જ્યોતિષઃ કન્યા રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે?

Posted By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાનશનિ દેવ ગોચર ત્રીજા ભાવમાં રહેશે. જેને કારણે સંતાનની ઉન્નતિમાં અડચણો આવશે. પિતાનું ઓરાગ્ય બગડી શકે છે. પેટ, પગ અને આંખની સમસ્યાઓથી હેરાન રહેશો. શુક્રની દશમભાવમાં સ્થિતિ કામ-ધંધામાં લાભ કરાવશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. વિરોધીઓ તમારુ કંઈ બગાડી શકશે નહિં. સૂર્ય અને મંગળની એકાદશભાવમાં બળવાન સ્થિતિ ભાઈ-બહેનના આરોગ્ય માટે જોખમ છે.

આર્થિક

આર્થિક

નવા ઉદ્યોગો અને વ્યવસાયો સાથે જોડાવાની તક મળશે. આવક અને જાવક વચ્ચે સંતુલન જાળવાઈ રહેશે. બેંકની લોન અથવા વેપારમાં ઉધાર આપેલા પૈસા પાછા મળશે. અચાનક કોઈ મોટો ખર્ચ થઈ શકે છે. ભાગીદારીના ધંધામાંથી સારો નફો થશે. નવા ઉદ્યોગોની સ્થાપના વિશે વિચારશો

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

મૌસમી બિમારીઓથી તમારી તબિયત નરમ-ગરમ રહેશે પણ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ખાન-પાન પર સંયમ રાખજો, નહિંતર પેટને લગતી તકલીફો થઈ શકે છે. ઉપરાંત કેટલાક જાતકોને કાન અને ખભાનો દુઃખાવો રહેશે. વાહન ચલાવતા સાચવજો અને વિના કારણના પ્રવાસો કરશો નહિં.

કરિયર અને વ્યવસાય

કરિયર અને વ્યવસાય

વેપારમાં કંઈક સારુ કરવાનો પ્રયત્ન કરશો. નવા ઉદ્યોગો અને વ્યવસાયો સાથે જોડાવાની તક મળશે. નોકરી માટે સ્થિતિ ઘણી સારી રહેશે. ઉચ્ચ અધિકારીની કૃપા તમારા પર જળવાઈ રહેશે. આ સમયે પ્રમોશન થવાની પણ શક્યતા છે. વિદેશી વેપાર સાથે જોડાયેલા જાતકોને વિશેષ લાભ થઈ શકે છે.

લગ્નજીવન

લગ્નજીવન

આ માસ દરમિયાન તમારા વૈવાહિક સુખમાં વધારો થશે. જીવનસાથીનો લગાવ તમારા માટે દિવસે ને દિવસે વધતો જશે. તમે બંને એકબીજાની જવાબદારીઓ નિભાવામાં પૂરેં પૂરી મદદ કરજો. જેને કારણે તમારો પરસ્પર સંબંધ ઘણો સુખમય રહેવાની શક્યતા છે.

પ્રેમ

પ્રેમ

પ્રેમીઓ એકબીજાને માટેની વફાદારી જાળવી રાખે, કોઈ વાત સાથીથી છુપાવી સંબંધમાં કડવાથ પેદા થાય તેવું કરશો નહિં. કામને કારણે બહાર રહેવાનું વધારે થશે. જેથી પ્રેમીને સમય આપી શકશો નહિં. જેને કારણે બંને વચ્ચે નાની લડાઈ ચાલ્યા કરશે.

English summary
Monthly Horoscope of Virgo in July 2017
Please Wait while comments are loading...