જ્યોતિષઃ સિંહ રાશિ માટે મે મહિનો કેવો રહેશે?

By:
Subscribe to Oneindia News

આ માસમાં શનિનું ગોચરણ પંચમભાવમાં રહેશે જેને કારણે પાચનને લગતી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. સંતાનને શારીરિક હાનિ થઈ શકે છે. આ સમયમાં પૈસાના અભાવે લોન લેવાની જરૂરિયાત જણાશે. ધન કમાવવાની અનેક તકો મળશે. ભાઈ-બહેન સાથે સંબંધો તનાવભર્યા કરશે. સૂર્ય અને બુધની નવમ ભાવમાં સ્થિતિ તમારા ધાર્મિક કાર્યોમાં વધારો કરાવશે. મોટો ફાયદો કમાવવાના સંકેત છે.

આર્થિક

પૈસા કમાવવા માટે દોડધામ કરશો. ગુરુના દ્રિતિય ભાવમાં ગોચર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. ધન કમાવવાની અનેક તકો સામે આવશે. વેપારીને મોટી યાત્રા ફાયદો કરાવશે. શેયર બજારમાંથી ધનલાભ થઈ શકે છે. મોટો ફાયદો મળવાના પૂરાં સંકેતો છે.

સ્વાસ્થ્ય

રાહુના પ્રથમભાવમાં ગોચર કરવાને કારણે નાની-મોટી સમસ્યાઓને બાદ કરતા આરોગ્ય સારુ રહેશે. રોગપ્રતિકારક શક્તિ ઘણી સારી રહેશે. આ અઠવાડિયે વધુ ગુસ્સો કરવાથી બચજો. આ માસ દરમિયાન દોડભાગ વધારે રહેવાને કારણે કમરના દુઃખાવાથી પરેશાન રહેશો. મોટાભાગે આરોગ્ય સારુ રહેશે માત્ર બેદરકારીને કારણે હેરાન થશો.

કરિયર અને વ્યવસાય

નોકરીમાં ટ્રાંસફર કે પરિવર્તનની શક્યતાઓ છે. જેનાથી તમને લાભ થશે. ઉચ્ચ અધિકારીની કૃપા તમારા પર વરસતી રહેશે. જેને કારણે પ્રમોશન પણ થઈ શકે છે. વેપારમાં રોકાણ કરતા પહેલા પૂરતી જાણકારી મેળવી લેજો. દશમભાવમાં સ્થિત મંગળને કારણે પોતાના કાર્યક્ષેત્રમાં તમે વિરોધીઓ પર ભારે પડશો.

લગ્નજીવન

કેતુના સપ્તમભાવમાં ગોચર કરવાને કારણે લગ્નજીવન તનાવભર્યુ રહેશે. સંબંધોમાં તાણ અને ઝગડા રહેવાને કારણે કડવાશ વધશે. નકારાત્મક સ્થિતિથી બચવાનો પ્રયત્ન કરજો. જીવનસાથી આધ્યાત્મ તરફ વળશે, જેને કારણે ખર્ચા વધશે.

પ્રેમ

તમારા પ્રેમીને પૂરતું સન્માન આપજો અને દરેક વાતની સ્પષ્ટતા કરીને ચાલજો. કોઈ પણ વાતને છુપાવવા માટે જુઠ્ઠુ બોલશો નહિં, નહિતર એક જુઠાણા માટે બીજા સો જુઠાણા બોલવા પડશે. માસના અંતે પ્રેમ જીવનની ગાડી પાટે ચઢી જશે.

English summary
Monthly Horoscope of Leo in May 2017.
Please Wait while comments are loading...