જ્યોતિષઃ વૃષભ રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન તમે તમારો વ્યવસાય વધારવાનો પ્રયત્ન કરશો. તમારી સફળતાથી બીજાને જલન થશે. વેપારી વર્ગે થોડુ સાવધાન રહેવું. ટેક્સ, ઈન્કમટેક્સ અથવા સરકારી ખાતા સાથે પનારો પડી શકે છે. યાત્રા અને મનોરંજન માટે સમય મળી રહેશે. મિત્રો સાથે ફરવાનું પ્લાનિંગ બની શકે છે. ઘરેલુ કામોમાં સમય અને પૈસા બંનેનો વધારે ખર્ચ થશે. નોકરી કરનારા જાતકો માટે આ માસ અત્યંત અનુકૂળ રહેશે. સામાજીક કામોમાં ભાગ લેશો.

આર્થિક

આર્થિક

આર્થિક મુદ્દાઓને લઈ આ માસ અનુકૂળ રહેશે. તમે મિત્રો પર ખર્ચ કરશો. માસના મધ્ય સુધીમાં દેવા સાથે જોડાયેલા મુદ્દાઓમાં રાહત મળશે. સુખ-સુવિધાની વસ્તુઓની ખરીદી કરશો. પૈસાને લગતો કોઈ વિવાદ હોય તો તે દૂર થઈ જશે. બીજાના કહ્યામાં આવી કોઈ મોટો નિર્ણય લઈ બેસશો નહિં, આ તમારા માટે નુકશાનનો સોદો
રહેશે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

જૂની સમસ્યાઓ ઉપરાંત આ માસમાં કોઈ નવી આરોગ્યની મુશ્કેલી જણાતી નથી. વધુ ઉંમરવાળા લોકો પોતાની લાઈફ સ્ટાઈલ સરખી રાખે. તમને કોઈ પ્રકારની ખોટી આદત છે તો તેને છોડી દેવું તમારા હિતમાં રહેશે. રોજીંદા કામમાંથી બહાર આવી કોઈ રસપ્રદ કામમાં સમય વિતાવશો. ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે, કેટલાક જાતકો
વાહન ચલાવતા કાળજી રાખે.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

તમે તમારા વેપારનો વિસ્તાર કરવાનું વિચારશો. વેપારીઓ આ માસ દરમિયાન સાવધાન રહે. કોઈના કહેવામાં આવી મોટુ રોકાણ કરી બેસશો નહિં, નહિંતર તમને મોટુ નુકશાન થઈ શકે છે. નોકરી કરનારા જાતકોને આ મહિનો ઘણો અનુકૂળ સાબિત થશે.

લગ્નજીવન

લગ્નજીવન

આ સમયે તમારુ લગ્ન જીવન તાણગ્રસ્ત રહેશે. જીવનસાથી સાથે વિવાદ સંબંધોમાં ખટાશ પેદા કરી શકે છે. પરિણામે બને તેટલું તમારી વાણી પર નિયંત્રણ રાખજો. આ સમયે તમારી વચ્ચે શંકા, વિવાદ, લાગણીની સ્થિતિ જોવા મળશે. આ સમય કેટલેક અંશે ખાટો રહેશે અથવા મીઠો રહેશે.

પ્રેમ

પ્રેમ

કામમાં વ્યસ્ત રહેવાને કારણે પ્રેમીને સમય આપી શકશો નહિં. તમે પોતાના પ્રેમીથી દૂર રહેશો. આ સમયે ફોન વગેરે માધ્યમથી જોડાયેલા રહેશો નહિં. મહિનાના મધ્યમાં તમે અત્યંત લાગણીશીલ બનશો. પણ તેનું તમને વધુ નુકશાન થશે નહિં.

English summary
Monthly Horoscope of Taurus in July 2017.
Please Wait while comments are loading...