For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ઘરમાં સકારાત્મક ઊર્જા માટે જાણો શું છે બ્રહ્મસ્થાન?

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મધ્ય સ્થાનને બ્રહ્મસ્થાન કહેવાયુ છે, જ્યાંથી આખા ઘરમાં ઉર્જાનો સંચાર થાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના મધ્ય સ્થાનને બ્રહ્મસ્થાન કહે છે. એવું મનાય છે કે જમીન કે મકાનના મધ્યભાગમાં વાસ્તુ પુરુષની નાભી હોય છે. અહીં તમામ દિશાઓ મળે છે અને તે ઘરમાં આ કેન્દ્ર સ્થાનેથી જ ઉર્જાનો પ્રવાહ થાય છે. જે રીતે આપણે જમીએ છીએ તે પેટમાં જઈ શરીરના અંગોમાં ઉર્જા પ્રદાન કરે છે. ઠીક તેવી જ રીતે બ્રહ્મસ્થાનથી આખા ઘરમાં ઉર્જાનો સંચાર થાય છે. જો બ્રહ્મસ્થાન સાફસુથરૂ દોષરહિત છે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તેમાં રહેનારા લોકો દ્વેષરહિત, ક્રોધરહિત, માનસિક તનાવથી દૂર રહેશે અને તેમનો વિકાસ પણ થશે. પણ જો બ્રહ્મસ્થાન દોષપૂર્ણ છે. તો તે ઘરમાં રહેનારા લોકોને કોઈને કોઈ મુશ્કેલી આવ્યા જ કરે છે.

Read also : શું તમે જાણો છો ઘરમાં લગાવેલ છોડ બદલી શકે છે તમારુ ભાગ્ય? Read also : શું તમે જાણો છો ઘરમાં લગાવેલ છોડ બદલી શકે છે તમારુ ભાગ્ય?

બ્રહ્મસ્થાન હંમેશા ખુલ્લુ રાખવું

બ્રહ્મસ્થાન હંમેશા ખુલ્લુ રાખવું

ઘર જ નહિં ઓફિસ, ફેક્ટરી, દુકાન વગેરે જગ્યાઓ માટે પણ બ્રહ્મસ્થાન એટલું જ મહત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્રનો નિયમ છે કે બ્રહ્મસ્થાન ખુલ્લો છોડી દેવો જોઈએ. આ સ્થાને કોઈ નકામી વસ્તુઓ ન મુકવી, ભારે સામાન ન મુકવો. પ્રાચીન કાળમાં ભવનના મધ્યભાગને ખુલ્લો છોડી દેવાતો અને રૂમ ચારે તરફી બનાવતા. ઉપરાંત મધ્યમાં તુલસી ક્યારો મુકવામાં આવતો, જેનાથી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં રહેતી.

બ્રહ્મસ્થાન સાથે જોડાયેલી વાર્તા

બ્રહ્મસ્થાન સાથે જોડાયેલી વાર્તા

મહાભારતમાં એક કિસ્સો છે જેમાં કૌરવ-પાંડવો માટે નવા ઘરનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે શ્રી કૃષ્ણે મહેલના મધ્યમાં જાણીજોઈ એક કુવાનું નિર્માણ કરાવ્યુ હતુ. તેઓ જાણતા હતા કે આ મહેલમાં પાંડવોને રહેવાનું નથી, અહીં કૌરવો રહેશે. કુવાના નિર્માણથી રાજભવનમાં ભયંકર વાસ્તુ દોષ ઉત્પન્ન થયો અને તેના પરિણામે કૌરવ વંશનો વિનાશ થઈ ગયો. મહાભારત યુધ્ધ બાદ પાંડવોનો વિજય થતા શ્રી કૃષ્ણે તેને બંધ કરાવી દીધો.

કેવી રીતે જાણશો ઘરનું બ્રહ્મસ્થાન

કેવી રીતે જાણશો ઘરનું બ્રહ્મસ્થાન

કોઈ પણ મકાન બનાવતા પહેલા તેને બ્રહ્મસ્થાન વિશે જાણી લેવું જરૂરી છે. બ્રહ્મસ્થાન જાણવા માટે વાસ્તુશાસ્ત્રમાં એક વિધિ જણાવાઈ છે. તે પ્રમાણે જમીનને પૂર્વથી પશ્ચિમ તરફ અને આઠ બરાબર ભાગોમાં વિભાજીત કરો. ત્યારબાદ ઉત્તર અને દક્ષિણમાં આઠ સમાન ભાગોમાં વિભાજીત કરો. આ રીતે આખી જમીન 64 બરાબર ભાગમાં વહેંચાઈ જશે. ત્યારબાદ સૌથી મધ્યના ચાર વર્ગને નિશાન લગાવી દો. આ જ બ્રહ્મસ્થાન છે.

આ સ્થળે શું કરવું, શું ન કરવું

આ સ્થળે શું કરવું, શું ન કરવું

બ્રહ્મસ્થાન વાસ્તુ પુરુષની નાભિ છે. પરિણામે આ સ્થાનને જમીનથી આકાશ સુધી ખુલ્લો છોડી દેવો જોઈએ. બાકી બધા રૂમ તેની આજુબાજુ બનાવવા જોઈએ. જો કે આજના સમયે જગ્યાના અભાવે લોકોના ઘર સાંકડા થઈ જવાથી આવું કરવું શક્ય નથી. પરિણામે મધ્યભાગમાં મુખ્ય હોલ, પૂજા રૂમ બનાવવામાં આવે છે.

 ટોયલેટ અને બાથરૂમ બ્રહ્મસ્થાનમાં ભૂલથી પણ ન બનાવવું.

ટોયલેટ અને બાથરૂમ બ્રહ્મસ્થાનમાં ભૂલથી પણ ન બનાવવું.

  • મધ્ય ભાગમાં રસોઈઘર બનાવવાને કારણે તે ઘરમાં હંમેશા કોઈને કોઈ બિમારીઓ ચાલ્યા કરે છે અને ખર્ચા વધુ થાય છે.
  • ઘરના મધ્યભાગમાં જો સીડી હોય તો તેનાથી માનસિક મુશ્કેલીઓ અને આર્થિક તંગી ચાલ્યા કરે છે. ઘરના સભ્યોનો વિકાસ રુંધાઈ જાય છે.
  • ઘણા લોકો ઘર બનાવતા ધ્યાન નથી આપતા અને પીલર, બીમ, કોલમ લગાવી દે છે. આ સૌથી મોટો વાસ્તુ દોષ પેદા કરે છે.
  • મધ્ય સ્થાનમાં બેડરૂમ ન હોવુ જોઈએ. તેનાથી રોગ, અનિંદ્રા, દાંપત્યજીવનમાં તાણ રહ્યા કરે છે. નવદંપતીનો રૂમ જો ઘરના મધ્યમાં હોય તો તેમનાથી થનારી સંતાન અપંગ જન્મે છે.
  • આ સ્થાને ક્યારેય સ્ટોરરૂમ ન બનાવડાવવો.
  • આખા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે તે માટે મધ્ય સ્થાનમાં સુગંધિત ધૂપ, અગરબત્તી લગાવવી.

English summary
Brahmasthan is a unique feature of ancient architecture based on Vastu Shastra. It is central, holiest and powerful zone of the house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X