જ્યોતિષઃ મકર રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન મકર રાશિના જાતકોને આ માસ દરમિયાન ખર્ચા વધશે અને નાણાકીય નુકશાન પણ થશે. પિતાના આરોગ્યની તકેદારી રાખજો. આ સમયે તમને શારીરિક ઈજાઓ પણ થઈ શકે છે. સૂર્યના સપ્તમભાવમાં ગોચરને કારણે તમારુ આરોગ્ય સારુ રહેશે. લગ્નજીવનમાં તાણ શક્ય છે. નોકરીના હેતુથી પ્રવાસ કરવાનો આવશે. કુટુંબમાં સભ્યો વચ્ચે ઘર્ષણ પેદા થશે. સંતાન શિક્ષણ માટે વિદેશ જઈ શકે છે. નોકરીમાં અચાનક મોટો લાભ થવાના સંકેતો જણાઈ રહ્યા છે.

આર્થિક

આર્થિક

આ સમયે તમે ફૂંકી ફૂંકી ને પગલા લેજો. કેતુના દ્વિતિય ભાવમાં સ્થિતિ તમારા ખર્ચા વધારશે. કુટુંબમાં કોઈ વ્યક્તિનું આરોગ્ય બગડવાથી ધન ખર્ચ વધશે. કોઈ મોટુ રોકાણ કરતા પહેલા સમજી-વિચારી લેજો. બુદ્ધિ અને કૌશલ્યથી કામ લેશો તો વિદેશી સ્ત્રોતોથી મોટો લાભ મેળવી શકશો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

સૂર્યના સપ્તમભાવમાં ગોચર આરોગ્ય માટે મોટી મુશ્કેલી ઊભી કરશે. તમારામાં ગુસ્સો અને ચીડિયાપણું વધશે. અષ્ટમભાવમાં વિરાજમાન રાહુ આરોગ્યની દ્રષ્ટિએ સારો સંકેત નથી. અચાનક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. વાહનનો ઉપયોગ ઓછો કરજો. આંખ અને પગના રોગોથી હેરાન રહેશો.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

બુધના અષ્ટમભાવમાં ગોચરને કારણે નોકરીના હેતુએ યાત્રાઓ કરશો. નોકરીમાં પરિવર્તન કે ટ્રાન્સફર થવાની શક્યતા છે.શુક્રનો છઠ્ઠા અને મંગળના સપ્તમભાવમાં ગોચરને કારણે નોકરીમાં અનિશ્ચિત લાભ થવાના સંકેત જણાઈ રહ્યા છે. વેપારીઓ મોટુ રોકાણ કરતા પહેલા તમામ પાસાઓને ચકાસી લે. શેર બજાર-સટ્ટામા પડી આર્થિક નુકશાન કરાવશો.

લગ્નજીવન

લગ્નજીવન

જીવનસાથીને મોટુ સન્માન અથવા પ્રમોશન હાંસલ થશે. સપ્તમભાવમાં સૂર્ય તેમના ગુસ્સામાં વધારો કરશે. પરિણામે આ સમયે જીવનસાથી સાથે શાંતિથી કામ લેજો. કોઈ વાત એકબીજાથી છૂપાવશો નહિં. ઘરના દરેક કામોમાં જીવનસાથીની સલાહ અવશ્ય લેજો.

પ્રેમ

પ્રેમ

પ્રેમ જીવન માટે સમય ખુશીઓ ભરેલો રહેશે. બંને વચ્ચે સારુ તાલમેલ જળવાઈ રહેશે. પ્રેમમાં દિવસે ને દિવસે વધારો થશે. એકબીજાના વિચારો અને લાગણીઓનુંસન્માન કરશો. પ્રેમી સાથે આનંદદાયક પળો વિતાવવાનો મોકો મળશે. જે લોકો લગ્નનું વિચારી રહ્યા હોય તેઓ માટે આ સમય સારો છે. એકલા રહેનારા જાતકોના જીવનમાં પ્રેમનો વરસાદ વરસશે

English summary
Monthly Horoscope of Capricorn in July 2017.
Please Wait while comments are loading...