જ્યોતિષઃ મીન રાશિ માટે જૂન મહિનો કેવો રહેશે?

By:
Subscribe to Oneindia News

મીન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. જીવન પ્રત્યેનું વલણ સકારાત્મક રાખજો. સંતાન તરફથી મુશ્કેલી આવી શકે છે. જેને લઈ તમે ચિંતામાં રહેશો. જૂઠા આડંબરને પોતાની શાન બનાવશો નહિં. કોઈ કારણથી દૂરની યાત્રા કરવી પડશે.

આર્થિક

આર્થિક

તમને તમારા કાર્યક્ષેત્રે માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને આર્થિક લાભ થવાના પૂરા સંકેતો છે. આ સમયે અનેક સ્ત્રોતો દ્વારા આર્થિક લાભ થઈ શકે છે. પૈસા કમાવવા માટે અનેક યાત્રાઓ પણ કરી શકો છો. વેપારી બંધુઓને કોઈ મિત્ર કે કુટુંબની વ્યક્તિથી આર્થિક લાભ થવાની શક્યતા છે. માર્કેટમાં સાચવીને પૈસા લગાવવાથી તમે સારો નફો કમાઈ શકશો.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

આરોગ્યને લઈ બેદરકાર બનશો નહિં. હરવા-ફરવાનો પ્રોગ્રામ બનાવી તમે માનસિક અશાંતિ દૂર કરી શકો છો. કુટુંબના લોકો સાથે શાંતિની પળો પસાર કરજો. ડાયાબિટિસ અને મેદસ્વીતાની સમસ્યાવાળા લોકો સાવધાન રહે. પોતાના શરીર પર વધુ ભાર નાખશો નહિં. યોગની મદદ લઈ શકો છો.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

શનિનું ગોચર તમારા દશમ ભાવમાં રહેશે જેના ફળ સ્વરૂપે તમારી નોકરીમાં પરિવર્તન શક્ય છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રને લઈ વિદેશ પ્રવાસ થઈ શકે છે. વેપારીઓને ઘણો સારો નફો થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમે અત્યંત ઉર્જાવાન રહેશો. વેપારથી તમારી સારી આવક થઈ શકે છે.

લગ્નજીવન

લગ્નજીવન

તમારે કૌટુંબિક જીવનમાં સામંજસ્ય બેસાડવાની જરૂર છે. નકામી બહેસ કરવાથી બચજો. પરસ્પર લાગણીઓને સમજજો. પાર્ટનર સાથે ક્યાંક હરવું ફરવું તમને સુકુન અપાવી શકે છે.

પ્રેમ

પ્રેમ

જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેઓ મોડુ કરે નહિં. તમને સકારાત્મક જવાબ મળી શકે છે. જૂના પ્રેમી પોતાના સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓ અનુભવશે. બને તેટલું ધૈર્યથી કામ લેજો. વ્યવહારમાં ખારા પણું ન રાખવું, નહિંતર તમારા સંબંધોમાં કડવાશ વધી શકે છે.

English summary
Monthly Horoscope of Pisces in June 2017.
Please Wait while comments are loading...