Astro Calendar: ઓગસ્ટ 2017 નું રાશિફળ

Written By:
Subscribe to Oneindia News

પં. અનુજ કે. શુક્લનું જ્યોતિષ કેલેન્ડર: ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે! આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ પં. અનુજ કે. શુક્લનું 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે તમે જાણી શકશો કે, તમારો કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારું કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિહ્નો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિહ્ન ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈ પણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિહ્નોનો અર્થ-

હૃદય - આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
સ્મિત-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

ભાગીદારીના કામમાં લાભ થશે. પ્રેમનો એકરાર કરનારા જાતકો આ સમયે સફળ થઈ શકશે, લગ્નજીવન માટે પણ આ સમય ખુશહાર રહેશે. મેષ રાશિના જાતકો માટે આ માસ સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિ ઠીક ઠાક રહેશે. આ સમયે તમને કેટલાક સુખ મળશે તો તેની સામે કેટલાક દુઃખો માટે પણ તૈયાર રહેજો.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકો આ માસ દરમિયાન થોડા સાવધાન રહેજો. કોઈ વાત તમને ચિંતા કરી શકે છે. આ સમયે ભાગ્યનો સારો સાથ મેળવી શકશો. કોઈ નવું કામ, વેપાર-ધંધો કરવાનું વિચારતા હોય તેવા જાતકો માટે 5, 12, 17, 27 તારીખ ઉત્તમ છે. ઘણો સારો નાણાકીય ફાયદો પણ આ સમયે થઈ શકે છે.

મિથુન

મિથુન

આ સમયે તમારે સાવધાન રહેવાની જરૂર છે. જલ્દી કોઈના પર વિશ્વાસ મુકશો નહિં, તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, જેને કારણે તમે ચિંતામાં રહેશો. પ્રેમીનો સાથ પૂરો મેળવી શકશો. ભાગ્યનો ઠીક-ઠીક સાથ મળી રહેશે.

કર્ક

કર્ક

નકામા ખર્ચાથી દુઃખી રહેશો પણ કુટુંબ માટે આ સમય સારો છે. આ માસ દરમિયાન મિલકતની ખરીદી કે વેચાણના યોગ બની રહ્યા છે. આ માટે 1, 12 તારીખની પસંદગી કરી શકો છો. તમારા ધારેલા કામો પૂરાં થશે. કર્ક રાશિના જાતકો માટે આ માસ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ રહેશે. તમામ ઈચ્છાઓ પૂરી થશે.

સિંહ

સિંહ

રોજગારમાં પ્રગતિ આવશે. પ્રેમી યુગલોને આ સમયે રોમાંસ વધશે. બંને એકબીજા સાથે વધુ સમય વિતાવી શકશે. રમણીય સ્થળે ફરવા જઈ શકે છે. જેઓ એકલા છે તેઓ પ્રેમનો એકરાર કરવા માટે 5, 8, 20, 26 તારીખની પસંદગી કરી શકે છે. ધારેલું પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ નબળી રહેવાને કારણે માનસિક અશાંતિ છવાયેલી રહેશે.

કન્યા

કન્યા

ભાગીદારીના વ્યવસાયમાં ઘણો સારો લાભ થશે. કન્યા રાશિના જાતકો માટે આ માસ ઉત્તમ ફળ લઈને આવી રહ્યો છે. ભાગ્યનો પૂરો સાથ મળી રહેશે. લગ્નજીવન સુખમય અને પ્રેમાળ રહેશે. આર્થિક સ્થિતિ પણ ઉત્તમ જણાઈ રહી છે. મિલકતની ખરીદી કે વેચાણ માટે તમે 19 તારીખની પસંદગી કરી શકો છો.

તુલા

તુલા

આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ માસ દરમિયાન મિલકતની ખરીદી-વેચાણનો યોગ બની રહ્યો છે. જેમાં તમે ઘણો સારો નફો મેળવી શકો છો. પ્રેમીનો ભરપૂર સાથ મળી રહેશે. રોંમાંસ પૂરજોરમાં રહેશે. 22, 27 તમારા માટે ઉત્તમ દિવસો છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

નજીકના લોકોને તમે હેરાન કરશો. કોઈ બાબત તમને ચિંતા કરાવશે, જેથી તમે હતાશામાં સરી પડશો. તમને જોઈ કુટુંબીજનોને પણ ચિંતા થઈ શકે છે. પ્રેમીનો ભરપૂર સાથ મેળવી શકશો. મિલકતને લગતા કામો કરવા 17 તારીખની પસંદગી કરવી તમને નફો કરાવી શકે છે.

ધન

ધન

પોતાના લોકો સાથે ઘણો સારો સમય વિતાવી શકશો. 2, 11, 18 તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે. મિલકતના કામો કરવા માટે આ માસ ઘણો સારો રહેશે, અટકેલા કામો આગળ વધશે. આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ આવશે. પ્રેમનો એકરાર કરનારા જાતકો 1, 15, 24, 31 માંથી એક દિવસની પસંદગી કરી શકે છે.

મકર

મકર

ભાગ્ય તમારી સાથે છે. ઓગસ્ટ માસ તમારા માટે અનેક ખુશીઓ લઈને આવી રહ્યો છે. તમામ ઈચ્છાઓની પૂર્તિ થશે. દિવસો આનંદમાં વિતશે. નોકરી અને વેપાર બધામાં નફો મેળવી શકો છો. નવું કામ કરવા અથવા નવા કરાર કરવા માટે ઉત્તમ સમય છે. જેનો પૂરો લાભ લેજો.

કુંભ

કુંભ

માનસિક ઊર્જામાં વધારો થશે. મિલકતને લગતો ફાયદો થઈ શકે છે. પ્રેમી તમને ભરપૂર પ્રેમ આપશે. આ માસ તમારી ખુશીઓ લઈને આવશે. 1, 4, 11, 16 તમારી ખુશીઓને બમણી કરશે. આ સમયે ભાગ્યનો સાથ રહેવાથી ધારેલુ તમામ મેળવી શકશો.

મીન

મીન

થોડા ખર્ચા વધારે થશે, પણ કુટુંબ માટે આ ઉત્તમ સમય છે. નસીબ હાલ જોર કરી રહ્યુ છે, ચાહશો તે મેળવી શકશો. જેમાં હાથ નાખશો તેમાંથી નફો જ મળશે. કામ સાથે પરિવાર માટે પણ સમય કાઢી શકશો. પ્રેમ જીવન પણ ઠીક-ઠાક ચાલશે.

English summary
Astro calendars show when the stars favour particular zodiac sign
Please Wait while comments are loading...