જ્યોતિષ શું કહે છે? શું તેવું જે તમારામાં છે "ખાસ"

જ્યોતિષ મુજબ જાણો તમારી ખાસિયત શું છે. 12 રાશિઓ મુજબ તમારી ખાસિયતો જાણો એક સાથે જાણો અહીં.

By:
Subscribe to Oneindia News

આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવું હોય તો તમારા આંતરિક અને બાહ્ય બંને પાસા મજબૂત હોવા જરૂરી છે. જો વ્યકિતનું બાહ્ય આકર્ષણ હોય તો તે સૌદર્ય, ફિલ્મ, અભિનય, ફેશન વગેરે જેવા ક્ષેત્રોમાંપોતાનું કેરિયર બનાવી શકે છે. અને જો વ્યકિતનું આંતરિક પાસુ મજબૂત હોય તો તે બૌધ્ધિક ક્ષેત્રોમાં પ્રતિભા હાંસલ કરે છે. દુનિયામાં ઘણા એવા લોકો છે, કે જેઓ આંતરિક અને બાહ્ય બંને દ્રષ્ટિએ એટલે કે, તેમની પાસે બૌધ્ધિક ક્ષમતા પણ છે અને બાહ્ય દેખાવ પણ છે.

Read also: તમારા નામ મુજબ જાણો તમારો સ્વભાવ કેવો છે? અહીં


દરેક વ્યકિતમાં કંઈકને કંઈક એવું જરૂર હોય છે જે લોકોને ગમી જાય, અથવા લોકોને તેમની પાસે ખેંચી લાવે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ પ્રમાણે આવા અનેક પાસા છે જેના દ્વારાતમે પણ તમારી રાશિ પ્રમાણે તમારા વ્યકિતત્વનું કયુ પાસુ આકર્ષક અને મજબૂત છે એ અંગે જાણી શકો છો. જો તમે પણ તમારી રાશિ પ્રમાણે તમારા વ્યકિતત્વના આકર્ષક પાસા વિશે જાણવા ઈચ્છતા હોવ તો વાંચો અમારો આ આર્ટીકલ....

મેષ-સર્જનશીલ

મેષ દિલ સાથે જોડાયેલા છે. તેમનામાં કંઈક કરવાની એક આગ હોય છે, તે લોકો સર્જનશીલ હોય છે. તેમનામાં એટલી ક્ષમતા હોય છે કે તેઓ પોતાના સપનાને મેગ્નેટની જેમ પોતાની તરફ ખેંચી લે છે. નિર્ભયતા તેમના સ્વભાવનો મુખ્ય ગુણ છે. સ્વામી મંગળ હોવાને કારણે તેઓ જલ્દી જ ઉગ્ર થઈ જાય છે.

વૃષભ-રચનાત્મક પ્રતિભા

વૃષભનો સ્વામી શુક્ર છે. જેને કારણે તેઓ સુંદર અને તંદુરસ્ત રહે છે. શુક્રને કારણે તેમનો મોટાભાગનો ઝુકાવ કલા ક્ષેત્રે વધુ જોવા મળે છે. કોઈને કોઈ કલાત્મક પ્રવૃતિ તેમનામાં છૂપાયેલી જ હોય છે. તેમના સ્વાભિમાનની પહેલી નજરે ઝાંખી મેળવી શકાય છે.

મિથુન-ભરપૂર જોશ

આ રાશિના જાતકો પોતાના કામમાં ખૂબ ઝડપી અને આકર્ષક વ્યકિતત્વના માલિક હોય છે. મિત્રો બનાવી લેવા તે તેમના ડાબા હાથની વાત છે. બુધ્ધિ અને મહેનત બંને માંગી લે તેવા કામોમાં તેમને વધુ રસ હોય છે. અત્યંત જીજ્ઞાસાવૃતિ અને ચતુર ગણાતા આ લોકો અત્યંત હાજર જવાબી પણ હોય છે.

કર્ક-સંવેદનશીલ

ચંચળતા, શીતળતા અને સંવેદનશીલતા તેમનામાં કુટી કુટીને ભરેલી હોય છે. જલ્દી લોકો સાથે ભળી જાય છે અને પોતાની આસપાસ કુટુંબ જેવું વાતાવરણ સર્જી દે છે. બાળકો સાથે જલ્દીથી હળી મળી જાય છે. તેમની ચંચળતાને કારણે તેમને જલ્દી ગુસ્સો પણ આવે છે. પરિણામે તેઓ મુડી ગણાય છે.

સિંહ-સાહસી-નિડર

જેવું નામ તેવી પ્રતિભા. સાહસ, નીડરતા, મજબૂતાઈ અને આત્મવિશ્વાસથી ભરપૂર. કંઈપણ વિચાર્યા વિના કોઈને કંઈ પણ સંભળાવી દેવામાં તેઓ પાછા પડતા નથી. તેમનામાં અસીમ ઉત્સાહ ઝળકે છે. જબરજસ્ત ઉર્જાને કારણે તેઓ પોતાની સાથેના લોકોને પણ હંમેશા દોડતા રાખે છે. ગૌરવમયી તેજ હંમેશા તેમના મોઢે ઝલક્યા કરે છે.

કન્યા-અધ્યનશીલ

વિદ્વતા તેમના સ્વભાવની ખાસીયત છે. સખત મહેનત કરવામાં ક્યારેય પાછા પડતા નથી. નિષ્પક્ષ રહી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. શાસન કરવાની કુશળશૈલી તેમની પાસે હોય છે. તેમની વસ્તુઓ, તેમનું જીવન બધુ જ તેમને વ્યવસ્થિત જોઈએ.

તુલા-સંતુલિત

તુલા રાશિના જાતકો દાર્શનીક વ્યકિત્વના સ્વામી હોય છે. સંતુલન તેમના સ્વભાવમાં હોય છે. ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ પોતાની જાતને સાચવી લે છે. તેમનું ચિન્હ ન્યાય પ્રિય હોવાનો ઈશારો કરે છે. કૂટનીતિ તેમનામાં કુટી કુટીને ભરેલી હોય છે.

વૃશ્ચિક-રહસ્યાત્મક

તેમની રાશિનો સ્વામી મંગળ છે. જેને કારણે તેઓ અત્યંત ગુસ્સા વાળા હોય છે. સ્વભાવે ગંભીર અને નિડર ઉપરાંત જીદ્દી પણ હોય છે. અત્યંત જીજ્ઞાસાવૃતિને કારણે તેઓ ક્યારેય સંતુષ્ટ થતા નથી. તેમનું વ્યકિત્વ સંદિગ્ધ હોય છે. સારા લોકોની સાથે સારા અને ખરાબ લોકોની સાથે ખરાબ થતા તેમને ઘણું સારું આવડે છે.

ધન-ઉત્સાહી

ધન રાશિનું વ્યકિતત્વ ઉત્સાહી હોય છે. તેમના વ્યકિતત્વમાં ઈમાનદારી અને ઉદારતા પણ તેટલી જ હોય છે. ધન રાશિના જાતકો લક્ષ્યને વળગી રહેનારા હોય છે. કંઈકને કંઈક કરતા રહેવું તેમને ગમે છે. નેતા બનવાના પણ તમામ ગુણો તેઓ ધરાવે છે.

મકર-મહેનતુ

મકર રાશિનો સ્વામી શનિ હોવાને કારણે તે હંમેશા ન્યાય પ્રિય અને મહેનતુ રહે છે. શિસ્તમાં રહેવું તેમને ખૂબ ગમે છે. ઉપરથી કડક સ્વભાવના લાગતા તેઓ અંદરથી તદ્દન મૃદુ સ્વભાવના હોય છે. દરેક કામ નિઃસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય સમજીને કરે છે.

કુંભ- માનવતાવાદી

આ રાશિના જાતકોનું વ્યકિતત્વ ગંભીર અને ઉંડુ હોય છે. પરોપકારની ભાવના તેમનામાં કુટી કુટીને ભરેલી હોય છે. વધુ પડતા આધુનિક અને વ્યવહારિક હોય છે. તેમન વિચારોમાં કોઈની દખલ અંદાજી તેમને પસંદ નથી પડતી. જલ્દીથી હળી મળી જવાને કારણે તેમના મિત્રો પણ ઘણા હોય છે. સંવેદનશીલતાને કારણે તેઓ જરૂરિયાતમંદની મદદ માટે હંમેશા તૈયાર રહે છે.

મીન-આદર્શવાદી

મીન એટલે માછલી જેવો સ્વભાવ. પોતાની હદમાં રહેવાનું અને જ્યારે તેમાં હસ્તક્ષેપ થાય ત્યારે તપડી ઉઠવાનું. વધુ પડતા લાગણીશીલ અને રોમેંટિક સ્વભાવ ધરાવનારાતેઓ પોતાની વ્યવહાર કુશળતાને કારણે લોકોના દિલ જીતી લે છે. પોતાની દુનિયામાં ખોવાયેલા રહેવું અને જ્યારે કોઈ તેમની દુનિયામાં આવે તો તેને પણ પોતાની દુનિયા સમજી લેવું તેમનો સ્વભાવ છે.

English summary
Read here, the most attractive thing about you, based on your Zodiac sign.
Please Wait while comments are loading...