For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૈત્ર નવરાત્રી:માં અંબાના તમામ ભક્તોએ જાણવા જેવી વાતો!

રામે રાવણનો પરાજય કરવા માં ચંડીનું હવન કર્યુ હતુ અને માતાને પ્રસન્ન કરી રાવણનો સર્વનાશ કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ચૈત્ર નવરાત્રી ની શરૂઆત 28 માર્ચે થઈ રહી છે. આ પાછળ રામ-રાવણ યુધ્ધની પૌરાણિક કથા વણાયેલી છે.

navratri

નવરાત્રી પાછળની પૌરાણિક કથા

લંકા યુધ્ધ વખતે ભગવાન રામે બ્રહ્મા પાસે રાવણથી યુધ્ધ જીતવા માટેની યુક્તિ પુછી ત્યારે બ્રહ્માજીએ રામને કહ્યું, કે માં ચંડીને પ્રસન્ન કરવાથી રાવણને મારી શકાય છે. માં ચંડીને પ્રસન્ન કરવા ભગવાન રામે દુર્લભ 108 નીલ કમળની વ્યવસ્થા કરી. બીજી બાજુ રાવણે પણ વિજય અને અમર થવા માટે ચંડીનો પાઠ કરવાનો શરૂ કર્યો. આ વાત ઇન્દ્રે પવન દેવના માધ્યમથી શ્રી રામ સુધી પહોંચાડી અને કહ્યુ કે ચંડી પાઠ પૂરો થવા દેવો.

આ તરફ રાવણની માયાથી રામની સામગ્રીમાંથી એક નીલ કમળ ગાયબ થઈ ગયુ અને રામને તેમનો સંકલ્પ તૂટતો જણાવા લાગ્યો. દુર્લભ નીલકમળની તત્કાળ વ્યવસ્થા થઈ શકે તેમ ન્હોતુ. ત્યારે રામને યાદ આવ્યુ કે લોકો મને કમળ નયન નવકંચલોચન કહે છે. તો કેમ નહિં સંકલ્પ માટે એક નેત્ર અર્પિત કરી દેવામાં આવે. જ્યાં રામે તીરથી પોતાનું નેત્ર કાઢવા પ્રયત્ન કર્યો ત્યાંરે માં ચંડી પ્રકટ થયા અને બોલ્યા રામ તમારાથી પ્રસન્ન થઈ હું તમને વિજયી થવાનો આશીર્વાદ આપું છું.

હનુમાનજીએ બાળકનું રૂપ ધારણ કર્યુ

ત્યાં જ રાવણના ચંડી પાઠમાં યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણોની સેવા માટે હનુમાન બાળકનું રૂપ ધારણ કરી તેમની સેવા કરવા લાગ્યા. નિઃસ્વાર્થ સેવા જોઈ બ્રાહ્મણોએ હનુમાનને વરદાન માંગવા કહ્યું. ત્યારે હનુમાને વિનમ્રતાથી કહ્યુ કે, બ્રાહ્મણ દેવતા તમે જે મંત્રથી હવન કરી રહ્યા છો તેમાંનો એક શબ્દ બદલી દો. બ્રાહ્મણ આ રહસ્યને સમજી ન શક્યા અને તથાસ્તુ કહી દીધુ. મંત્રમાં જયાદેવી ભર્તિહરીણીમાં 'હ' ને સ્થાને 'ક' નું ઉચ્ચારણ કરવાનું વચન માંગ્યુ.

ભર્તિહરીણી એટલે પ્રાણીઓની રક્ષા કરનારી

ભર્તિહરીણી એટલે પ્રાણીઓની રક્ષા કરનારી અને કરિણીનો અર્થ થયો પ્રાણીઓને પીડિત કરનારી, જેનાથી દેવી રિસાઈ રાવણનો સર્વનાશ કરવા પ્રતિબધ્ધ થઈ. હનુમાનજીએ પોતાની ચતુરતાથી 'હ' ને સ્થાને 'ક' નું ઉચ્ચારણ કરાવી રાવણનો સર્વનાશ કરાવી દીધો. સૌ પહેલા ભગવાન રામે શારદીય નવરાત્રીની પૂજા સમુદ્ર કિનારે તટ પર શરૂ કરી દશમાં દિવસે લંકા પર પ્રસ્થાન કરી વિજય મેળવી.

English summary
"Navratri or Chaitra Navratri 2017 Starts from 28th March To 5th April, here is Story Of Lord Ram and Maa Durgai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X