જ્યોતિષઃ કુંભ રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન શનિનું ગોચર તમારા દશમભાવમાં રહેશે. કાર્યક્ષેત્રે માટે તમે સખત મહેનત કરશો. આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે. માતાનું આરોગ્ય સારુ રહેશે. રાહુના સપ્તમભાવમાં ગોચર આરોગ્ય માટે સારો સંકેત નથી. સંબંધઓમાં તણાવ રહેવાની શક્યતા છે. જમીન મકાન અથવા વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. ઘરની ખરીદી થઈ શકે છે. પૈસા માટે દોડધામ વધશે. સૂર્યનું છઠ્ઠા ભાવમાં ગોચર વેપારમાં મોટો ફેરફાર થવાની શક્યતા જણાવી રહ્યુ છે.

આર્થિક

આર્થિક

અનેક સ્ત્રોતો દ્વારા તમને લાભ થઈ શકે છે. દ્વિતિય અને એકાદશભાવનો સ્વામી ગુરુના અષ્ટમભાવમાં ગોચરને કારણે ખર્ચામાં વધારો થશે. આધ્યાત્મિક કામો દ્વાર તમે ધન કમાઈ શકશો. દૂઘ, ચામડુ, લોખંડ, સૌદર્ય પ્રસાધનો, રેશમ વગેરે સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થશે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આરોગ્યની દ્રષ્ટિએ આ માસ કુંભ રાશિના જાતકો માટે સારો નથી. તેલ-મસાલાથી ભરપૂર ખોરાક લેવાથી બચજો. દિલના દર્દીઓ નિયમિત ચેકઅપ કરાવતા રહે. આ સમયે તમને કંઈક અંશે પરેશાની આવી શકે છે. તમારી ખાણી-પીણીને લઈ સતર્ક રહેજો અને તમારી દિનચર્યાને નિયમિત બનાવજો. પ્રાતઃ વહેલા કસરત કે ચાલવાથી લાભ થાય.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

બિઝનસમાં કોઈ પરિવર્તન થઈ શકે છે. વેપારીઓને વિદેશી સ્ત્રોતો દ્વારા લાભ શક્ય છે. પૈસાનું રોકાણ સમજી-વિચારીને કરજો. રાહુના સપ્તમભાવમાં ગોચરને કારણે વેપારમાં કોઈ મોટુ પરિવર્તન આવશે, જે તમને ફાયદો કરતા નુકશાન વધારે કરાવશે

લગ્નજીવન

લગ્નજીવન

લગ્નજીવન માટે આ સમય ઘણો સારો દેખાઈ રહ્યો છે. જીવનસાથીથી તમને ભરપૂર પ્રેમ અને મદદ મળી રહેશે. તમારી ખુશીઓ બમણી થશે. સાથી સાથે વિદેશ યાત્રા પર જઈ શકો છો. તમારા સારા સંબંધનો લાભ તમારા સંતાનોને પણ મળી શકે છે.

પ્રેમ

પ્રેમ

તમારા સંબંધોમાં જલ્દી જ સુધારો આવશે. આ સમયે સાથીની તબિયત થોડી ખરાબ રહેશે. આ સમયે તમારે થોડું સાચવીને રહેવું. પરસ્પર ઘર્ષણ વધતુ જશે. જે લોકો પોતાના જીવનમાં એકલા છે તેમના જીવનમાં વસંત આવવાની શક્યતા બની રહી છે.

English summary
Monthly Horoscope of Aquarius in July 2017.
Please Wait while comments are loading...