જીવનને પ્રેમથી ભરી દે છે રોઝ ક્વાર્ટઝ, જાણો કેવી રીતે ?

રોઝ ક્વાર્ટઝને ગુલાબી સ્ફટિક પણ કહે છે, જે પિંકના અનેક શેડ્સમાં મળે છે. આ પહેરીને તમે તમારી પ્રિય વ્યક્તિને મોહિત કરી શકો છો.

By:
Subscribe to Oneindia News

પ્રેમ એ વ્યક્તિના જીવન નો સૌથી મહત્વનો અનુભવ છે. પ્રેમ વિના બધુ જ સુનું લાગે છે. દરેકના મનમાં કોઈ વ્યક્તિ માટે પ્રેમની લીગણી હોય છે અને ઘણીવાર લોકો પોતાના પ્રેમીને મેળવવા માટે કોઈપણ હદે જવા તૈયાર થઈ જાય છે. ઘણા પ્રેમના કિસ્સામાં યુવક-યુવતી પોતાના પ્રેમને હાંસલ કરી શકતા નથી. પ્રેમ ન પામી શકવાને કારણે વ્યક્તિના મન અને મગજ પર તેની ખરાબ અસર પડે છે.

તમને પણ છે કોઈની ચાહ

જો તમે પણ તમારા જીવનમાં પરફેક્ટ પાર્ટનર શોધી રહ્યા હોવ કે કોઈનો પ્રેમ પામવા ઈચ્છતા હોવ અથવા કોઈને મનમાં ને મનમાં પ્રેમ કરતા હોવ, પરંતુ તેનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં અસફળ રહ્યા હોવ તો તેનું સમાધાન તમને આ ક્રિસ્ટલમાંથી મળી રહેશે. અનેક બહુમુલ્ય રત્ન અને ક્રિસ્ટલ એવા હોય છે, જે પ્રેમના પ્રતિનિધિ હોય છે. તેના સંપર્કમાં આવતા વ્યક્તિના આકર્ષણના પ્રભાવમાં વધારો થાય છે અને તે ઈચ્છિત વ્યક્તિના મન પર રાજ કરવા સક્ષમ બને છે. વ્યક્તિના મનમાં પ્રેમની લાગણીઓ જન્માવવા ચમત્કારિક સાબિત થયું છે "રોઝ ક્વાર્ટઝ".

ગુલાબી સ્ફટિક

આ ક્રિસ્ટલને લવ સ્ટોન પણ કહે છે. તે પિંકના અનેક શેડ્સમાં આવે છે. રોઝ ક્વાર્ટઝથી નીકળતી તરંગો સીધી મન અને લાગણીઓ પર અસર કરે છે. તેની સકારાત્મક ઊર્જાથી તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ આકર્ષાય છે અને તેના મનમાં સારી લાગણીઓ જન્મે છે. વિજ્ઞાનમાં હાર્ટ ચક્ર એટલે કે અનાહત ચક્રને જાગ્રત કરવા માટે રોઝ ક્વાર્ટઝનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્વાર્ટઝ જે વ્યક્તિ પાસે હોય તેની આસપાસ રહેનારા લોકો પણ તેની ઊર્જાથી સમ્મોહિત થઈ જાય છે અને ધારણ કરનાર વ્યક્તિ પ્રત્યે ભાવનાત્મક જોડાણ અનુભવે છે.

રોઝ ક્વાર્ટઝના લાભ

 • હૃદય ચક્રને જાગૃત કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
 • આકર્ષણ શક્તિ વધારે છે, તેને ધારણ કરનારા વ્યક્તિની આસપાસના લોકો તેના પ્રત્યે આકર્ષાય છે.
 • દાંપત્યજીવન ખુશખુશાલ બને છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમનો સંચાર થાય છે.
 • પ્રેમી અને પ્રેમિકા બંન્ને તેને ધારણ કરે તો પરસ્પર પ્રેમ મજબૂત થાય છે.
 • ઘરમાં રોઝ ક્વાર્ટઝનો બોલ રાખવાથી કુટુંબના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
 • વધુ પડતી લાગણીશીલ અને ડિપ્રેશન વાળી વ્યક્તિએ આ જરૂર પહેરવું જોઈએ.

કેવી રીતે ધારણ કરી શકાય?

 • રોઝ ક્વાર્ટઝનું પેન્ડન્ટ પહેરવું જોઈએ, પણ તેનો આકાર મોટો હોવો જોઈએ.
 • રોઝ ક્વાર્ટઝની માળા પહેરવી સૌથી વધુ લાભકારક છે. તેનાથી બનેલ મોતીની માળા પહેરી શકાય છે.
 • ઘરમાં મુકવા માટે રોઝ ક્વાર્ટઝથી બનેલા ગણપતિ, લાફિંગ બુદ્ધા અને અન્ય સજાવટની વસ્તુઓ પણ બજારમાં મળે છે. જેને ડ્રોઈગ રૂમમાં મુકી શકાય છે.
 • જો તમે કોઈને ગિફ્ટમાં રોઝ ક્વાર્ટઝ આપો તો તે વ્યક્તિ હંમેશા તમારા આકર્ષણના પ્રભાવ હેઠળ રહે છે.
 • રોઝ ક્વાર્ટઝનું બ્રેસલેટ પણ હાથમાં પહેરી શકાય છે.

WHAT OTHERS ARE READING
English summary
Rose Quartz is the best love stone. It radiates unconditional love and is a very useful.
Please Wait while comments are loading...