For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યના વૃશ્ચિક રાશિમાં ભ્રમણથી રાશિઓ પર કેવો પડશે પ્રભાવ?

16 નવેમ્બરથી સૂર્યે પોતાની નીચ રાશિ તુલામાંથી નિકળી મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચરણ કરવાનુ શરુ કર્યુ છે. તેનો અન્ય રાશિઓ પરનો પ્રભાવ જાણવા વાંચો અહીં...

By Desk
|
Google Oneindia Gujarati News

પ્રકૃતિનો રક્ષક અને પોતાની ઉર્જાથી આખી સૃષ્ટિને પ્રકાશિત કરનાર સૂર્યએ જીવન છે, સૂર્ય જ વૈભવ છે અને સૂર્ય જ આત્મા છે. 16 નવેમ્બરને સવારે 6 વાગ્યાને 17 મિનિટે સૂર્યે પોતાની નીચ રાશિ તુલાથી નીકળી મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચરણ કરવાનુ શરુ કર્યુ છે. સૂર્યએ રાજા છે, જ્યારે મંગળ એ સેનાપતિ છે.

sun

અત્યારે સૂર્ય સેનાપતિ મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચરણ કરી રહ્યો છે. જેના ફળ સ્વરૂપે દેશનો રાજા વધુ તાકતવર થઈ ઉભરી આવશે. નવી-નવી યોજનાઓ માટેના કઠોર નિર્ણયો લેવા શક્તિમાન બનશે. દેશના આંતરિક મુદ્દાઓમાં સેનાપતિ મંગળની ભૂમિકા મહત્વની રહેશે. પાડોશી દેશોએ આવા સમયે ભારતથી સાવધાન રેહવાની જરૂર છે. ખાસ કરી 30 નવેમ્બર સુધી ભારતે પોતાની આંતરિક સુરક્ષાને લઈ વધુ સતર્ક રહેવાની જરૂર છે.

જાણો વિવિધ રાશિઓ પર તેનો પ્રભાવ

મેષ
સૂર્યના અષ્ટમ ભાવમાં રહેવાને કારણે કેટલાક લોકોના ગુપ્ત સંબંધોનો ખુલાસો થઈ શકે છે. ગુઢવિદ્યા તરફ મન આકર્ષાશે. તમારા સાહસ અને પરાક્રમમાં ઘટાડો થશે, જેનાથી તમારો આત્મ વિશ્વાસ ઓછો થશે. અનુભવીની સલાહ લઈને જ તમારું કામ કરજો.

વૃષભ
સપ્તમભાવનો સૂર્ય કેટલાક લોકોના દાંપત્ય જીવનમાં ખલેલ પેદા કરી શકે છે, જેનાથી કુટુંબમાં કંકાશની સ્થિતિ ઉદ્ભભવી શકે છે. સમયનો દુરુપયોગ કરશો નહિં. તમારી વાણીને કાબુમાં રાખજો. મિત્રો સાથે સબંધો મધુર રાખજો.

મિથુન
છઠ્ઠાભાવમાં રહેવાને લીધે સૂર્ય અનેક રોગો લઈને આવશે. રોગો તમારા પર હાવી થઈ શકે છે. ઉપરાંત નકામા કામોને કારણે મન ખિન્ન રહ્યા કરશે. તમારી યોજનાઓમાં મુશ્કેલી આવશે. કુટુંબમાં ચાલતી કિચકિચથી ભાગી જવાનુ મન થશે. પુસ્તકોમાં ઘુસી રહેવા કરતા વ્યવહારને પણ મહત્વ આપવાની જરૂર છે.

કર્ક
તમારા પંચમ ભાવનો સૂર્ય તમારી માનસિક ઉર્જામાં વાધારો કરશે. તમારા પરાક્રમ અને સાહસમાં વૃધ્ધિ આવશે. રોજગાર ક્ષેત્રે પ્રગતિ થશે. ધનલાભ થશે. જેનાથી કુટુંબનુ વાતાવરણ સુખમય બનશે. ભાઈબંધુઓ તરફથી મદદની અપેક્ષા છે. વિદ્યાર્થિઓને ઈન્ટરવ્યુમાં સફળતા મળશે.

સિંહ
ચોથા ભાવનો સૂર્ય વાહન, મકાન વગેરે પર અનાવશ્ય ખર્ચ કરાવશે, માટે તેના પર નિયંત્રણ રાખવુ જરૂરી છે, નહિંતંર તમારું બજેટ બગડી શકે છે. સમજી-વિચારીને કરેલા કામમાં સફળતા મળશે. અચાનક યાત્રા કરવી પડે.

કન્યા
તૃતિય ભાવમાં રહેલો સૂર્ય આ રાશિના જાતકોના પરાક્રમ અને આત્મબળમાં વધારો લાવશે. નવા મિત્રો બનશે. રોજગારમાં કેટલીક મુશ્કેલીઓ આવવાની શક્યતા છે. આર્થિક પરિસ્થિતિ પહેલાની સરખામણીએ બગડશે. સાચવીને બોલવાનુ રાખજો.

તુલા
બીજા સ્થાનનો સૂર્ય કુટુંબની સામૂહિક પ્રગતિ લઈને આવ્યો છે. કેટલાક સંબંધો તુટી શકે છે. આવક અને જાવકમાં સમાનતા જળવાઈ રહેશે. માનસિક પરિસ્થિતિ અવઢવ વાળી રહેશે. ચોક્કસ નિર્ણય લેવા તમારા માટે મુશ્કેલ બનશે.

વૃશ્ચિક
પ્રથમ સ્થાનનો સૂર્ય તમારી આર્થિક સમસ્યાઓનુ નિદાન કરશે અને સાથે જ કેરિયરમાં સ્થિરતા આવશે. વ્યવસાયમાં ઉપભોક્તામાં વધારો થશે. નવા સંબંધોને લઈ લાભ મળી શકે છે. ઘર અને વિવાહિત જીવન સુખમય રહેવાની સંભાવના છે.

ધન
બારમાં ભાવનો સૂર્ય કેટલાક લોકોને ઉંધ ન આવવાની સમસ્યા પેદા કરી શકે છે. આંખોની ખાસ કાળજી રાખવાની જરૂર છે. નાણાકીય પરિસ્થિતિમાં મજબૂતાઈ આવશે. વેપારમાં પ્રગતિ જણાઈ રહી છે. જીવનસાથી સાથે મધુર પળો વિતાવશો. વિદ્યાર્થિઓ માટે સમય ઉત્તમ છે.

મકર
11માં ભાવનો સૂર્ય સામાજીક કામોમાં તમારા ધનનો વ્યય કરાવશે. નોકરીમાં બોસ સાથે કોઈ મુદ્દે ટકરાવની સ્થિતિ ઉભી થઈ શકે છે. નવા સંબંધને સમજી-વિચારી મજબૂત બનાવજો. સાધન ચલાવતા સાચવજો, અકસ્માત થઈ શકે છે.

કુંભ
દશમ ભાવના સૂર્યને લીધે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સામાજીક કાર્યોમાં ફાયદો થશે. નવી નોકરી વાળાની આવકમાં વધારો થશે. કંઈક એવુ ઘટશે જેનાથી તમારું ચિત્ત પ્રસન્ન રહેશે. વૃધ્ધલોકોએ ચિંતન કરવાની જરૂર છે.

મીન
ભાગ્ય ભાવનો સૂર્ય તમારા કેરિયરમાં પ્રગતિ લાવશે અને પિતા સાથેના સંબંધો મધુર બનશે. વિદેશ જવા ઈચ્છનારા લોકો માટે સમય સારો રહેશે. ભાગ્ય પક્ષ મજબૂત થશે, જેને કારણે રોકાયેલા કામોમાં ગતિ આવશે. સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

English summary
Sun in Scorpio zodiac | Surya in Vrischika rashi: Effects on Life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X