For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીના અધ્યાયોનું મહત્વ જણો!

માતા દુર્ગાના પૂજકો માટે કળશ સ્થાપન મુહૂર્ત અને મનોકામના પૂર્તિ હેતુ કરો દુર્ગા સપ્તશતીના અધ્યાયોનો પાઠ કરવાથી મળતા લાભ માટે વાંચો અહી...

By Desk
|
Google Oneindia Gujarati News

ચૈત્ર નવરાત્રી 28 માર્ચથી શરૂ થઈ રહી છે. ચૈત્રી નવરાત્રીનુ અનોખો મહત્વ છે. સતકર્મ, પરોપકાર, ધર્મ, કર્મ અને નિઃસ્વાર્થ વિના શક્તિની કૃપા સંભવ નથી. મા દુર્ગા મિષ્ઠાનની નહિં પણ ભાવની ભૂખી છે. ચૈત્રી નવરાત્રીનાં દિવસે માઇ ભક્તો માતાજીને પસંદ કરવા માટે નીતનવા પ્રયાસો કરે છે .તો આવો જાણીએ કે નવરાત્રીના શુભ અવસરે મા દુર્ગાને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ.

maa durga

કળશ સ્થાપના શુભ મુહૂર્ત

આ વર્ષે નવરાત્રી 28 માર્ચે શરૂ થઈને 5 એપ્રિલેએ સમાપ્ત થશે.
28 માર્ચના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને મીન રાશિમાં ચંદ્ર રહેશે.

પહેલુ મુહૂર્ત

સવારે 8:30 થી 10:36 મિનિટ સુધી
બીજુ મુહૂર્ત
બપોરે 1:30 થી 02:32 મિનિટ સુધી

puja maa durga

દુર્ગા સપ્તશતીના દરેક અધ્યાયોનું મહત્વ

  • પ્રથમ અધ્યાયનો પાઠ કરવાથી દરેક પ્રકારની ચિંતા અને તાણમાંથી મુક્તિ મળે છે.
  • બીજા અધ્યાયનો પાઠ કરવાથી વિવાદ અને જમીનને લગતા વિવાદો પર વિજય મળે છે.
  • ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી મા ભગવતીની કૃપાથી તમારા દુશ્મનોનું દમન થાય છે.
  • ચતુર્થ અધ્યાયનો પાઠ કરવાથી તમારા આત્મ-વિશ્વાસ અને સાહસમાં વૃધ્ધિ થાય છે.
  • પાંચમાં અધ્યાયનો પાઠ કરવાથી ઘર અને કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.
  • ષષ્ઠમ અધ્યાયનો પાઠ કરવાથી મનમાંથી ભય, આશંકા અને નકારાત્મક વિચારોમાં ઘટાડો થાય છે.
  • સપ્તમ અધ્યાયનો પાઠ કરવાથી વિશેષ કામના પૂર્તિ થાય છે.
  • અષ્ટમ અધ્યાયનો પાઠ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો તનાવ ખતમ થાય છે અને ઈચ્છિત સાથીની પ્રાપ્તિ થાય છે.
  • નવમ અધ્યાયનો પાઠ કરવાથી પરદેશ ગયેલ વ્યરક્તિ અથવા ખોવાયેલ વ્યક્તિ જલ્દી જ પાછો ફરે છે.
  • દશમ અધ્યાયનો પાઠ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે અને માન-સન્માનમાં વૃધ્ધિ થાય છે.
  • અગિયારમાં અધ્યાયનો પાઠ કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે.
  • જે લોકો ઘરના ઝગડાથી પરેશાન છે અને કામમાં પ્રગતિ થતી નથી તેમણે બારમા અધ્યાયનો પાઠ કરવાથી લાભ થાય છે.
  • તેરમુ અધ્યાયનો પાઠ કરવાથી ઘરનો વાસ્તુ દોષ, માનસિક કલેશ, કુટુંબની પ્રગતિમાં આવતી અડચણો દૂર થાય છે.

maa

નવરાત્રીમાં શું કરવું

નવરાત્રીમાં મંદિરે જવું, દેવીને પ્રતિદિન જળ અર્પણ કરવું, ઉઘાડા પગે રહેવું, માતા-પિતાની સેવા કરવી, અષ્ટમી અને નવમીના દિવસે માતાનો વિશેષ શ્રૃંગાર કરવો, કન્યાને ભોજન કરાવવું, મા દુર્ગાને અખંડ જ્યોત જલાવવી.

maa

નવરાત્રીમાં શુ ન કરવું

નવ દિવસ સુધી નખ ન કાપવા, સેવિંગ, વાળ ન કાપવા, વધાર ન કરવો, ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો, જુ઼ઠ્ઠુ અને કાવાદાવા ન કરવા, કોઈને અપશબ્દ ન બોલવા, સ્ત્રી સાથે સંસર્ગ ન કરવું, પથારીનો ત્યાગ કરી જમીન પર સુવું

English summary
Navratri or Chaitra Navratri 2017 Starts from 28th March To 5th April, here is Importance of Durga Saptsati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X