09 જાન્યૂઆરીથી 15 જાન્યુઆરી સુધીનું સાપ્તાહિક રાશિફળ

જાણો, જ્યોતિષ પ્રમાણે તમારી રાશિ મુજબ તમારું આ અઠવાડિયું કેવું જશે?

By:
Subscribe to Oneindia News

જાણો જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ મુજબ તમારું આ આખું અઠવાડિયું કેવું જશે? સાથે જ તમારા પરિવારજનોની રાશિ પ્રમાણે પણ અઠવાડિયાનું ભવિષ્ય ફળ વાંચો અહીં..

Read also : તમામ રાશિઓનું માસિક રાશિફળ વાંચો અહીં.

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને 12 રાશિઓનું આ અઠવાડિયાનું રાશિફળ જણાવીશું. આ અઠવાડિયા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે પણ જાણી શકશો. ઉપરાંત આ અઠવાડિયું નોકરી, ધંધા અને પરિવારની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિસ્તારથી જાણવા માટે આગળ વાંચતા રહો...

મેષઃ સ્ત્રીઓ દ્વારા કરાયેલા કામોના વખાણ થશે

આ અઠવાડિયા દરમિયાન તમે તમારા વ્યકિતત્વને નિખારવા માટેના પ્રયત્નો કરશો. રોજગારમાં અનેક ચેલેન્જનો સામનો કરવો પડશે. ધીરજ રાખજો, થોડા સમય બાદ બધું બરાબર થઈ જશે. તમે ઉતાવળા થઈને કોઈ લાલચ કે કરાર કરી બેસશો નહિં, નહિંતર તમારે પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. ઓફિસમાં લોકો સાથે સ્પર્ધાનો સામનો કરવો પડશે. તમારી વાણી પર નિયંત્રણ રાખજો, નહિંતર ભોગવવાનો વારો આવશે. સ્ત્રીઓ પોતાના હિતની રક્ષા કરજો.

  • વિદ્યાર્થી વર્ગને રોજગાર સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
  • સ્ત્રી વર્ગ આ અઠવાડિયા દરમિયાન જે કરશે, તેમાં તેમના વખાણ થશે.

વૃષભઃ કૌટુંબિક વાતાવરણ તણાવભર્યું રહેશે

આ અઠવાડિયા દરમિયાન તમારા કુટુંબમાં નાની નાની વાતોને લઈ ખેંચતાણ રહ્યા કરશે, જેને કારણે ઘરનું વાતાવરણ ભારે રહેશે. પરિણામે તમારા મન અને મગજ બંને વચ્ચે તાલમેલ જાળવવાનો પ્રયત્ન કરજો. કોઈ નજીકની વ્યકિત તરફથી ભારે દુઃખ મળી શકે છે, તેને અવગણી તમારા કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરજો. તમારી વાણીને કારણે ફરી વિવાદ થઈ શકે છે. કોઈ માટે કડવા શબ્દોનો ઉપયોગ કરશો નહિં. કોઈ અધિકારી તમારી મદદ કરશે, જેનાથી તમારા રોકાયેલા કામો પૂરા થઈ જશે. હોટલ અને રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું મધ્યમ રહેશે.

  • વિદ્યાર્થીઓ કુટુંબના બગડેલા વાતાવરણને કારણે અભ્યાસમાં મન પરોવી શકશે નહિં.
  • સ્ત્રીઓને નકામી દોડધામ કરવી પડશે.

મિથુનઃ તમે પોતાને હારેલા અનુભવશો

આ અઠવાડિયે તમે ઘરના લોકોની જવાબદારીઓ પૂરી કરતા કરતા પોતાની જાતને થાકેલા અને હારેલા અનુભવશો. જાત મહેનત પર વધુ વિશ્વાસ રહેશે. કોઈ કારણથી ધનલાભ થઈ શકે છે. તમારો ખોવાયેલો પ્રેમ પાછો મળવાની શક્યતા છે, પણ તમારે તમારી જૂની આદતોને બદલવી પડશે. પાડોશીઓ સાથે સારા સંબંધ બનાવીને ચાલવું. તમારા હિતમાં રહેશે.

  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહેશે.
  • સ્ત્રીઓ પોતાના ઘરની વાત બહાર જાહેર કરે નહિં.

કર્કઃ મન, કર્મ અને વાચા ત્રણેમાં સંતુલન જાળવીને ચાલજો

આ અઠવાડિયા દરમિયાન કર્ક રાશિના જાતકોને પોતાના મન, વાચા અને કર્મ; આ ત્રણેમાં સંતુલન બેસાડવું પડશે. નહિંતર તમારા સામાજિક પદ પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે છે. અંતરના મનનો અવાજ તમને આધ્યાત્મિકતા તરફ વાળશે. જૂના સંબંધો વધુ સારા થવાની શક્યતા છે. ઠંડી સામે તમારું રક્ષણ કરજો, નહિંતર બીમાર પડી શકો છો.

  • વિદ્યાર્થીઓ અભ્યાસમાં નવી નવી શોધો કરવા સક્ષમ રહેશે.
  • સ્ત્રીઓ સંતુલિત વિચારસરણીને અપનાવે. ના કોઈની સાથે દોસ્તી ના કોઈની સાથે દુશ્મની.

સિંહઃ શારીરિક અને માનસિક રીતે થાકેલા રહેશો

આ અઠવાડિયા દરમિયાન સિંહ રાશિના જાતકોના ઘરમાં કોઈને કોઈની અવર-જવર રહ્યા કરશે. જેને કારણે તમને આરામ મળી શકશે નહિં. આ સ્થિતિથી તમે શારીરિક અને માનસિક રીતે થાકેલા રહેશો. પિતૃ પક્ષ સાથે સંબંધો સારા રહેશે. પૈસા માટે કરેલી મહેનત સફળ રહેશે. યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સમય ઉત્તમ છે. ઓફિસના કામોને લઈ તાણ રહ્યા કરશે, પણ તેને તમારા પર હાવી થવા દેશો નહિં.

  • વિદ્યાર્થીઓ મિત્રોના રવાડે ચડી પોતાના સમયની બરબાદી કરશે.
  • સ્ત્રી વર્ગ પોતાની યોગ્યતા મુજબ કામ શોધો તો વધારે સારુ રહેશે.

કન્યાઃ નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની પૂરી શક્યતાઓ છે

આ અઠવાડિયા દરમિયાન કન્યા રાશિને નોકરી અને વ્યવસાય કરનારા જાતકોને લાભ થવાની પૂરી શક્યતાઓ છે. પતિ-પત્નીમાં વિચારો ન મળવાને કારણે મતભેદ ઉભો થશે. વારસાગત મિલકતને લઈ ભાઈબંધુઓમાં વિરોધાભાસ ઉભો થશે. સંતાન પક્ષ આ સમયે તમને કોઈ શુભ સમાચાર આપશે. હાલ તમારા ધન, પદ, પ્રતિષ્ઠામાં લાભ થવાની સ્થિતિ છે. મિત્ર વર્તુળમાં કોઈ મુદ્દાને લઈ ગંભીર ચર્ચા વિચારણા થશે.

  • વિદ્યાર્થીઓને તમને મિત્રો તરફથી અભ્યાસમાં મદદ મળી રહેશે.
  • સ્ત્રીઓ બાળકો માટે ઉદાસીનતાનો ભાવ ન રાખે.

તુલાઃ આ સમયમાં કોઈ પ્રવાસ પર જવાનું થશે

આ અઠવાડિયા દરમિયાન તમારા પદ, મિલકત અને નક્કી થયેલા કરારો વગેરેમાં લેખિત કાર્યવાહી જરૂર કરી લેજો. આ અઠવાડિયા દરમિયાન તમારે કોઈ દૂરની યાત્રા કરવાનું થશે. તમારા દુશ્મનો ઘણા છે, માટે દરેક પક્ષે નકારાત્મક અને સકારાત્મક બંને પાસાને વિચારી લેજો.

  • વિદ્યાર્થીઓ આ સમયે તબિયત બગડવાને કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકશે નહિં.
  • સ્ત્રીઓ તેમના સામાનની દેખભાળ સારી રીતે રાખે નહિંતર ખોવાઈ શકે છે.

વૃશ્ચિકઃ રોકાયેલા કામોમાં પ્રગતિ થવાની શક્યતા છે

આ સમયે વૃશ્ચિક રાશિના જાતકોના અટકાયેલા કામો પ્રગતિમાં આવવાની શક્યતાઓ છે. તમારા કર્તવ્યોમાં વધારો થવાની શક્યતા છે. પરિણામે તેનાથી દૂર ભાગશો નહિં. પતિ-પત્ની બંનેના મદદથી કૌટુંબિક સ્થિતિમાં સુધારો આવશે. નજીકના સંબંધોમાં વાતચીત ચાલું રાખજો, નહિંતર અંતર આવી શકે છે.

  • વિદ્યાર્થીઓને સફળતા અવશ્ય મળશે.
  • સ્ત્રીઓ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે જૂઠાઈનો આશરો ન લે, નહિંતર તમારી છાપ બગડી શકે છે.

ધનઃ મન નહિં પણ મગજથી કામ લેવાની જરૂર છે

આ અઠવાડિયે તમારે તમારા કુટુંબની સમસ્યાઓને ઉકેલવા ભારે મહેનત કરવી પડશે. આ સમયે દિલ નહિં પણ દિમાગથી કામ લેજો. આર્થિક મુશ્કેલીઓનો બોજો વધતો જશે. પરંતુ તે માટે નવા રસ્તા પણ ખુલતા જશે. બાળકોના આરોગ્યની ચિંતા રહ્યા કરશે. ન ગમતા સંબંધોને પોતાનાથી દૂર કરી શકશો નહિં. રાત્રિ જાગરણથી તમારુ આરોગ્ય બગડી શકે છે. જમીન અને મિલકતનો વ્યવસાય કરનારા લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે.

  • વિદ્યાર્થી વર્ગને આવનારા પરિણામની ચિંતા સતાવ્યા કરશે.
  • સ્ત્રીઓ સમજી-વિચારીને નિર્ણયો લે, તમારી મુશ્કેલીઓ અડધી આસાન થઈ જશે.

મકરઃ મુશ્કેલીઓ સામે લડવાની તૈયારી રાખજો

આ અઠવાડિયે કંઈક એવું બનશે તે તમારી અપેક્ષા કરતા બહારની વાત હશે. પરિણામે મુશ્કેલીઓ સામે લડવા માટે પોતાને તૈયાર રાખજો. તમારા કામના વખાણ થશે. અનૈતિક કામોમાં પૈસાનો વધુ ખર્ચ થશે. વાહન ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે, અકસ્માત થઈ શકે છે. નવયુવકોએ પ્રેમ સંબંધોમાં સહનશીલતાનો પરિચય આપવાની જરૂર છે.

  • વિદ્યાર્થીઓને આ સમયે નવા નવા વિષયોમાં રસ જાગશે.
  • સ્ત્રીઓ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે ઘણી મહેનત કરવી પડશે.

કુંભઃ તમારી મુશ્કેલીઓ ઓછી થશે

આ અઠવાડિયે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. સાસરી અને પિતૃ પક્ષનો સ્નેહ અને મદદ મળી રહેશે. યાત્રા કરતી વખતે તમારો કિંમતી સામાન સાચવીને રાખજો. તમારી મુશ્કેલીઓનો અંત આવવાની તૈયારી છે. શાંતી અને ધૈર્યથી કામ લેજો.

  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે.
  • સ્ત્રી વર્ગે ડરવાની જરૂર નથી, હિંમત જાળવજો.

મીનઃ રોકાણ કરવાથી લાભ થાય

આ અઠવાડિયા દરમિયાન નજીકના સ્પર્ધિઓ સાથે કટ્ટરની સ્પર્ધા થશે. તો પણ કંઈ હાથ લાગશે નહિં. વૃધ્ધ વ્યકિતો જેવા કે પિતા, સસરા વગેરેની સેવા કરવાનો અવસર પ્રદાન થશે. યૌગિક ક્રિયાઓ પ્રત્યે મન આકર્ષાશે. વેપારમાં રોકેલા નાણાથી લાભ થશે. કુટુંબના લોકો સાથે સામંજસ્ય જાળવીને ચાલવું તમારા હિતમાં રહેશે. તમારી આકાક્ષાઓને બીજા પર થોપવાનો પ્રયત્ન કરશો નહિં. લક્ષ્ય ભેદવા માટે સતત સંઘર્ષ કરવો પડશે.

  • વિદ્યાર્થીઓ મિત્રોની દેખાદેખી કરે નહિં.
  • સ્ત્રીઓના કર્તવ્યો અને અધિકારોમાં વધારો થશે.

English summary
Read Weekly Forecast, astrology prediction.
Please Wait while comments are loading...