જ્યોતિષઃ કન્યા રાશિ માટે મે મહિનો કેવો રહેશે?

By:
Subscribe to Oneindia News

આ માસ દરમિયાન ગુરના પ્રથમભાવમાં ગોચર કરવાને કારણે તમારામાં આદ્યાત્મિક શક્તિનો સંચાર થશે. ભાગ્ય તમારી સાથે રહેશે. ઉચ્ચ અધિકારી તમને મદદરૂપ થશે. માતાના આરોગ્યને લઈ સાવધાન રહેજો. શુક્રના સપ્તમભાવમાં ગોચરીય સ્થિતિને કારણે બિઝનેશમાં તમને જબરજસ્ત લાભ મળવાની શક્યતા છે. દાંપત્યજીવન અત્યંત મધૂર રહેવાના સંકેતો છે. આરોગ્યને લઈ જાગૃત રહેશો. મંગળના નવમ ભાવમાં ગોચર પિતાને શારીરિક કષ્ટ અપાવશે.

આર્થિક

આ સમય દરમિયાન તમને પૈસાની ખોટ વર્તાશે નહિં. ધન કમાવવા કરેલા મોટા મોટા પ્રયત્નો સફળ થશે. પૈસા કમાવવા સખત મહેનત કરશો. જીવનસાથી તમને આર્થિક રીતે મદદરૂપ થશે. માસના મધ્યમાં ધન માટે ઉત્તમ સ્થિતિ છે.

સ્વાસ્થ્ય

આ માસ દરમિયાન આરોગ્ય માટે જરા પણ બેદરકાર બનશો નહિં. તમારુ વજન વધી શકે છે. કેટલાક લોકોને ઉદરના રોગ, મેદસ્વિતા, અને અનિંદ્રાની સમસ્યા રહેશે. વાહન ચલાવતા સાચવજો. માનસિક અશાંતિમાંથી છૂટકારો મેળવવા ધાર્મિક યાત્રાએ નીકળી પડશો.

કરિયર અને વ્યવસાય

નોકરીમાં ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહેશે. કેતુના છઠ્ઠા ભાવમાં ગોચર કરવાને કારણે નોકરીમાં પરિવર્તન આવશે. શુક્રની સપ્તમ ભાવમાં ગોચરીય સ્થિતિને કારણે વેપારમાં જબરજસ્ત ફાયદો થશે. હોટલ, પર્યટન, ફિલ્મ, કલા. સંગીત સાથે જોડાયેલા લોકોને આર્થિક રીતે નફો થશે.

લગ્નજીવન

લગ્નજીવન માટે આ સમયગાળો શુભ જણાઈ રહ્યો છે. સપ્તમભાવમાં થઈ રહેલુ શુક્રનું ગોચર તમારા દાંપત્યજીવનમાં ખુશીઓ લાવશે. જીવનસાથી સાથે સંબંધો મધુર બનશે. પરસ્પર આત્મીયતામાં વધારો થશે. બંને સાથે હરવા-ફરવા પણ જશો.

પ્રેમ

પ્રેમ જીવનમાં રોજીંદી મુલાકાતોમાં વધારો થશે. પરસ્પર ગિફ્ટનું આદાન-પ્રદાન થશે. પ્રેમીને જીવનસાથી રૂપે અપનાવવા ઈચ્છતા હોવ તો તેનો જવાબ સકારાત્મક મળશે. બંને સાથે કોઈ નાની ટ્રીપ પર પણ જશો. આ સમયે એકલા હોય તેમના જીવનમાં અનેક વિપરિત લિંગની વ્યકિતઓ પ્રત્યે આકર્ષણ જાગશે. બને કે તમારા કોઈની સાથે સારા સંબંધો બને.

English summary
Monthly Horoscope of Virgo in May 2017
Please Wait while comments are loading...