જ્યોતિષઃ મિથુન રાશિ માટે જૂન મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

મિથુન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. રોકાણ માટેના નવા અવસરો તમારી સામે આવશે, તેના પર વિચાર કરજો. રોકાણ ત્યારે જ કરજો જ્યારે તમે યોજનાને સારી રીતે સમજી લો. કૌટુંબિક જીવનમાં તાણની સ્થિતિનો સામનો કરવો પડશે. અનેક કામો અટકેલા રહેવા છતાં તમારા મગજમાં હરવા-ફરવાના અને રોમાંસના વિચારો છવાયેલા રહેશે.

આર્થિક

આર્થિક

આ મહિના દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. સફળ થવા માટેનો કોઈ ટૂંકો રસ્તો નથી. મળનારી આવસરોનો લાભ ઉઠાવી તમે ઘણો સારો નફો કમાઈ શકો છો. માસના મધ્ય સુધીમાં તમારી આર્થિક સ્થિતિ સુધરી જશે. સાથે જ ફસાયેલું નાણું પાછુ મળી રહેશે. શેયર બજારમાં સમજી વિચારીને રોકાણ કરજો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આ સમય દરમિયાન તમારે શારીરિક કરતા માનસિક શ્રમ વધુ કરવો પડશે. તમારો ગુસ્સો આસપાસનું વાતાવરણ બગાડી શકે છે. બને તેટલું તાણ ઘટાડવાનું અને ગુસ્સાને નિયંત્રણમાં રાખવાનું કામ કરજો. ભોજનની પૂરતી કાળજી લેજો. કસરત અને ચાલવાથી માનસિક શાંતિ મળી રહેશે. વાહનનો ઉપયોગ સમજી-વિચારીને કરજો.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરીમાં તમને જબરજસ્ત સફળતા મળવાની શક્યતા છે. રાહુના ત્રીજા ભાવમાં ગોચર તમને ચારે તરફથી પ્રગતિ કરાવશે. નોકરીમાં કોઈ મોટો લાભ પણ થઈ શકે છે. શુક અને બુધની એકાદશ ભાવમાં સ્થિતિ તમને મોટો આર્થિક લાભ કરાવી શકે છે. વેપારમાં દરેક કરારમાંથી ફાયદો મેળવશો. મળેલા નફાનું સમજી વિચારીને રોકાણ કરજો.

લગ્નજીવન

લગ્નજીવન

લગ્નજીવન માટે આ સમય તાણભર્યો રહેશે. પરસ્પર વિચારોમાં તેળમેળનો અભાવ રહેશે. બંને વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરશે. ઘરની જવાબદારીઓને કારણે બંને રીસાયેલા ખીજાયેલા રહેશે. ખેંચતાણ ઓછી કરવા માટે કૌટુંબિક પ્રવાસનું આયોજન કરી શકો છો.

પ્રેમ

પ્રેમ

પ્રેમ જીવન માટે આ માસ ગિફ્ટ લઈને આવી રહ્યો છે. પ્રેમીની શોધ કરનારાની શોધ પૂરીં થશે. જે લોકો પહેલેથી રિલેશનશીપમાં છે તેઓ નકામી બહેસબાજીમાં પડી સંબંધમાં ખટાશ પેદા કરે નહિં. તમારા પ્રેમીને ગિફટ આપી ખુશ કરી શકો છો.

English summary
Monthly Horoscope of Gemini in June 2017.
Please Wait while comments are loading...