જ્યોતિષઃ મિથુન રાશિ માટે એપ્રિલ મહિનો કેવો રહેશે?

એપ્રિલ મહિનામાં મિથુન રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.

By:
Subscribe to Oneindia News

શનિ દેવ તમારા સપ્તમભાવમાં ગોચર કરશે જેને કારણે બિઝનેસ માટે લાંબી યાત્રાઓ કરવાની આવશે. ગુરુના ચોથા ભાવમાં ગોચર કરવાને કારણે કૌટુંબિક સુખમાં વધારો થશે. માતાના સ્વભાવમાં આધ્યાત્મ વધશે. કેતુની નવમ ભાવની સ્થિતિ તમારી ધાર્મિક યાત્રા કરાવી શકે છે. પિતાના આરોગ્યને લઈ સાવધાન રહેજો. તમારા દ્વારા કરેલા પ્રયત્નોમાં સંપૂર્ણ સફળતા મળશે. આ સમય દરમિયાન તમે જમીન, મકાન કે વાહનની ખરીદી કરી શકો છો.

આર્થિક

આર્થિક ક્ષેત્રે આ માસ તમને મોટી ઉપલબ્ધિઓ અપાવશે. દશમ ભાવમાં વિરાજમાન શુક્રની ગોચરીય સ્થિતિને કારણે તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે. એકાદશ ભાવથી થઈ રહેલ રાહુનું ગોચરણ ધન પ્રાપ્તિ માટે કરેલા પ્રયત્નોમાં સફળતા અપાવશે.

સ્વાસ્થ્ય

આ માસ દરમિયાન તમારી કાર્યક્ષમતા ઘણી સારી રહેશે. ઘરમાં કોઈ શુભ કામનું આયોજન થવાને કારણે મન પ્રફુલ્લીત રહેશે. જે જાતકોની તબિયત પહેલેથી ખરાબ ચાલી રહી હોય તેમની તબિયતમાં સુધારો થવાની શક્યતા છે. કોઈ પણ કામમાં મન પરોવશો તો સંતુષ્ટિનો અહેસાસ થશે. આંખોની અને લિવરની તકલિફ આ સમયમાં થઈ શકે છે.

કરિયર અને વ્યવસાય

વેપાર કરનારા લોકોને આ સમયે લાંબી યાત્રા કરવાની આવશે. બિઝનેસમાં પરિવર્તનની શક્યતા છે. આ સમય દરમિયાન નોકરી કરનારા લોકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે વેપાર કરી રહ્યા હોવ તો આ સમયમાં તમે તમારા વેપારનો વિસ્તાર કરશો. કાપડ, તેલ, ફેશન, સંગીત અને કલાના ક્ષેત્રે ઈચ્છિત પરિણામો મેળવી શકાશે.

લગ્નજીવન

લગ્નજીવન માટે આ સમય મિશ્રિત પ્રકારનો રહેશે. જીવનસાથીના સ્વભાવમાં ગંભીરતા જોવા મળશે. સપ્તમભાવ પર પડી રહેલી રાહુની પંચમ દ્રષ્ટિને કારણે જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. બંને એકબીજાની નજીક આવશો.

પ્રેમ

આ માસ દરમિયાન તમારા પ્રેમ સંબંધમા વધારો થશે. બને સાથે આનંદાયક મીઠી પળો વિતાવી શકશો. તમારા પ્રેમમાં દિવસે ને દિવસે વધારો થશે. ઘણી બધી મીઠી યાદો ભેગી કરશો. જે લોકોને તેમના પાડોશીઓ સાથે પ્રેમ છે તેમની માટે સમય ઘણો સારો છે.

English summary
Monthly Horoscope of Gemini in April 2017.
Please Wait while comments are loading...