જ્યોતિષઃ કર્ક રાશિ માટે મે મહિનો કેવો રહેશે?

મે મહિનામાં કર્ક રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.

By:
Subscribe to Oneindia News

ગુરુ તમારા તૃતિય ભાવથી ગોચર કરશે જેને કારણે ભાગ્ય પક્ષ મજબૂત રહેશે. પિતાનું આરોગ્ય સારુ રહેશે અને તેમનો પૂરોં સાથ તમને મળશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનો તમારા પર હાવી રહેશે. માતાના આરોગ્યને લઈ હેરાન થવું પડશે. આધ્યાત્મિક કાર્યોને કારણે લાભ થશે. કુટુંબીજનો સાથે મળી પ્રવાસે જશો. નવું ઘર ખરીદી શકો છો.

આર્થિક

આ મહિને રાહુમાં ગોચર તમારા દ્રિતિય ભાવથી રહેશે, જેના ફળ સ્વરૂપે અચાનક ધનલાભ અને હાનિ થઈ શકે છે. કોઈ પણ મોટુ રોકાણ સમજીને કરજો. બળવાન સૂર્યની દશમભાવમાં સ્થિતિ ધન કમાવવા માટે ઉત્તમ રહેશે. જીવનમાં સફળ થવાની અનેક તકો મળી રહેશે. અચલ સંપતિ અથવા જમીનના કારોબારમાં કોઈ મોટુ રોકાણ કરતા પહેલા વિચારજો. આર્થિક લેવડ-દેવડ અને દસ્તાવેજો પર સહિ કરવામાં લાપરવાહ બનશો નહિં.

સ્વાસ્થ્ય

આરોગ્યની દ્રષ્ટિએ આ માસ સુખ-શાંતિથી વિતશે. હરવા-ફરવા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશો. સ્ફૂર્તિ જળવાઈ રહેશે. ક્ષમતાથી વધારે કામ કરવાને કારણે શારીરિક થાક રહેશે. કંટાળાજનક જીવનમાં પરિવર્તન લાવવા પ્રવાસે જશો. પેટ, આંતરડા, લીવર અને ઘુંટણના રોગો કે દુખાવાથી સાવધાન રહેજો.

કરિયર અને વ્યવસાય

સૂર્ય અને બુધના દશમ ભાવમાં ગોચર નોકરીમાં જબરજસ્ત ઉન્નતિ કરાવશે. ઉચ્ચ પદની સાથે સાથે પ્રમોશનના યોગ પણ જણાઈ રહ્યા છે. ઉપરી અધિકારીની કૃપા તમારા પર રહેશે. મંગળની એકાદશભાવમાં ગોચરીય સ્થિતિ કાર્યક્ષેત્રે લાભ કરાવશે. વેપારમાં વિસ્તાર કરવા અને રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ લેજો.

લગ્નજીવન

દાંપત્યજીવન માટે આ સમય થોડો સાચવીને ચાલવાનો છે. સપ્તમ ભાવના સ્વામી શનિની છઠ્ઠા ભાવમાં સ્થિતિ જીવનસાથી સાથે તનાવ પેદા કરશે. તેમને આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો રહેશે. આ સમયે પાર્ટનર સાથે કોઈ બહેસબાજી કરશો નહિં. નકામા ઝગડા કરી લગ્નજીવનમાં કડવાશ પેદા કરશો નહિં. બંને એકબીજાની ખોદણી કરતા રહેશો.

પ્રેમ

પ્રેમ જીવન માટે આ સમય ઉત્તમ જણાઈ રહ્યો છે. જો કે પ્રેમીના સ્વભાવમાં તમને ગુસ્સો વધુ જણાશે. મહિનાના અંતે પ્રેમી સાથે ડેટિંગ પર જવા માટે અનુકૂળ સમય છે. જે જાતકોના લગ્નની વાત ચાલી રહી છે તેમને કેટલીક અડચણો આવી શકે છે.

English summary
Monthly Horoscope of Cancer MAY 2017.
Please Wait while comments are loading...