જ્યોતિષઃ કર્ક રાશિ માટે જુલાઇ મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

શનિદેવ તમારા પંચમભાવમાં બિરાજમાન રહેશે, જેને કારણે વેપારમાં સારો લાભ થવાની શક્યતા છે. લગ્નજીવન સંઘર્ષભર્યુ રહેશે. સંતાનના શિક્ષણ અને આરોગ્યમાં મુશ્કેલી આવશે. રાહુનું દ્વિતિય ભાવમાં ગોચર કૌટુંબિક અને આર્થિક જીવન માટે શુભ સંકેત નથી. કુટુંબીજનો સાથે મતભેદ થઈ શકે છે. આવકની સરખામણીએ ખર્ચા વધી શકે છે. નોકરીમાં સ્થળાંતરની શક્યતાઓ છે. સમાજમાં માન-સન્માન મળી શકે છે. ભાઈ-બહેન વચ્ચે મતભેદ રહ્યા કરશે.

આર્થિક

આર્થિક

આર્થિક દ્રષ્ટિએ આ માસ સારું પરિણામ લઈને આવશે. આ માસ દરમિયાન આવક સારી રહેશે પણ તેની સાથે જ ખર્ચામાં પણ વધારો થશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. કોઈ મોટું રોકાણ કરતા પહેલાં બરાબર સમજી-વિચારી લેજો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

તમારું આરોગ્ય સામાન્ય રહેશે. આ સમયે તમારે આળસ ત્યાગી દેવી જોઈએ. આંખને લગતા રોગો થઈ શકે છે. ઉપરાંત તાવ, માથાનો દુઃખાવો અથવા પગમાં દુઃખાવો રહેશે. તળેલી અને મસાલાવાળી ખાવાથી બચજો. કેટલાક લોકોને સાંધાનો દુઃખાવો હેરાન કરશે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

વેપારમાં લાભ થવાની શક્યતા છે. વેપારના નિર્ણયો ઉતાવળે લેશો નહિં. નોકરીના હેતુથી તમારે વિદેશનો પ્રવાસ કરવાનો આવશે, જેનાથી તમને લાભ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કેટલાક જાતકોને સ્થળાંતરની પણ શક્યતાઓ છે. સૂર્યનો દ્વાદશ ભાવમાં ગોચર જણાવી રહ્યો છે, કે વેપારમાં વિદેશી સ્ત્રોતોથી લાભ થશે.

લગ્નજીવન

લગ્નજીવન

દાંપત્યજીવન માટે આ સમય પડકારરૂપ રહેશે. આ સમયે તમારે તમારા જીવનસાથી સાથે મનમેળ સાધીને ચાલવું પડશે. નકામી વાતોમાં દલીલબાજી તમારા જીવનમાં ખટાશ ઊભી કરી શકે છે. આ સમયે જીવનસાથીના આરોગ્યને પણ અસર થશે, માટે તેમનું ધ્યાન રાખજો.

પ્રેમ

પ્રેમ

જો તમને કોઈની સાથે પ્રેમ છે, તો આ મહત્વનો સમય છે તેમને જણાવવાનો. આ સમયે તમે તમારા પ્રેમને એક નામ આપવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં પ્રેમ તો રહેશે પણ કોઈને કોઈ વાતને લઈ તાણ પણ રહેશે. પોતાની જાત પર સંયમ રાખજો.

English summary
Monthly Horoscope of Cancer July 2017.
Please Wait while comments are loading...