેશા વિપરિત રહેશે. તેમના વિવાહ કરાવવા સંભવ નથી.

યુવક કર્ક અને યુવતી મકર રાશિની

યુવક કર્ક અને યુવતી મકર રાશિની

મકરની મહિલા થોડું ઉખડેલું ઉખડેલું વલણ અપનાવશે જેનાથી કર્કનો પુરુષ નિરાશાનો શિકાર બનશે. મકરની સ્ત્રી કર્કને પ્રેમ તો કરશે પરંતુ ફટકાર પણ લગાવતી રહેશે. આ બંનેના સંબંધો યોગ્ય ચાલતા પરંતુ ઘરેલુ વાતોને લઇને ઝઘડા થતા રહેશે.

યુવક કર્ક રાશિનો અને યુવતી કુંભ

યુવક કર્ક રાશિનો અને યુવતી કુંભ

કર્કનો સૌમ્ય સ્વભાવ છે અને કુંભનો ઉગ્ર સ્વભાવ છે. જેના કારણે હંમેશા બંનેમાં ટક્કર થતી રહેશે. આ બંનેના તત્વોમાં વિષમતા છે. માટે માનસિક સુમેળ નહી સધાય. સંબંધ સારા થઇ શકે છે પરંતુ તેના માટે બંનેએ પોતાનામાં સુધાર લાવવાની જરૂર પડશે. વિવાહ સંબંધ કરવું યોગ્ય નથી.

યુવક કર્ક અને યુવતી મીન રાશિની

યુવક કર્ક અને યુવતી મીન રાશિની

બંનેમાં તાત્વિક સામ્યતા છે જેના કારણે સંબંધોમાં મધુરતા બની રહેશે. મીનની મહિલાઓ પરિવારને લઇને ચાલવામાં વિશ્વાસ રાખે છે. કર્કના પુરુષને આ વિચાર ખૂબ સારો લાગે છે. આ જોડી પોતાના મહેનતના દમ પર એક શાનદાર મુકામ હાસિલ કરવામાં સફળ થશે.

યુવતી કર્ક રાશિની અને યુવક મેષ રાશિનો

યુવતી કર્ક રાશિની અને યુવક મેષ રાશિનો

કર્કની મહિલાઓ પર ચંદ્રનો વિશેષ પ્રભાવ રહે છે, જેના કારણે તેમનામાં સંવેદનશીલતા વધારે હોય છે. મેષનો પુરુષ સ્વભાવે જીદ્દી હોય છે. બંનેમાં તાત્વિક વિષમતા છે માટે વિરોધાભાષની સ્થિતિયો બની રહેશે. વિવાહ સંબંધ બનાવવો સારો રહેશે.

યુવતી કર્ક અને યુવક વૃષભ

યુવતી કર્ક અને યુવક વૃષભ

વૃષભનો પુરુષ ગંભીર વિચારનો હશે અને કર્કની યુવતી હસમુખ સ્વભાવની હરવા-ફરવાવાળી હશે. બંને મળીને કોઇ કાર્યને કરશે તો પરિણામ સારું આવશે. સંબંધમાં મધુરતા બની રહેશે. બસ સ્ત્રીને અતિભાવુકતાથી બચવું પડશે. સારી જોડી બની રહેશે.

યુવતી કર્ક અને યુવક મિથુન

યુવતી કર્ક અને યુવક મિથુન

કર્કની સ્ત્રીમાં નાજુકતાના લગભગ તમામ ગુણ હોય છે અને ભાવુકતા પણ હોય છે, મિથુનનો પુરુષ પોતાની ચાતુર્ય બુદ્ધિથી તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. પરંતુ કર્કને જ્યારે એ વાતની જાણ થાય છે કે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો ક્રોધમાં આવીને બધુ જ ખત્મ કરી દેવા માગે છે. તેમની જોડી ઠીક ઠીક રહેશે.

યુવતી કર્ક અને યુવક સિંહ

યુવતી કર્ક અને યુવક સિંહ

કર્કની મહિલાઓ દરેક પરિસ્થિતિમાં સમાયોજન કરવામાં માહેર હોય છે સિહંનો પુરુષ પોતાના અડિયલ વલણથી સુધરશે નહીં. માટે સંબંધમાં મધુરતા નથી આવતી. સિંહ જો કર્ક પ્રત્યે સમર્પિત થઇ જશે તો તેમની વચ્ચેના સંબંધો પણ સુધરી જશે. વિવાહ સંબંધ સ્થાપિત કરવા યોગ્ય નથી.

યુવતી કર્ક અને યુવક કન્યા

યુવતી કર્ક અને યુવક કન્યા

બંનેના વિચારો એકબીજા સાથે મળશે જેના કારણે તેમના જીવનનું ગાંડુ સરસ ચાલશે. કન્યાનો પુરુષ ગંભીર અને શાંત સ્વભાવનો રહેશે અને કર્કની સ્ત્રી ચંચળતા અને સાદગીતી ભરેલી હશે. માટે એક બીજાને યોગ્ય રીતે સમજીશું. વિવાહ સંબંધ સારો રહેશે.

યુવતી કર્ક અને યુવક તુલા

યુવતી કર્ક અને યુવક તુલા

તુલાનો પુરુષ નીચ લોકો સાથે સંગત કરશે જે કર્કની સ્ત્રીને પસંદ નહીં આવે. કર્ક દરેક કાર્ય યોગ્ય રીતે કરશે જે કારણે બંનેમાં તુતુ-મેમે થતી રહેશે. બાકી બંનેમાં પ્રેમ રહેશે. જોડી સામાન્ય કહેવાશે.

યુવતી કર્ક અને યુવક વૃશ્ચિક

યુવતી કર્ક અને યુવક વૃશ્ચિક

વૃશ્ચિકનો પુરુષ સ્વભાવથી સારો હશે પંરતુ ક્રોધ પણ જલદી આવશે. કર્કની સ્ત્રી મસ્ત રહેવાવાળી હશે જેના કારણે બંનેમાં સારી એવી બનશે. આ બંને મળી જશે તો ગરીબીને અમીરીમાં બદલી નાખશે. વિવાહ સંબંધ ઉચ્ચતમ રહેશે.

યુવતી કર્ક અને યુવક ધનુ

યુવતી કર્ક અને યુવક ધનુ

આમ તો બંનેમાં વિરોધ બની રહેશે પરંતુ કર્કની સ્ત્રી પોતાના હસમુખ વલળથી ધનુની માનસિકતાને બદલવામાં અમૂક હદ સુધી સફળ થશે. સંતાનનો જન્મ થયા બાદ સંબંધો ખૂબ જ સુધરી જશે. વિવાહ સંબંધ ચલાવવા પર સારુ ચાલી શકે છે.

યુવતી કર્ક અને યુવક મકર

યુવતી કર્ક અને યુવક મકર

કર્ક પોતાની ભાવુકતાથી મકરના પુરુષને બાંધી રાખશે. મકર પણ કર્કની મહિલાનો ખ્યાલ રાખશે. મકર પણ કર્કની મહિલાનો ખ્યાલ રાખશે. મકરના આળસુ સ્વભાવને કર્ક મોટાભાગે બરાબર કરી દેશે. સંબંધોમાં મધુરતા બની રહેશે. અંદરોઅંદર વિવાહ સંબંધ હિતકર બની રહેશે.

યુવતી કર્ક અને યુવક કુંભ

યુવતી કર્ક અને યુવક કુંભ

આ બંનેના સ્વામી પણ એકબીજાના દુશ્મન છે. કર્કની સ્ત્રી સકારાત્મક વિચારોને મહત્વ આપશે અને કુંભમાં નકારાત્મક ભરેલી રહેશે. જેથી સંબંધ કરતા પહેલા એકબીજાને સમજી લો પછી જ વિવાહ કરો.

યુવતી કર્ક અને યુવક મીન

યુવતી કર્ક અને યુવક મીન

આ બંનેમાં તાલમેલ સારી રહેશે કારણ કે આ બંનેનું તત્વ જળ સમાન છે. જળતત્વની પ્રધાનતા હોવાના કારણે બંને મનોરંજન કરીને જીવન ગુજારવામાં વિશ્વાસ રાખશે. સહમતીથી તેઓ મોટામાં મોટી સમસ્યાને પણ હસતા હસતા પાર કરી લેશે. બસ કર્ક મીન પર હાવી થવાની કોશીશ ના કરે. ઉત્તમ જોડી કહેવાશે.

English summary
Here is the Zodiac compatibility of Cancer. It provides the assurance for happy married life by matching the moon signs of boy and girl if one of them is cancerian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X