જ્યોતિષઃ ધન રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન આ સમયે શનિ તમારા દ્વાદશભાવમાં ગોચર કરશે જેને કારણે ભાઈ-બહેનનો પૂરોં સાથ મેળવી શકશો. આરોગ્ય સારુ રહેશે. પિતાનું આરોગ્ય બગડી શકે છે. લગ્નજીવનમાં મતભેદ ચાલ્યા કરશે. મનમાં સાંસારિક વિષયો વિશે અરૂચિ પેદા થશે. મિત્રો અને સહયોગિઓ સાથે સંબંધો બગડશે. માતાના આરોગ્યનું ધ્યાન રાખજો.
વાહન ચલાવતા સાચવજો, અકસ્માત થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.

આર્થિક

આર્થિક

ધન અર્જિત કરવા માટે કરેલા પ્રયત્નોમાં પૂરી સફળતા મળશે. જમીન-મકાન અને વાહનને લઈ મોટો ફાયદો થશે. ધન કમાવવા માટે તમે સખત મહેનત કરશો, તમારો આ સંઘર્ષ રંગ લાવશે. પૈસા કમાવવાના હેતુથી તમારે અનેક યાત્રાઓ કરવી પડશે. પિતા દ્વારા પણ આર્થિક મદદ મળી શકે છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

તમારુ સમગ્ર ધ્યાન અને ઊર્જા કાર્યક્ષેત્ર પાછળ લગાવશો. જો કે વચ્ચે વચ્ચે મનોરંજન માટે સમય કાઢી લેશો. કુટુંબ અને મિત્રો સાથે સમય વિતાવી મન ખુશ થશે. ભોજનમાં કાળજી લેજો. પ્રવાસ દરમિયાન વિશ્વસનીય સ્થળો પર જમવું જ સારુ રહેશે. વાહન ચલાવતા સાચવજો, અકસ્માત થવાની શક્યતા છે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

નોકરી અને વેપારમાં અનેક લોકોની મદદથી તમે મોટો ફાયદો મેળવી શકશો. પૈસા કમાવવા કરેલી તમામ મહેનત સફળ થશે. નોકરીમાં માન-સન્માન વધશે. ઉપરી અધિકારીઓથી મદદ અને પ્રશંસા મળશે. નોકરીમાં પ્રમોશન થવાને કારણે આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે.

લગ્નજીવન

લગ્નજીવન

લગ્નજીવન આ સમયે સામાન્ય રહેશે. જીવનસાથીના આરોગ્યને લઈ સજાગ રહેજો. તેમના આરોગ્યને લઈ જરા પણ બેદરકારી દાખવશો નહિં. જીવનસાથીનો સ્વભાવ ઉગ્ર જણાશે, તમારી વચ્ચે વૈચારિક મતભેદ અને ઘર્ષણ પણ થઈ શકે છે.

પ્રેમ

પ્રેમ

પ્રેમ બાબતે આ સમય સારો વિતશે. તમે જોઈ શકશો કે તમારા પ્રેમીનું આકર્ષણ તમારી પ્રત્યે વધશે. તમારી સાથે વાત કરવા તેમની બેચેની વધશે. તેઓ તમારા વધુને વધુ સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરશે. આ સમયે મુલાકાતો ઓછી રહેશે પણ અન્ય માધ્યમ દ્વારા તમે એકબીજાથી જોડાયેલા રહેશો.

English summary
Monthly Horoscope of Sagittarius in July 2017
Please Wait while comments are loading...